________________
સૂત્ર - ૮૨, સનમ: શિર :
संभवमात्राश्रयणेनेदमुक्तम्, अन्यथा सामायिकस्य नवानां शतानामेकभवीयानामष्टभिर्गुणने शतद्वयाधिकसप्तसहस्राणि बोध्यान्येवमन्येषामपि ज्ञेयं । उत्कर्षतस्सप्तेति । भवैकावच्छेदेनाकर्षाणां त्रित्वात् भवस्यापि त्रित्वादेकत्र तेषां त्रयं द्वितीये द्वयं तृतीयेऽपि द्वयमित्येवं विकल्पनया सप्ताकर्षा इति भावः । नवाकर्षा इति । अस्यैकस्मिन् भवे आकर्षचतुष्कस्योक्तत्वाद्भवत्रयस्याभिधानाच्चैकत्र चत्वारो द्वितीयेऽपि चत्वारस्तृतीये चैक इति कृत्वा नवाऽऽकर्षा भवन्तीति भावः । पञ्चाकर्षा इति, अस्यैकत्र भवे द्वावाकर्षों भवत्रयञ्चेत्यतः एकत्र द्वौ द्वितीये द्वौ तृतीये चैक इति पञ्चाकर्षा इति भावः ॥
નાના ભવની અપેક્ષાએ આકર્ષ વિચારભાવાર્થ - અનેક ભવની અપેક્ષાએ સામાયિકના આકર્ષો જઘન્યથી બેવાર અને ઉત્કૃષ્ટથી સહસપૃથકત્વ બે હજારથી નવ હજાર થાય છે. છેદોપસ્થાપનીયના જઘન્યથી બેવાર અને ઉત્કૃષ્ટથી નવસો (COO)થી ઉપર હજાર (૧૦00) સુધીના આકર્ષો થાય છે. પરિહારવિશુદ્ધિકના જઘન્યથી બેવાર અને ઉત્કૃષ્ટથી સાત (૭) આકર્ષો હોય છે. સૂક્ષ્મસંપાયના જઘન્યથી બે વાર અને ઉત્કૃષ્ટથી નવ (૯) આકર્ષે છે. યથાખ્યાતના જઘન્યથી બે વાર અને ઉત્કૃષ્ટથી પાંચ (૫) આકર્ષો હોય છે.
વિવેચન - અનેક ભવપણાના પ્રથમ આધારભૂત બે ભવોમાં, જઘન્યથી પ્રત્યેક ભવમાં એક આકર્ષ કહેલ હોઈ અનેક ભવની અપેક્ષાએ જઘન્યથી બે જ આકર્ષો હોય છે.
બે હજારથી માંડી નવ હજાર સુધીની સંખ્યા “સહસ્ત્રપૃથકત્વ' કહેવાય છે. ખરેખર, સામાયિકના એક ભવમાં શતપૃથકત્વ રૂપ આકર્ષોનું કથન હોવાથી અને ઉત્કૃષ્ટથી આઠ ભવો હોવાથી, જો શતપૃથફત્વને આઠ(૮)થી ગણવામાં આવે, તો સહસ્ત્રપૃથફત્વ” થાય છે, એવો ભાવ જાણવો.
નવશતાદૂર્વે ઇતિ=આ છેદોપસ્થાપનયના ઉત્કૃષ્ટથી એક ભવમાં એકસોવીશ (૧૨) આકર્ષો થાય છે. આના ઉત્કૃષ્ટથી આઠ (૮) ભવો હોય છે. તથાચ તે એકસોવીશ આકર્ષોને આઠથી ગુયે છતે ૯૬૦ આકર્ષા થાય છે. સંભવ માત્રની અપેક્ષાએ આ કહેલું છે. અન્યથા, સામાયિકના એક ભવના નવસો (૯૦૦) આકર્ષોને આઠ(૮)થી ગુણતાં સાત હજાર બસો (૭૨00) જાણવાં. એ પ્રમાણે અન્ય સંયમોનું જાણવું.
ઉત્કર્ષતઃ સપ્ત’ ઈતિ-પરિહારવિશુદ્ધિકના ઉત્કર્ષથી સાત (૭) આકર્ષો હોય છે. એક ભવની અપેક્ષાએ ત્રણ (૩) આકર્ષો હોય છે. ભવો પણ ત્રણ (૩) છે. એક ભવમાં ત્રણ (૩) આકર્ષો, બીજા ભવમાં બે (૨) આકર્ષો અને ત્રીજા ભવમાં બે (૨) આકર્ષો હોય છે. એ પ્રમાણે વિકલ્પનાથી સાત (૭) આકર્ષો થાય છે. - “નવઆકર્ષા' ઈતિ=આ સૂક્ષ્મસંપરાયના એક ભવમાં ચાર (૪) આકર્ષો કહેલ હોઈ, ત્રણ (૩) ભવોનું કથન હોવાથી એક ભવમાં ચાર (૪) આકર્ષો થાય છે, બીજા ભવમાં પણ ચાર (૪) આકર્ષો થાય છે અને ત્રીજા ભવમાં એક (૧) આકર્ષ-એમ કરીને નવ (૯) આકર્ષો થાય છે.