________________
સૂત્ર - ૨૮-૨૧, સનમ: વિસરા:
४३५
વિવેચન - જે ગુણસ્થાનમાં ક્ષપકશ્રેણિ દ્વારા સઘળા કષાયોને સત્તા વગરના કરવાનું થાય છે, તેવું સ્થાન ક્ષીણમોહ ગુણસ્થાન' એવો અર્થ સમજવો. આ ક્ષપકશ્રેણિનો ભવચક્રમાં એક જીવને એક જ વાર સંભવ હોઈ કહે છે કે-“ક્ષપકશ્રેણિ.
અર્થાત્ અહીં ઉપાજ્ય (છેલ્લાના પહેલા) સમયમાં નિદ્રા અને પ્રચલાને ખપાવે છે અને ક્ષીણમોહના છેલ્લા સમયમાં ચક્ષુદર્શન આદિ રૂપ દર્શનચતુષ્ક-જ્ઞાનાવરણ પંચક-અંતરાય પંચકોને ખપાવે છે. ત્યારબાદ સમસ્ત સામાન્ય વિશેષ પ્રકાશક કેવળજ્ઞાનવાળો થાય છે.
૦ આ ગુણસ્થાનમાં વર્તતો જીવ દર્શનચતુષ્ક-જ્ઞાનાવરણ પંચક-અંતરાય પંચક-ઉચ્ચ ગોત્ર-યશરૂપ સોલ (૧૬) કર્મપ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થવાથી એક (૧) શાતાવેદનીયનો બંધક છે.
૦ સંત લોભ, ઋષભનારાંચના ઉદયનો વિચ્છેદ થવાથી (૫૭) સત્તાવન કર્મપ્રકૃતિના ઉદયવાળો છે. ૦ લોભની સત્તાનો ક્ષપક હોવાથી ૧૦૧ એકસોએકની સત્તાવાળો થાય છે.
૦ તથા ચોથા ગુણસ્થાનમાં એક પ્રકૃતિનો ક્ષય (નારક આયુષ્યની સ્થિતિનો સત્તાનો અભાવ), પાંચમા ગુણસ્થાનમાં એક પ્રકૃતિનો ક્ષય (તિર્યંચ આયુષ્યની સ્થિતિનો સત્તાનો અભાવ), સાતમા (૭) ગુણસ્થાનમાં આઠ કર્મપ્રકૃતિનો ક્ષય (દર્શનમોહનીય સપ્તકનો ક્ષય, દેવાયુષ્યની સ્થિતિનો અભાવ), નવમા (૯) ગુણસ્થાનમાં ૩૬ કર્મપ્રકૃતિઓનો ક્ષય (૨-નરકદ્ધિક, ૪-તિર્યંચદ્રિક, પ-સાધારણ, ૬-ઉદ્યોત, ૭-સૂક્ષ્મ, ૧૦-વિકલત્રિક, ૧૧-એકેન્દ્રિય જાતિ, ૧૪-સ્યાનદ્વિત્રિક, ૧૫-આતપ, ૧૬-સ્થાવર, ૨૪-મધ્યમ કષાયાષ્ટક, ૨૫-નપુંસકવેદ, ર૬-સ્ત્રીવેદ, ૩ર-હાસ્યાદિ છ (૬), ૩૩-રૂંવેદ, સં. ૩૪-ક્રોધ, ૩૫-માન, ૩૬-માયારૂપ (૩૬) કર્મપ્રકૃતિઓનો ક્ષય), બારમા (૧૨) ગુણસ્થાનમાં ૧૭ કર્મપ્રકૃતિઓનો ક્ષય (૧-સં. લોભ, ૩-નિદ્રાદ્ધિક, ૮-જ્ઞાનાવરણ પંચક, ૧૩-અંતરાય પંચક, ૧૭-દર્શનાવરણીય ચતુષ્ક, એમ સત્તર કર્મપ્રકૃતિનો ક્ષય. કર્મગ્રંથમાં તો સંત લોભનો દશમાના અંતમાં ક્ષય કથિત છે.), એમ કરીને-એવી રીતે ક્ષીણમોહગુણસ્થાનના અંતમાં (૬૩) કર્મપ્રકૃતિની સ્થિતિનો ક્ષય, બાકીની (૮૫) કર્મપ્રકૃતિઓ ઘસાઈ ગયેલા વસ્ત્ર જેવી સયોગી ગુણસ્થાનમાં હોય છે.
अधुना त्रयोदशं गुणस्थानमाह
योगत्रयवतः केवलज्ञानोत्पादकं स्थानं सयोगिगुणस्थानम् । इदञ्चोत्कृष्टतो देशोनपूर्वकोटिप्रमाणम् । जघन्यतोऽन्तर्मुहूर्तम् । २९ । ___ योगत्रयवत् इति । मनोवाक्काययोगात्मकयोगत्रयवतः केवलज्ञानोद्भवप्रयोजकस्थानमित्यर्थ । योगो नाम वीर्यान्तरायक्षयक्षयोपशमसमुद्भूतलब्धिविशेषाविभूतो जीवस्यो वीर्यविशेषः स्थामोत्साहपराक्रमचेष्टाशक्तिसामर्थ्यादिपर्यायः । स द्विविधः, सकरणोऽकरणश्चेति । ज्ञेयदृश्येष्वखिलवस्तुषूपयुञ्जानस्य केवलिनः केवलज्ञानदर्शनयोर्योऽसावप्रतिघो वीर्यविशेषः सोऽकरणः, स नात्र विवक्षितः । मनोवाक्कायकरणको योगस्त्वत्र विवक्षितः, तैर्योगैरुपेतः केवली