________________
५१२
तत्त्वन्यायविभाकरे संख्यातानन्तगुणैश्च वृद्धिर्वा हानिर्वा भवति, सर्वविरतिविशुद्धिस्थानादीनां वस्तूनां वृद्धिर्वा हानिर्वा विचिन्त्यमाना षट्स्थानगता प्राप्यते यथा अनन्तभागवृद्धिरसंख्यातभाग वृद्धिः, संख्यातभागवृद्धिः, संख्यातगुणवृद्धिः, असंख्यातगुणवृद्धिः, अनन्तगुणवृद्धिश्च, एवं हानावपीति । स्वविजातीयसंयतापेक्षयाप्येवमेव हीनाधिकत्वं स्यादित्याहैवमिति । इत्थमेवेति, हीनस्समानोऽधिकोऽपि स्यात् हीनाधिकत्वे च षट्स्थानपतितत्वं स्यादित्यर्थः । विजातीययत्संयतापेक्षया सामायिकस्य विशेषस्तमधिकृत्याह सूक्ष्मेति । अनन्तगुणेति तथाविधविशुद्धिविरहादिति भावः ॥
(૧૬) સન્નિકર્ષ દ્વારભાવાર્થ - સામાયિક સંયમના ચારિત્રપર્યાયો અનંતા છે. આ પ્રમાણે યથાખ્યાત સુધીના સઘળા સંયતોના ચારિત્રના પર્યાયો અનંતા સમજવા. સામાયિક સંયત, બીજા સામાયિક સંયતની (ચારિત્રની અપેક્ષાએ) હીન અથવા સરખો કે અધિક પણ હોય છે. વળી હીન-અધિકપણામાં કટુ (છ) સ્થાનમાં પતિતપણે થાય છે. એ પ્રમાણે છોદો પસ્થાપનીય પરિહારવિશુદ્ધિકની અપેક્ષાએ આ જ પ્રમાણે વિચારવાનું છે.
સૂક્ષ્મસંપાયિક, યથાખ્યાતની અપેક્ષાએ તો અનંતગુણહીન ચારિત્રપર્યાયવાળો સામાયિક સંયત હોય છે.
વિવેચન - સર્વવિરતિ પરિણામરૂપ ચારિત્રના પર્યાયો, ભેદો છે; અને તે પર્યાયો બુદ્ધિ દ્વારા કરેલા કે વિષય દ્વારા કરેલા અનંતા સમજવા.
શંકા - સઘળા સામાયિક આદિ સંતોના ચારિત્રભેદના અનંતપણામાં વિશેષ નહિ હોવાથી સામ્યતાની પ્રાપ્તિ થવાથી પોતપોતાના સજાતીય કરતાં કે વિજાતીયો કરતા હીન કે અધિક ભાવ છે કે નહિ?
સમાધાન - “સામાયિકાન્તરાદ્ ઇતિ અર્થાત્ સ્વજાતીય કરતાં, એવો અર્થ છે.
હીન' ઇતિ=અર્થાત્ વિશુદ્ધ સંયમસ્થાન સંબંધી હોઈ વિશુદ્ધતર પર્યાયની અપેક્ષાએ વિશુદ્ધ પર્યાયો અને અવિશુદ્ધતર પર્યાયની અપેક્ષાએ અવિશુદ્ધ સંયમસ્થાન સંબંધી હોઈ, અવિશુદ્ધતર પર્યાયો “હીન' કહેવાય છે. તેના યોગે કરી સંયમ પણ “હીન' કહેવાય છે. “સમાન” ઈતિ=સમાન વિશુદ્ધિવાળા પર્યાયના યોગથી “સમાન છે, એવો અર્થ સમજવો.
અધિકોડપિ' ઇતિ=વિશુદ્ધતર પર્યાયના યોગથી ‘અધિક છે, એવો અર્થ જાણવો.
ષટ્રસ્થાન પતિત્વ' ઇતિ=વસ્તુઓની અનંત-અસંખ્યાત-સંખ્યાત ભાગોથી અને સંખ્યાત-અસંખ્યાતઅનંતગુણોથી વૃદ્ધિ અને હાનિ થાય છે. સર્વવિરતિના વિશુદ્ધિના સ્થાન આદિની કે વસ્તુઓની આદિ કે હાનિ વિચારાતી છ (૬) સ્થાનમાં પ્રાપ્ત થાય છે. જેમ કે-૧-અનંતભાગવૃદ્ધિ, ૨-અસંખ્યાતભાગવૃદ્ધિ, ૩સંખ્યાતભાગવૃદ્ધિ, ૪-સંખ્યાતગુણવૃદ્ધિ, પ-અસંખ્યાતગુણવૃદ્ધિ અને ૬-અનંતગુણવૃદ્ધિ, એ પ્રમાણે હાનિમાં પણ સમજવાનું છે.