________________
मंगलाचरण
મંગલની સત્તામાં સમાપ્તિ રૂપ કે વિબવંસ રૂપ કાર્યની સત્તા, એ અન્વય, મંગલ રૂપ કારણના અભાવમાં સમાપ્તિ કે વિધ્વધ્વંસ કે નિર્વિઘ્ન સમાપ્તિ રૂપ કાર્યનો અભાવ તે વ્યતિરેક, એવં અન્વય વ્યતિરેક દ્વારા કાર્ય-કારણનો નિશ્ચય થાય છે.
જો કે કોઈક ગ્રંથમાં મંગલ રૂપ કારણ નથી, છતાં વિનના અભાવ દ્વારા સમાપ્તિ દેખાય છે. એટલે વ્યતિરેક વ્યભિચાર (કારણાભાવમાં પણ કાર્યોત્પત્તિ રૂ૫) અર્થાત્ કિરણાવલી આદિ ગ્રંથમાં મંગલના અભાવમાં પણ સમાપ્તિ દેખાય છે, માટે વ્યતિરેક વ્યભિચાર છે.
તેમજ કાદંબરી આદિ ગ્રંથમાં મંગલની સત્તા હોવા છતાં સમાપ્તિનો અભાવ છે, અર્થાત્ કારણની સત્તામાં પણ કાર્યની અનુત્પત્તિ રૂપ અન્વયે વ્યભિચાર છે, તો સમાપ્તિ પ્રત્યે મંગલની કારણતા નથી. તેમજ સ્વતઃ વિપ્નના અત્યંત અભાવવાળા પુરુષ વડે કરાયેલ ગ્રંથની સમાપ્તિ હોવાથી મંગલ, વિધ્વધ્વંસ દ્વારા સમાપ્તિ પ્રત્યે અકારણ છે. અર્થાત્ અમુક સ્થળે સમાપ્તિ પ્રત્યે વિધ્વધ્વંસ દ્વારા મંગલની અકારણતા છે, કેમ કે-વિજ્ઞના અત્યંત અભાવથી પણ સમાપ્તિ રૂપ કાર્યનો ઉદય થવાથી મંગલની વ્યર્થતાની આપત્તિ છે.
અને તે તે વિધ્વધ્વંસજન્ય સમાપ્તિ પ્રત્યે મંગલની કારણતામાં અનંત કાર્ય-કારણની કલ્પનાનો ગૌરવ હોવાથી, સમાપ્તિ માત્ર પ્રત્યે મંગલનું કારણપણું નહિ હોવાથી વિખધ્વસ રૂપ કાર્ય પ્રત્યે મંગલ કારણ છે. વિધ્વધ્વંસત્યેન મંગલત્વેન કાર્ય-કારણભાવ સમજવો.
ન્યૂન મંગલયુક્ત ગ્રંથોમાં મંગલ દ્વારા વિપ્નનો નાશ થવા છતાં વિધ્વની પ્રચૂરતા કે બલવત્તરતાથી સમાપ્તિ નથી દેખાતી, માટે પ્રચૂર-બલવત્તર વિનના નાશ પ્રત્યે પ્રચૂર બલવત્તર મંગલ કારણ છે એમ માનવું.
સર્વથા મંગલ વગરના ગ્રંથોમાં તો નિર્વિઘ્ન પરિસમાપ્તિ દેખાતી હોઈ ભલે વાચિક મંગલ ન હોય, પણ માનસિક આદિ જન્માન્તરીય મંગલ અનુમાનયોગ્ય છે, કેમ કે-કાર્યનો જોઈ કારણનું અનુમાન સર્વવાદિતંત્રસંમત છે. જેમ કે- ધૂમાડાને જોઈ અગ્નિનું અનુમાન. અતઃ સામાન્યતઃ ગ્રંથસમાપ્તિ પ્રત્યે વિધ્વધ્વંસ દ્વારા મંગલ કારણ છે, એ માનવું ઉચિત છે.
શંકા- કિરણાવલી આદિમાં સમાપ્તિ વિજ્ઞવૅસજન્ય નથી પરંતુ વિપ્નના અત્યંત અભાવ પ્રયુક્ત છે, એમ માનીએ તો શો વાંધો?
સમાધાન- સમાપ્તિ પ્રત્યે વિધ્વધ્વંસ કે વિપ્ન અત્યંત અભાવપ્રયોજક છે. બેમાંથી કોણ પ્રયોજક છે, એના નિર્ણયમાં (એકતરપક્ષ સાધિકારયુક્તિ) વિનિગમનાનો વિરહ છે-એકતરપક્ષપાતી પ્રમાણરૂપ વિનિગમનાનો અભાવ છે.
શંકા-મંગલનું નહિ દેખાવું, એ જ મંગલ વગરના ગ્રંથમાં ગ્રંથસમાપ્તિ પ્રત્યે અને વિદ્ધના અત્યંત અભાવની પ્રયોજકતાની સિદ્ધિમાં એકતરપક્ષસાધક પ્રમાણ રૂપ વિનિગમક છે ને?
સમાધાન-અગ્નિના અદર્શનવાળા પર્વતમાં, ધૂમદર્શનથી વહ્નિસાધ્યના અનુમાનની અનુપપત્તિ થઈ જશે, કેમ કે-અગ્નિનું અદર્શન છે.
શંકા-પર્વત સિવાયના સ્થલમાં મહાનસ આદિમાં, ધૂમની સત્તામાં વતિનું દર્શન હોવાથી અહીં પર્વતમાં ધૂમથી તે વદ્ધિનું અનુમાન થાય છે જ ને?