________________
तत्त्वन्यायविभाकरे
લક્ષણ – સ્વધર્મ ખાતર દેહપાલજન્ય સાધુષ્કૃત યાચનાની લજ્જાનું પરિહારપણું, એ લક્ષણ છે.
પદકૃત્ય – રંગ આદિ કૃત લજ્જાપરિહારમાં અતિવ્યાપ્તિના પરિહાર માટે કર્તૃક સુધીનું વિશેષણ દળ છે. દેહની પુષ્ટિની અભિલાષાથી સાધુએ કરેલ યાચનાની લજ્જાપરિહારમાં અતિવ્યાપ્તિના પરિહાર માટે ‘સ્વધર્મદેહપાલન જન્યુતિ’ પદ મૂકેલ છે.
ચારિત્રમોહનીયનો ઉદય હોયે છતે યાચનાની લજ્જાનો સંભવ હોઈ નવમા ગુણસ્થાનક સુધી યાચના૫રીષહનો સંભવ છે. તે યાચનાપરીષહનો વિજય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જન્ય છે. હવે અલાભપરીષહને કહે છે
४६६
અલાભપરીષહ - જરૂરી વસ્તુ માંગેલી છતાંય, જેની પાસે ધન છે તે પુરુષ કદાચ તે વસ્તુ આપે છે, કદાચ નથી આપતો, ત્યાં અમારો અસંતોષ કયો ?, કે જે નથી આપતો ઇતિ આદિ રૂપથી વિચાર કરનારો, જો અવિકારી ભાવવાળો થાય ત્યારે અલાભપરીષહનો જય થાય.
યાચિત વસ્તુના અલાભજન્ય વિષાદ(ખેદ)ના આલંબનનો અભાવ અલાભપરીષહનું
લક્ષણ લક્ષણ છે.
.
પદકૃત્ય - ઇતર (અલાભપરીષહ સિવાયના બીજા) પરીષહોમાં અતિવ્યાપ્તિના નિવારણ માટે પ્રયુક્ત પર્યન્તનું પદ છે. યાચિત વસ્તુ અલાભપ્રયુક્ત જ જો લક્ષણ કરવામાં આવે, તો વિષાદના આલંબનમાં અતિવ્યાપ્તિ થાય. માટે ‘વિષા દાનવલું બનત્વ' કહેલું છે. અલાભ-લાભાન્તરાયના ઉદયથી જન્ય હોવાથી બારમા ગુણસ્થાનક સુધી સંભવિત હોવાથી ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી આ જયરૂપ પરીષહનો અવતાર થાય છે.
હવે રોગપરીષહને કહે છે
રોગપરીષહ -‘રોગોદ્ભવે' ઇત્યાદિ. તાવ-અતિસાર-કાસ-દમ આદિ મહાન્ રોગની ઉત્પત્તિ હોયે છતે, ગચ્છમાંથી નીકળેલાઓ અને જિનકલ્પિક આદિ ચિકિત્સા (પ્રતિકા૨) કરાવવામાં પ્રવર્તતા નથી. પરંતુ સારી રીતે પોતે કરેલા કર્મનું આ ફળ ઉદયમાં આવેલ છે, એમ વિચાર રાખી તેને સહન કરે છે. ગચ્છવાસીઓ તો અલ્પબહુત્વ (લાભાલાભ-ગુણ-દોષ)ની વિચારણા કરી સારી રીતે સહન કરે છે. અથવા શાસ્ત્રમાં કહેલ વિધિ વડે ચિકિત્સા (પ્રતિકાર)ને પણ કરે છે-કરાવે છે અને આ પ્રમાણે રોગનો જય થાય !
લક્ષણ - શાસ્રકથિત પ્રમાણે પ્રતિકારરૂપ અનુષ્ઠાન અને પ્રગટ થયેલ રોગનું સહનપણું લક્ષણ છે. સર્વથા ચિકિત્સાનો અભાવ કરવો જોઈએ, એવા નિયમના અભાવનું સૂચક ‘યથાશાસ્ત્રાનુષ્ઠાન’- એવું પદ છે. તે સભ્યપદથી લભ્ય થાય છે. વેદનીયના ઉદયથી જન્ય હોઈ રોગપરીષહનો સઘળા ગુણસ્થાનોમાં સંભવ જાણવો.
तृणस्पर्शपरीषहमाह
जीर्णशीर्णसंस्तारकाधस्तनतीक्ष्णतृणानां कठोरस्पर्शजन्यक्लेशसहनं तृणस्पर्शपरीषहः । शरीरनिष्ठमलापनयनानभिलाषो मलपरीषहः । वेदनीयक्षयोपशमजन्या एते ।