________________
સૂત્ર - ૨૬, સમ: વિર:
४३७
તેરમા ગુણસ્થાનનું વર્ણનભાવાર્થ - ત્રણ યોગવાળાનું, કેવલજ્ઞાનનું ઉત્પાદકસ્થાન, એ “સયોગીગુણસ્થાન.” આ ગુણસ્થાન ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ પ્રમાણવાળું છે, જઘન્યથી અન્તર્મુહૂર્તનું છે.
વિવેચન - મન-વચન-કાયયોગ રૂપ ત્રણ યોગવાળાનું કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવમાં પ્રયોજકસ્થાન “સયોગી ગુણસ્થાન.” યોગ એટલે વીર્ય અંતરાયના ક્ષય કે ક્ષયોપશમથી પેદા થયેલ લબ્ધિવિશેષથી પ્રગટેલ જીવનો વીર્યવિશેષ. સ્થાન-ઉત્સાહ-પરાક્રમ-ચેષ્ટા-શક્તિ-સામર્થ્ય આદિ પર્યાયવાળો છે, તે સકરણઅકરણના ભેદથી બે પ્રકારનો છે.
અકરણ વિર્ય=જોય (જ્ઞાનવિષય) દશ્ય (દર્શનવિષય) રૂ૫ સમસ્ત વસ્તુઓમાં ઉપયોગવાળા કેવલીનો જે આ અપ્રતિહત-વિશિષ્ટ વીર્ય, તે અકરણ કહેવાય છે. તે અહીં વિવક્ષિત નથી. મન-વચન-કાયરૂપી કરણજન્ય યોગ તો અહીં વિવક્ષિત છે. તે યોગોથી યુક્ત કેવલી “સયોગીકેવલી” રૂપે કહેવાય છે. કેવલીને પણ મન-વચન-કાયજન્ય યોગો (વ્યાપારો) હોય છે. કેવલીમાં કાયયોગ જવા આવવામાં આંખ મીંચવીઉઘાડવી ઈત્યાદિ ક્રિયામાં વચનયોગ=ધર્મદશના આદિમાં અને મનોયોગ અનુત્તરવિમાનવાસી દેવોએ કે મન:પર્યવજ્ઞાની મુનિઓએ મનદ્વારા પૂછેલા પ્રશ્નના જવાબમાં મનોયોગનો ઉપયોગ છે. તે અનુત્તરવિમાનવાસી દેવો કે મન:પર્યવજ્ઞાની મુનિઓ, ખરેખર, ભગવંતે પ્રયોગમાં લીધેલા મનોદ્રવ્યોને અવધિજ્ઞાન વડે કે મન:પર્યવજ્ઞાન વડે જુએ છે અને જોયા બાદ તેઓ વિવક્ષિત વસ્તુના આલોચનાના આકારની અન્યથા અનુપપત્તિથી પૂછેલા બાહ્ય અર્થને, અલોકસ્વરૂપ આદિને પણ જાણે છે.
૦ આ સયોગીકેવલી તીર્થકર અને અતીર્થકર હોય છે.
૦ ખરેખર, જેણે પૂર્વભવમાં શ્રી અરિહંત-સિદ્ધ-પ્રવચન-ગુરુ-સ્થવિર-બહુશ્રુત અને તપસ્વીઓમાં, વાત્સલ્ય આદિથી (૨૦) વીસ પવિત્ર સ્થાનકોથી શ્રી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલ છે, તેનો ઉદય થવાથી ત્રિભુવનના અધિપતિ, જિનેન્દ્ર-તીર્થકર ચોત્રીસ (૩૪) અતિશયોથી યુક્ત તીર્થપ્રવર્તક થાય છે.
જેની પાસે તીર્થકરકર્મ નથી, તે અતીર્થકર અર્થાત્ સામાન્ય કેવલી કહેવાય છે. કેવલીઓની આ ગુણસ્થાનમાં સ્થિતિને કહે છે. (૮૪) લાખને (૮૪) લાખે ગુણતાં જે સંખ્યા મળે છે, તે “પૂર્વ' કહેવાય છે. તે પૂર્વેની કોટિ એટલે ક્રોડપૂર્વ, તે દેશોન ક્રોડપૂર્વ, આ ગુણસ્થાનનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. કાંઈક ન્યૂન નવ વર્ષ રૂપ “દેશોન'નો અર્થ સમજવો. જઘન્ય કાળમાનને કહે છે કે-“જઘન્યતઃ” ઇતિ.
૦ અહીં આમ સમજવાનું છે કે-જે કેવલીભગવંતની આયુષ્યની સ્થિતિ વેદનીય-નામ-ગોત્રકર્મોની સ્થિતિ કરતા ન્યૂન હોય છે, ત્યારે તે કેવલી, તે વેદનીય આદિ કર્મોની સ્થિતિને સરખી (આયુષ્યની સ્થિતિ સમાન) કરવા માટે સમુદ્ધાતને કરે છે, બીજા નહિ.
૦ સમુદ્ધાતનો અર્થ અને પ્રસંગોપાત તેના ભેદોનું સ્વરૂપ. ત્યાં વેદના આદિની સાથે એકીભાવએકતાને પામેલો જીવ, કાળાંતરે ભોગવવાયોગ્ય ઘણા વેદનીય આદિ કર્મપ્રદેશોને (પુદ્ગલોને) ઉદીરણના નામકરણ માટે આકર્ષીને ઉદયમાં ફેંકી-ખપાવી નાખવા, તે “સમુદ્ધાત' કહેવાય છે.