________________
સૂત્ર - ૨૭, સક્ષમ: નિ:
३९५ ગમન-આગમન આદિ વ્યાપારથી થયેલ જીવહિંસા ન થાઓ ! આવા અભિપ્રાયથી તે વ્રત બોલાય છે. તે જો સ્વયં કરેલ કે બીજા પાસે કરાવેલ હોય, તો કોઈ ફળમાં વિશેષ નથી. ઉલ્ટું પોતે જવામાં ઈર્યાપથની વિશુદ્ધિથી ફાયદો છે, બીજાને તો અનિપુણતા હોવાથી ઈર્યાસમિતિના અભાવમાં દોષ છે. એમ પહેલો અતિચાર છે.
૦ (૨) પ્રેષ્યાનયનપ્રયોગ-નિયમિત ક્ષેત્રની બહાર રહેલ સચેતન આદિ દ્રવ્યો નોકર મારફતે ઈષ્ટ ક્ષેત્રમાં મંગાવવા. પોતે જવામાં તો વ્રતનો ભંગ થાય, બીજા પાસે મંગાવવામાં ભંગ નથી, આવી બુદ્ધિ દ્વારા જ્યારે સચેતન આદિ દ્રવ્ય મંગાવે છે, ત્યારે અતિચાર છે.
૦ (૩) શબ્દાનુપાતન-છીંક-ખાંસી-ખોંખારો આદિ શબ્દો કાનમાં ઉતારવા. જેમાં કે-જેણે પોતાનું ઘર, વાડો, કિલ્લો આદિથી પરિમિત ભૂમિપ્રદેશનો અભિગ્રહ કરેલ છે, એવો આત્મા પ્રયોજન ઉત્પન્ન થતાં, નિયમિત ક્ષેત્રથી બહાર વ્રતભંગના ભયથી પોતે જવા અસમર્થ અને બહાર રહેલને બોલાવવા અસમર્થ હોતો, વાડ, કિલ્લા આદિની નજીક ઊભો રહીને ખાંસી-ખોંખારા આદિ શબ્દોને જેને બોલાવવાનો છે તેના કાનમાં પાડે છે અને તે, તે શબ્દોના શ્રવણથી તેની પાસે આવે છે. આવો શબ્દાનુપાતન નામવાળો અતિચાર સમજવો.
૦ (૪) રૂપાનુપાતન-રૂપ એટલે શરીર સંબંધી આકાર, ઉત્પન્ન પ્રયોજનવાળો શબ્દનું ઉચ્ચારણ નહિ કરતો. જેને બોલાવવાનો છે તેની નજરમાં અંગો બતાવે છે અને તેને જોવાથી તે તેની પાસે આવે છે, એટલે સ્વીકારેલી મર્યાદા બહાર રહેલી વ્યક્તિને બોલાવીને કામ કરવાનું હોય ત્યારે આ અતિચાર લાગે છે.
૦ (૫) પુદ્ગલપ્રેરણ-પુદ્ગલો એટલે પરમાણુઓના સમુદાયથી પેદા થયેલા બાદર પરિણામને પામેલા ઢેફાં વગેરે પુદ્ગલોનું ફેંકવું. વિશિષ્ટ દેશનો અભિગ્રહ હોવે છતે કાર્યાર્થી પરઘેર જવાનો નિષેધ હોવાથી, જ્યારે બીજાઓને જણાવવા માટે ઢેફાં વગેરેને ફેંકે છે, તે પડતાંની સાથે તૂર્ત જ તેઓ તેની પાસે દોડતાં આવે છે. ત્યાર બાદ તેઓને કાર્યમાં જોડનારને પોતે નહિ જનારને પણ અતિચાર લાગે છે. એમ પાંચમો અતિચાર લાગે છે.
અહીં પહેલાનાં બે અતિચારો, વિશેષ ઉત્પન્ન થયેલ શબ્દોના અર્થ જણાવનારી શક્તિ અથવા વિશિષ્ટ સંસ્કારરહિત બુદ્ધિ હોઈ, સહસાકાર આદિથી લાગે છે. છેલ્લા ત્રણ અતિચારો માયામાં તત્પરતાના કારણે અતિચાર લાગે છે. એમ વિવેક સમજવો. અહીં દિવ્રતનું સંક્ષેપકરણ, અણુવ્રત આદિના સંક્ષેપકરણનું ઉપલક્ષણ-સૂચન છે, કેમ કે - અણુવ્રતોનો પણ સંક્ષેપ અવશ્ય કર્તવ્ય છે એમ સમજવું.
શંકા - સઘળે સ્થાને દિવ્રતના સંક્ષેપકરણના અતિચારો સંભળાય છે, જ્યારે બીજા વ્રતોના સંક્ષેપકરણના અતિચારો સંભળાતા નથી, તો બીજા વ્રતોનું સંક્ષેપકરણ ‘દેશાવકાશિક' વ્રતરૂપે કહેવાય છે તે
કેવી રીતે ?
સમાધાન - પ્રાણાતિપાતાદિ વિરમણ રૂપ બીજા વ્રતોના સંક્ષેપકરણોમાં વધુ-બંધ આદિ રૂપ જ અતિચારો છે, જ્યારે દિગ્દતના સંક્ષેપકરણમાં તો ક્ષેત્ર સંક્ષિપ્ત કરેલ હોવાથી પ્રેષ્યપ્રયોગ આદિ અતિચારો છે અને ભિન્ન અતિચારોનો સંભવ હોવાથી દિવ્રતનું સંક્ષેપકરણ દેશાવકાશિક રૂપે સાક્ષાત્ કહેલ છે.