________________
५०२
तत्त्वन्यायविभाकरे
૦ દુઃષયસુષમા' ઈતિ–દુઃષમાં એવી સુષમાં, એમ કર્મધારય સમાસ સમજવો. દુઃષમાના પ્રચૂર પ્રભાવવાળી, સુષમાના અલ્પ પ્રમાણવાળી, ૪૨ હજાર વર્ષ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી દુઃષમસુષમા જાણવી.
૦ ‘દુઃષમા ઇતિ=આ (૨૧) એકવીશ હજાર વર્ષ માનવાળી દુઃષમાના પ્રભાવવાળી હોય છે.
“દુઃષમદુઃષમાનું પ્રમાણ પણ એકવીશ (૨૧) હજાર વર્ષનું છે. સર્વથા સુષમાના પ્રભાવથી રહિત અને અત્યંત દુઃષમાના પ્રભાવવાળી છે. એવા છ (૬) ભાગ અવસર્પિણીના જાણવા.
૦ અહીં સુષમસુષમામાં મનુષ્યોની સરીરની ઉંચાઈ (અવગાહના) ત્રણ ગાઉની હોય છે, ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય છે અને કલ્પવૃક્ષ આદિ શુભ પરિણામવાળાં અનેક હોય છે. બાદ આ શરીરની અવગાહના આયુષ્ય આદિમાં પછીના ભાગોમાં અનંતગુણી હાનિ થાય છે.
[શંકા - ઉચ્ચપણું એટલે સ્વ અવગાહ મૂળ ક્ષેત્ર કરતાં ઉપરના આકાશપ્રદેશોની સાથે અવગાહ (અવગાહીને રહેવું) છે. તેના પર્યાયો અસંખ્યાત જ છે, માટે અનંત ભાગે હાનિ કેવી રીતે? એ પ્રમાણે આયુષ્યના એક સમય ન્યૂન આદિરૂપ પર્યાયો અસંખ્યાત જ, કેમ કે-આયુષ્યની સ્થિતિ અસંખ્યાત સમયરૂપ છે, તો કેવી રીતે આયુષ્યના અનંતા પર્યાયોથી હાનિ ? સમાધાન - પ્રથમ આરામાં પ્રથમ સમયમાં ઉત્પન્ન શરીરનું ઉચ્ચપણું હોય છે તેના કરતાં દ્વિતીય વગેરે સમયોમાં ઉત્પન્ન જેટલા એક પ્રતરમાં અવગાહીરૂપી પર્યાયોની હાનિ થાય છે, તેટલા અનંતા પુદ્ગલો હીયમાન (હીનતાને પામતા) જાણવા, કેમ કે-આધારની હાનિમાં આધેયની હાનિ આવશ્યક છે. તેથી ઉચ્ચ પર્યાયોનું પણ અનંતપણું સિદ્ધ છે, કેમ કે- આકાશપ્રતરમાં અવગાહ પુદ્ગલોના ઉપચયથી સાધ્ય છે. આ પ્રમાણે સમયે સમયે હીયમાન (ઘટતી) સ્થિતિ, સ્થાનના કારણભૂત અનંતા આયુષ્યકર્મના દળિયાઓ હાયમાન થાય છે. તેથી કારણની હાનિમાં કાર્યની હાનિ આવશ્યક હોઈ અને તે આયુષ્યકર્મના દળિયાઓ ભવ્યસ્થિતિમાં કારણભૂત હોવાથી આયુષ્યના પર્યાયો જ સમજવા. એથી તે અનંતા કહેવાય છે.]
૦ સુષમામાં બે (૨) ગાઉની શરીરની ઉંચાઈ, બે પલ્યોપમનું આયુષ્ય અને કલ્પવૃક્ષ આદિ.
૦ સુષમદુઃષમામાં એક (૧) ગાઉની શરીરની ઉંચાઈ, (૧) એક પલ્યોપમનું આયુષ્ય અને કલ્પવૃક્ષ આદિ.
દુઃષમસુષમામાં પૂર્વ કોટિ (કોડપૂર્વકો)નું આયુષ્ય, પાંચસો (૫૦૦) ધનુષ્ય પ્રમાણ શરીરની ઉંચાઈ. દુઃષમામાં અને દુઃષમદુઃષમામાં શરીરની અવગાહના આદિ અનિયત છે. ૦ તો પણ આ પ્રમાણ કહેવાય છે કે-દુષમામાં તો પ્રારંભમાં સૌ (૧૦૦) વર્ષનું આયુષ્ય અને સાત (૭) હાથની ઉંચાઈ.
૦ છેલ્લા આરારૂપ દુઃષમદુઃષમામાં એક હાથનું શરીર, સોલ (૧૬) વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય અને સઘળી ઔષધિઓની હાનિ, એમ સમજવું. (ફળ પરિપકવ થતાં જે વૃક્ષ નાશ પામે છે, તે ઘઉં-ડાંગર-જવ વગેરે રૂપ ઔષધિઓની હાનિ સમજવી.)