________________
४४८
तत्त्वन्यायविभाकरे
લક્ષણ અને લક્ષણપદ ચર્ચાયોગ સંબંધી સન્માર્ગમાં પ્રવૃત્તિ-ઉન્માર્ગથી અપ્રવૃત્તિ(નિવૃત્તિ)થી જન્ય આત્મસંરક્ષણપણું ગુપ્તિનું લક્ષણ છે, તેથી વચનમાં અને મનમાં ગમન-આગમનનો અભાવ હોવાથી અવ્યાપ્તિની શંકા નથી. “રાગષમાં અપરિણત પુરુષે કરેલ એવું પણ લક્ષણમાં ગોઠવવું,'તેનાથી મજબૂત બંધનથી બાંધેલ ચોર આદિએ કરેલ યોગ સંબંધી નિગ્રહ, એ ગુપ્તિરૂપે ગણાતો નથી, કેમ કે-અહીં રાગ-દ્વેષની પરિણતિ છે.
૦ યોગોનો સર્વથા નિરોધ અથવા યોગ પ્રવૃત્તિ દ્વારા મોક્ષમાર્ગાનુકૂલ પરિણામ ગુપ્તિ તરીકે કહેવાય છે.
૦ આ ગુપ્તિઓમાં સર્વથા કાય આદિ ચેનિરોધ ગુપ્તિરૂપે વિવક્ષિત હોવાથી, ગુપ્તિનું વ્યાપકપણું હોવાથી, (ગુપ્તિનું વ્યાપકપણે એવી રીતે છે કે-જે સમિતિવાળો છે, તે નિયમથી ગુપ્તિવાળો છે. ખરેખર, ગુપ્તિઓ પ્રતિચાર અને અપ્રતિચાર રૂપે ઉભય રૂપ છે. પ્રતિચાર એટલે કાયિક અને વાચિક વ્યાપાર. તથાચ જે સમિતિવાળો, સમ્યગુગમન ભાષણ આદિ ક્રિયામાં પ્રવૃત્ત (પ્રવૃત્તિવાળો) છે, તે ગુપ્ત પણ હોય છે. જે કાયવચનનો નિરોધ કરીને શુભ મનની ઉદીરણા કરતાં ધર્મધ્યાન આદિમાં ઉપયુક્ત ચિત્તવાળો થાય છે, તે ગુપ્ત (ગુપ્તિવાળો) કહેવાય છે. પરંતુ સમિતિ (સમિતિવાળો) કહેવાતો નથી, કેમ કે તે ગુપ્તિનું કેવલ અપ્રતિચારપણું છે એમ જણવું.) વ્યાપ્યભૂત ઇસમિતિ આદિમાં અતિવ્યાપ્તિની શંકાનો સંભવ નથી, કેમ કે-પરિમિત કાળરૂપ વિષયવાળો યોગનો નિગ્રહ પણ ગુપ્તિ છે. તે ગુપ્તિમાં અસમર્થની શુભોમાં પ્રવૃત્તિ સમિતિ છે, આવો ભેદ છે.
કાયમુર્તિનું નિરૂપણ કરે છે કે – ‘શયનેતિ અર્થાત્ લક્ષણ અને લક્ષણપદ ચર્ચા
શયન આદિ વિષયવાલી ક્રિયાનું નિયમપણું લક્ષણ છે. નેત્રની અંદ આદિરૂપ સ્વાભાવિક ક્રિયાના કુતૂહલથી કરેલ નિયમમાં અતિવ્યાપ્તિના વારણ માટે શયન આદિ વિષયક, એવું પદ મૂકેલ છે. શયન આદિ વિષયક માનસિક નિયમમાં અતિવ્યાપ્તિના નિવારણ માટે “કાયક્રિયા—એવું પદ મૂકેલ છે.
ઉચ્છંખલ પુરુષે કરેલ શયન આદિ વિષયક નિયમમાં અતિવ્યાપ્તિના વારણ માટે નિયમપદથી શાસ્ત્રીય (શાસ્ત્રવિહિત) નિયમ લેવાનો છે.
શયન - તથાચ રાત્રિના પ્રથમ પ્રહર પછી ગુરુઓની અનુજ્ઞાપૂર્વક પ્રમાણવાળી વસતિ(સ્થાન)માં સ્વ અવકાશને (પોતાની (વા) હાથપ્રમાણ ભૂમિપ્રદેશોને) જોવા-પ્રજવાપૂર્વક સંથારો અને ઉત્તરપટ્ટાને બીછાવી (પાથરી), પાદ (પગ) સહિત કાયાને ઉચ-નીચે (મુખવત્રિકા-રજોહરણ વડે) પ્રમાર્જીને (પૂજીને) અનુજ્ઞા મળ્યા બાદ સંથારામાં અવસ્થિતિવાળો, સામાયિક-નમસ્કાર કરનારો (કરેમિ ભંતે અને નવકાર મંત્ર કરનારો) થઈ, ડાબા હાથરૂપી ઓશિકાવાળો, જાનુ (ઢીંચણના)ના આકુંચન (સંકોચ)વાળો, અથવા કૂકડાની માફક આકાશમાં પસારેલ જંઘાવાળો, અથવા પ્રમાર્જેલ પૃથ્વીતળ ઉપર પગને મૂકનારો, સંકોચસમયમાં ફરીથી સંડાશાને (ઢીંચણોને) પ્રમાર્જનારો, ઉદ્વર્તના (પાસુ બદલતાં)ના કાળમાં રજોહરણથી કાયાનું પ્રમાર્જન કરનારા અને અત્યંત તીવ્ર નિદ્રાવાળો બન્યા સિવાય શયન કરે.
આસન - જે ભૂમિપ્રદેશમાં બેસવાનું છે, તે વિવક્ષિત આસન કહેવાય છે. ત્યાં નિરીક્ષણ અને પ્રમાર્જન કરી સંથારાથી બહાર બીછાવવાના ઊનના આસનરૂપ નિષદ્યાને પાથરીને બેસે. તે આસન ઉપર બેઠેલો પણ