________________
સૂત્ર - ૬૧, સક્ષમ: રિ:
५०७
૦ તેના ઉપર સમશ્રેણિમાં વ્યવસ્થિત, સનત્કુમાર-માહેન્દ્ર જેવા આરણ અને અચ્યુત નામના બે કલ્પો છે. આ પ્રમાણે બાર (૧૨) દેવલોકો છે. ત્યાં બાર (૧૨) દેવલોકોમાં કેવા દેવોના નિવાસ છે ? આના જવાબમાં કહે છે કે-‘કલ્પોપપન્નાનાં’ ઇતિ.
કલ્પોપપત્ર=દીપે-ક્રીડા કરે ઇત્યાદિ અર્થવાળા તે દેવો, અર્થાત્ પૂર્વભવમાં ઉપાર્જિત પુણ્યપુંજોના ઉદયથી પ્રાપ્ત થયેલ ભોગસુખવાળા વિશિષ્ટ જીવો ‘દેવો' કહેવાય છે.
ત્યાં કલ્પ એટલે ઇન્દ્ર આદિ દશ(૧૦)ના રૂપે રચનાવ્યવહાર હોઈ ‘કલ્પ’ કહેવાય છે. આચારો અહીં ૧-ઇન્દ્ર, ૨-સામાનિક=દ્યુતિ, વૈભવ આદિની અપેક્ષાએ ઇન્દ્રની સમાનતાથી વિચરે છે, તે ‘સામાનિક’ કહેવાય છે.
૩-ત્રાયત્રિંશ—જેઓ મંત્રી જેવા, પરસ્પર મદદગાર, ઉદાત્ત આચારવાળા, સંસારથી ડરનારા, ગૃહપતિઓ (૩૩) તેત્રીશ પ્રમાણવાળા ‘ત્રાયસિઁશો' કહેવાય છે. (બે કલ્પમાં દેવો સમકિતીઓ પણ, મિથ્યાત્વીઓ પણ અને મિશ્રદૅષ્ટિઓ પણ હોય છે. અનુત્તરોપપાતીઓ અને ઇન્દ્રો સમકિતીઓ જ છે, કેમ કે-સુલભબોધિતાના હેતુભૂત તીર્થંકર (પ્રતિમાદિ)ની આશાતનાના પરિહારની વ્યાપ્તિ (અન્યથાનુપપત્તિ) છે. સામાનિક દેવો વિમાનના અધિપતિઓ (ઇન્દ્રો) નથી, દેવીઓની જેમ મૂળ વિમાનના એકદેશ-ભાગમાં જ તેઓની ઉત્પત્તિને યોગ્ય સ્થાન છે, કેમ કે-જન્મના ઉત્સવ આદિમાં તેઓના સિંહાસનો શક્રના વિમાનમાં મંડિત હોય છે. જેમ કે-શક્રની અગ્રમહિષીના સિંહાસનોનું મંડન, એમ જાણવું.) ઇત્યાદિ કલ્પોને પામેલા ‘કલ્પોપપન્ન’ કહેવાય છે.
‘નવ પ્રૈવેયકા’ ઇતિ=લોકરૂપી પુરુષના ગ્રીવાના પ્રદેશમાં-ભાગમાં થનારા ‘ગ્રેવેયકો’ તે નવ (૯) સંખ્યામાં એટલે આગમ પ્રમાણે વ્યવસ્થિત, સુદર્શન આદિ શબ્દથી વાચ્ય નવ પ્રકારના છે.
તે પ્રૈવેયકો ઉપર અભ્યુદયના વિઘ્નના હેતુઓના જયથી અથવા કર્મોનો લગભગ વિજય પ્રાપ્ત કરેલો હોઈ, અતિ પાતળા કર્મના આવરણથી યુક્ત, એવા વિજય, વૈજયન્ત અને જયન્ત-એ ત્રણ અનુત્તરો તથા અભ્યુદયના વિઘ્નોના હેતુઓથી નહિ હારેલા અથવા ક્ષુધા આદિથી નહિ હારેલા, નપરાજિતા ‘અપરાજિત અનુત્તરો' કહેવાય છે.
સર્વાર્થસિદ્ધો=સાંસારિક-સર્વ કાર્યોની પરિસમાપ્તિ હોઈ, તુર્ત જ પછીના જન્મમાં સકલ કર્મના ક્ષયરૂપ મોક્ષ થવાનો હોઈ, સિદ્ધ જેવા અતએવ ‘સર્વાર્થસિદ્ધ અનુત્તરો' કહેવાય છે. આ અનુત્તરદેવોના વિશિષ્ટ વિમાનો પણ વિજય આદિ નામવાળા જ જાણવા.
૦ મૂળમાં તો વિશિષ્ટ વિમાનોનાં નામો કહેલા છે.
‘અનુત્તરા’ ઇતિ=જે વિમાનો કરતાં બીજા કોઈ વિમાનો પ્રધાનો નથી, તે ‘અનુત્તર વિમાનો' કહેવાય છે. દેવલોકો પણ ‘અનુત્તરો’ કહેવાય છે, એવો ભાવાર્થ સમજવો.
૦ આ વિજય આદિ વિમાનો પરસ્પર ઉપરાઉપરી હોતા નથી, પરંતુ મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન છે. ચારેય બાજુ ચાર (૪) વિમાનો છે, એમ સમજવું.