________________
४९१
સૂત્ર - ૨૨-૩-૧૪, અસમ: રિપ: संज्वलनकषायोदयात्संयमप्रतिकूलार्थस्य कस्यचित्सेवना प्रतिसेवना । तथोत्तरगुणानां दशविधप्रत्याख्यानानामन्यतमं प्रतिसेवेतामिति भावः । उपलक्षणश्चैतत् तेन पिण्डविशुद्धयादीनां विराध-कत्वमपि सम्भाव्यते ॥
(૬) પ્રતિસેવનાદ્વારભાવાર્થ - સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયત, મૂલ ઉત્તરગુણના પ્રતિસેવક અને અપ્રતિસેવક હોય છે. પરિહારવિશુદ્ધિક સંયત અપ્રતિસેવક હોય છે. એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સંયત અને યથાખ્યાત સંયતો સમજવા ઇતિ.
વિવેચન - અહીં પરિ-નિ-વિ, આવા ઉપસર્ગ પૂર્વમાં હોય, પછીથી આવેલ “ર્ષ-વૃ' ધાતુથી કે “ષિ-વુ ધાતુથી “ષ' પણાનું વિધાન હોવાથી પ્રતિઉપસર્ગ પૂર્વે હોય અને પછીથી આવેલ “ષ-વૃધાતુમાં “ષ' પણાની પ્રાપ્તિ નહિ હોવાથી “પ્રતિસેવ્યતે' પ્રતિસેવાય તે “પ્રતિસેવના,” આવી જ વ્યુત્પત્તિ છે. આ જ કાર વિરાધનાદ્વાર' તરીકે કહેવાય છે.
આ, સા. સં. અને છે. સંત રૂપ બંને પ્રતિસેવક અને અપ્રતિસેવક હોય છે. જો પ્રતિસેવક છે, તો અનાશ્રવ (સંવરરૂપ) એવા પ્રાણાતિપાતવિરમણ આરિરૂપ મૂલગુણોમાંથી કોઈ એક મૂલગુણનો વિરાધક હોઈ શકે. અર્થાત્ પ્રતિસેવના એટલે સંજવલનકષાયના ઉદયથી સંયમપ્રતિકૂળ કોઈ એક અર્થની પ્રતિસેવના વિરાધના, તેમજ ઉત્તરગુણરૂપ દશ પ્રકારના પચ્ચખાણોમાંથી કોઈ એક પચ્ચકખાણની પ્રતિસેવના કરે, એવો ભાવ છે. આ પદ ઉપર લક્ષણ રૂપ છે, તેથી પિંડવિશુદ્ધિ આદિની પણ વિરાધના સમજવી.
ज्ञानद्वारमाचष्टे -
ज्ञानद्वारे-सामायिकादिचतुर्णा द्वे वा त्रीणि वा चत्वारि वा ज्ञानानि भवन्ति । यथाख्यातस्यैकादशद्वादशगुणस्थानयोश्चत्वारि ज्ञानानि, ऊर्ध्वगुणस्थानयोः केवलज्ञानं મવતીતિ ૧૪ . ___ ज्ञानद्वार इति । द्वे वेति । आभिनिबोधिकज्ञानश्रुतज्ञाने इत्यर्थः । त्रीणि वेति । आभिनिबोधिकश्रुतावधिज्ञानानि, आभिनिबोधिश्रुतमनःपर्यवज्ञानानि वेत्यर्थः । चत्वारि वेति, आभिनिबोधिकश्रुतावधिमनःपर्यवज्ञानानीत्यर्थः । चत्वारि ज्ञानानीत्युत्कर्षेणेति शेषः, तथा च छद्मस्थवीतरागयथाख्यातचारित्रिणो द्वे वा त्रीणि वा चत्वारि वा ज्ञानानि भवन्तीति भावः । ऊर्ध्वगुणस्थानयोरिति, सयोग्ययोगिगुणस्थानयोरित्यर्थः ।।
(૭) જ્ઞાનદારભાવાર્થ – સામાયિક સંયત આદિ ચારને બે જ્ઞાનો, ત્રણ જ્ઞાનો કે ચાર જ્ઞાનો હોય છે. અગિયાર (૧૧)મા અને બાર(૧૨)મા ગુણસ્થાનકવર્તી યથાખ્યાત સંયતને ઉત્કૃષ્ટથી ચાર (૪) જ્ઞાનો હોય છે. ઉપરના એટલે તેર(૧૩)મા અને ચૌદ (૧૪)મા ગુણસ્થાનમાં કેવળજ્ઞાન હોય છે.