________________
३९४
तत्त्वन्यायविभाकरे
(૫) અનાદર-સામાયિક કરવામાં ઉત્સાહ ન રાખવો તે. અર્થાત્ સામાયિક કરવાનો સમય થયો હોય છતાં તેને વિશે પ્રવૃત્તિ ન કરવી. અથવા તો જેમ-તેમ કરીને તરત જ સામાયિક પારવું. એમ પાંચમો અતિચાર છે.
શંકા - કાયદુપ્પણિધાન આદિ હોયે છતે સામાયિકની નિષ્ફળતા હોઈ સામાયિકનો અભાવ થાય ! અતિચાર તો તે સામાયિકની મલિનતા રૂપ હોય છે. આમ સામાયિકનો જ અભાવ હોય છતે આ અતિચાર કેવી રીતે? કેમ કે – ભંગ રૂપ જ આ બધા છે, અતિચાર રૂપ નથી.
સમાધાન - અનાભોગ આદિથી કાયદુપ્પણિધાન આદિનું અતિચારપણું અદુષ્ટ છે.
શંકા - “દ્વિવિધ-ત્રિવિધેન - આ પ્રમાણે સાવદ્ય વ્યાપારનું પ્રત્યાખ્યાન “સામાયિક કહેવાય છે. ત્યાં કાયદુષ્મણિધાન આદિ નિમિત્તે પ્રત્યાખ્યાનનો ભંગ થવાથી સામાયિકનો અભાવ છે. તે સામાયિકના ભંગથી પેદા થયેલ પ્રાયશ્ચિત કરવું જોઈએ. મનોદુમ્બ્રણિધાન અશક્ય પરિહારવાળું છે, કેમ કે -મન અસ્થિર છે એથી સામાયિકના સ્વીકાર કરતાં અસ્વીકાર જ શ્રેયસ્કર છે. કહ્યું છે કે - “અવિધિથી કરવા કરતાં નહિ કરવું ઉત્તમ છે. કેમ, બરોબર છે ને?
સમાધાન - ના, બરોબર નથી, કેમ કે - સામાયિક દ્વિવિધ-ત્રિવિધથી સ્વીકારેલ છે. ત્યાં મન, વચન અને કાયા વડે સાવઘ કરૂં નહિ-કરાવું નહિ, એમ છ પ્રત્યાખ્યાન છે. આમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનનો ભંગ થવા છતાં પણ બાકીનાનો (પાંચનો) સદૂભાવ (વિદ્યમાનતા) હોવાથી, મિચ્છામિ દુક્કડંથી મનોદુપ્પણિધાન માત્રની શુદ્ધિ થવાથી સામાયિકનો અત્યંત સર્વથા અભાવ નથી. આવી જ રીતે સર્વવિરતિ સામાયિકમાં પણ સ્વીકારેલ છે, કારણ કે – ગુપ્તિભંગમાં (મનોદુષ્મણિધાન આદિમાં) મિચ્છામિ દુક્કડું પ્રાયશ્ચિત કહેલું છે, માટે સ્વીકાર કરતાં અસ્વીકાર મોટો શ્રેયસ્કર નથી. વળી અતિચારવાળા પણ અનુષ્ઠાનથી શુદ્ધિના લક્ષ્ય દ્વારા-અભ્યાસ દ્વારા કાળે કરીને નિરતિચાર અનુષ્ઠાન થાય છે, એમ આચાર્યભગવંતો કહે છે. બાહ્યો-ઈતરો પણ કહે છે કે-“અભ્યાસ એ ખરેખર કર્મોમાં કુશળતા અર્પે છે. એક વાર પડવા માત્રથી પાણીનું બિંદુ પણ શિલા ઉપરથી નીચે જતું નથી.
વળી અવિધિથી કરવા કરતાં નહિ કરવું સારું છે, એમ પણ બોલવું વ્યાજબી નથી, કેમ કે-એ વચન ઉસૂત્રવચન છે, એમ સર્વજ્ઞો કહે છે. ધર્માનુષ્ઠાન નહિ કરવાથી મોટું પ્રાયશ્ચિત છે અને અવિધિએ કરવાથી લઘુ પ્રાયશ્ચિત છે. અથવા બીજાના ગુણોમાં દોષ આરોપ કરવાના સ્વભાવવાળા લોકોનું ગુણ ઉપર દોષના આરોપણગર્ભિત વચન છે. ધર્માનુષ્ઠાન નિરંતર કરવું જોઈએ, પણ તે માટે સર્વ શક્તિ દ્વારા વિધિમાં પ્રયત્ન કરવો જોઈએ. આ જ શ્રદ્ધાળુ સમ્યકત્વશાળી જીવનું લક્ષણ છે.
દશમા દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો(૧) પ્રખ્યપ્રયોગ, (૨) પ્રેષઆનયનપ્રયોગ, (૩) શબ્દાનુપાતન, (૪) રૂપાનુપાતન, અને (૫) પુદ્ગલપ્રેરણ (પ). એમ બીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારો છે.
૦ (૧) શ્રેષ્યપ્રયોગ-નોકર વગેરેને નિયમિત ક્ષેત્રની બહાર કાર્ય માટે મોકલવાં. પોતાને જવામાં દિવસ-પ્રહર-મુહૂર્ત આદિ પ્રમાણવાળા દેશાવકાશિક વ્રતનો ભંગ થાય, માટે બીજાઓને મોકલવાં.