________________
સૂત્ર - રૂ૫, સનમ: શિર :
४५९
દંશપરીષહને કહે છે - ભાવાર્થ – સમભાવથી ડાંસ-મચ્છર આદિના ઉપદ્રવનું સહન “દંશપરીષહર છે. આ પરીષહ વેદનીયક્ષયોપશમનન્ય છે. દોષવાળા વસ્ત્ર આદિના પરિહારથી અલ્પ મૂલ્યવાળા વસ્ત્ર આદિથી વર્તવું. અવસ્ત્રપરીષહ અપ્રીતિના કારણભૂત સંયોગની હાજરી હોવા છતાં સમતાનું આલંબન લેવું, એ અરતિપરીષહ.” કામબુદ્ધિથી સ્ત્રી આદિના અંગ-પ્રત્યંગ આદિ જન્ય ક્રિયાઓના અવલોકન-ચિંતનથી અટકવું, એ “સ્ત્રીપરીષહ. અને આ પરીષહો ચારિત્રમોહનીય ક્ષયોપશમથી જન્ય છે.
વિવેચન - દેશપરીષહો=ડાંસ-મચ્છર-માંકડ-વીંછી વગેરે મુદ્ર જંતુઓ દ્વારા બાધાવાળો હોવા છતાં, પોતાના કર્મના વિપાકનું ચિંતન કરનારો તે સ્થાનથી ખસે નહિ; વળી તે ડાંસ આદિને હટાવવા માટે ધૂમાડોવિદ્યા-મંત્ર-ઔષધિ આદિનો પ્રયોગ કરે નહિ; અથવા પંખા વગેરેથી ડાંસ આદિનું નિવારણ ન કરે ! તથાચ ડાંસ આદિના ઉપદ્રવનો જય થઈ શકે.
લક્ષણ – સમભાવથી ડાંસ વગેરે ઉપદ્રવોનું સહનપણું લક્ષણ છે. ડાંસ આદિનો ઉપદ્રવ પણ સઘળા ગુણસ્થાનોમાં સંભવે છે. આ પાંચ સુધા આદિનું વેદનીયનો ઉદય થયે છતે આગમન છે, તે ક્ષુધા આદિના જયો ચારિત્રમેહનીયના ક્ષયોપશમ આદિથી જન્ય છે, માટે જ કહે છે.
વેદનીય છતે ક્ષયોપશમજન્ય એટલે કે-ચારિત્રમોહનીયના ક્ષયોપશમજન્ય, એવો અર્થ સમજવો, કેમ કે-સહન ચારિત્રરૂપ છે. એ પ્રમાણે આગળ ઉપર સમજવું.
૦ વળી શ્રી ભગવતીસૂત્રની ટીકામાં કહ્યું છે કે-“આ પરીષદોમાં પીડા જ માત્ર વેદનીય છે. તેનું અધિસહન તો ચારિત્રમોહનીયના ક્ષયોપશમ આદિથી જન્ય છે, કેમ કે- અધિસહન ચારિત્રરૂપ છે.” ઇતિ.
સહન, કેવલ ચારિત્રમોહનીય ક્ષયોપશમ આદિ જન્ય હોઈ, “વેદનીય ચારિત્રાવરણ ક્ષયોપશમજન્ય'એમ નહિ કહીને કેવળ “વેદનીય ક્ષયોપશમજન્ય છે'-એમ કહેલ છે. અર્થાત્ સુધા આદિ વેદનીય છે અને સુધા આદિ જન્ય ચારિત્રમોહનીય ક્ષયોપશમનન્ય છે. એટલે સુધા આદિમાં અને સુધા આદિના જયમાં કારણને દેખાડવા માટે તેવા પ્રકારનો ઉપન્યાસ કરેલ છે. (સુધા આદિમાં વેદનીય કારણ છે અને સુધા આદિના જયમાં ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ કારણ છે, એમ જણાવવા માટે તેવો વાક્યરચનારૂપ ઉપન્યાસ કરેલ છે.)
૦ જ્ઞાનાવરણ-વેદનીય-મોહનીય-અન્તરાય (મોહનીયના) દર્શનમોહનીય-ચારિત્રમોહનીય-એ બે ભેદ જુદા પાડીને પાંચ ભેદ ન પાડીએ તો, એમ ચાર કર્મપ્રકૃતિઓનો ઉપદ્રવ હોય છતે જીતવાલાયક સાધ્ય બાવીશ (૨૨) સુધા આદિની ઉત્પત્તિ યોગ પ્રમાણે થાય છે.
૦ આ પાંચ જ પરીષો, વેદનીય હોયે છતે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ આદિ જન્ય છે એમ નહિ કહેવું, કેમ કે બીજા પરીષદોમાં પણ વેદનીય હોયે છતે ચારિત્રમોહનીય ક્ષયોપશમ આદિ જન્યત્વનો સદ્ભાવ છે. પરંતુ પરીષહોના ક્રમને ઉદ્દેશીને જ આમ કહેલ છે, એમ સમજવું.