________________
५३६
तत्त्वन्यायविभाकरे जिनतीर्थे छेदोपस्थापनीयस्य प्रवृत्तेस्ततोऽतीते च क्रमतो द्वित्रिचतुस्सागरोपमकोटीकोटिप्रमाणे सुषमदुःषमादिसमात्रयेऽवसर्पिण्याञ्चैकान्तसुषमादित्रये क्रमेण चतुस्त्रिद्विसागरोपमकोटीकोटिप्रमाणेऽतीतप्राये प्रथमजिनतीर्थे छेदोपस्थापनीयत्वं प्रवर्तते इत्येवं छेदोपस्थापनीयसमयान्तरं भवति । चतुरशीतिवर्षसहस्राणीति । दुष्षमैकान्तदुष्षमयोरवसर्पिण्या एकान्तदुःषमादुष्षमयोरुत्सर्पिण्याश्च प्रत्येकमेकविंशतिवर्षसहस्रप्रमाणत्वेन चतुर्भिर्गुणिते च तावत्प्रमाणकालान्तरं भवति, तत्र च परिहारविशुद्धिकस्याभावादिति भावः । अष्टादशकोटाकोटिसागरोपम इति । छेदोपस्थापनीयस्योत्कृष्टवदयं बोध्यः, षण्मासा इति मुक्तिविरहकालस्य तावन्मात्रत्वादिति માવ: ||
ભિન્ન ભિન્ન સંયમોના અંતરકાળનો વિચારભાવાર્થ - સામાયિક સંયતોથી શૂન્ય કાળ નથી જ. છેદોપસ્થાપનીય સંયતોથી શૂન્ય કાળ જઘન્યથી ત્રેસઠ (૬૩) હજાર વર્ષોનો અને ઉત્કૃષ્ટથી અઢાર (૧૮) કોડાકોડી સાગરોપમનો છે. પરિહારવિશુદ્ધિકોથી રહિત કાળ જઘન્યથી ચોરાશી (૮૪) હજાર વર્ષોનો અને ઉત્કૃષ્ટથી અઢાર (૧૮) કોડાકોડી સાગરોપમનો છે. સૂક્ષ્મસંપરાય સંયતથી રહિત કાળ જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટથી છ (૬) મહિનાનો છે. યથાખ્યાત સંયતોથી રહિત કાળ નથી
વિવેચન - ‘ત્રિષષ્ટિસહસ્રવર્ષાણીતિ' છેદોપસ્થાપનીય સંયતોથી શૂન્ય કાળ જઘન્યથી ત્રેસઠ (૬૩) હજાર વર્ષોનો છે. અવસર્પિણીમાં દુઃષમા સુધી છેદોપસ્થાપનીય સંયત પ્રવર્તે છે ત્યારબાદ તે જ અવસર્પિણીની એકવીશ (૨૧) હજાર વર્ષમાનવાળી એકાન્ત દુઃષમા દુઃષમદુઃષમા)માં, ઉત્સર્પિણીના એકવીશ હજાર વર્ષમાનવાળી એકાન્ત દુઃષમામાં અને દુઃષમામાં જ, એ પ્રમાણે ૨૧૪૨૧૪૨૧ હજાર-એમ ત્રણ એકવીશ હજાર વર્ષો એટલે બરાબર ત્રેસઠ (૬૩) હજાર વર્ષોનું છેદોપસ્થાપનીય સંયમનું અંતર કહેલ છે, એવો ભાવ છે.
૦ અષ્ટાદશકોટાકોટિ સાગરોપમ ઇતિ–ઉત્કૃષ્ટથી છેદોપસ્થાપનીયોથી શૂન્ય કાળ અઢાર (૧૮) કોડાકોડી સાગરોપમનો છે. ઉત્સર્પિણીમાં ચોવીશ (૨૪)માં તીર્થંકરના તીર્થમાં છેદોપસ્થાપનીય સંયતની પ્રવૃત્તિ છે. ત્યારબાદ ક્રમથી છેલ્લા બે-ત્રણ-ચાર કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો સુષમદુઃષમા આદિ સમાનરૂપ ત્રણ આરાઓ પૂરા થયા બાદ અને અવસર્પિણીમાં આદિના એકાન્ત સુષમા આદિરૂપ ત્રણ આરાઓ ક્રમથી ચાર-ત્રણ-બે કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળાઓ પૂરા થયા બાદ, પહેલા તીર્થકરના તીર્થમાં છેદોપસ્થાપનીય સંયમ પ્રવર્તે છે. એ પ્રમાણેનું છેદોપસ્થાપનીયનું ઉત્કૃષ્ટ અંતર થાય છે, એમ જાણવું.
૦ “ચતુરશીતિવર્ષસહસાણિ' ઇતિ=પરિહારવિશુદ્ધિક રહિત કાળ જાન્યથી ચોરાશી (૮૪) હજાર વર્ષનો છે. અર્થાત્ અવસર્પિણીના દુઃષમા અને એકાન્ત દુઃષમા તથા ઉત્સર્પિણીના એકાન્ત દુઃષમાદષમા પ્રત્યેક એકવીશ (૨૧) હજાર વર્ષ પ્રમાણવાળા હોઈ, ૨૧૦૦0૮૪=૮૪000 એકવીશ હજારને ચારથી