________________
तत्त्वन्यायविभाकरे
આદિમાં પ્રવૃત્તિ કરે છે. પરંતુ અભિધેયને સાંભળ્યા વગર કે વિપરીત-ઊલટા અભિધેયને સાંભળી પ્રેક્ષાવંતો કાકદંત પરીક્ષા આદિમાં પ્રવૃત્તિ કરતા નથી, તેમજ પ્રયોજનના ઉદેશ વગર મૂર્ખ પણ પ્રવૃત્તિ કરતો નથી. પ્રયોજન વગર જો પ્રવૃત્તિમાં પરાયણ છે, તો ચેતના-બુદ્ધિ હોય તો શું અને ન હોય તો શું? અર્થાત્ બુદ્ધિનું ફળ તત્ત્વની વિચારણા છે.” આવા ન્યાયથી પ્રયોજન-ફળ પણ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરવું જોઈએ. જો પ્રયોજન અહીં દર્શાવવામાં આવે, તો આ ગ્રંથમાં પ્રેક્ષાવંતોની પ્રવૃત્તિ બંધ થઈ જશે.
જેવી રીતે પ્રયોજનની બાબત છે, તેવી રીતે વાચ્ય-વાચક આદિ સંબંધના અભાવમાં પ્રેક્ષાવંતોની પ્રવૃત્તિનો અસંભવ થવાથી, તે વાચ્ય-વાચક આદિ રૂપ સંબંધ પણ શબ્દોમાં જાહેર કરવો જ જોઈએ.
અભિધેય આદિ ત્રણના કથનના અભાવજન્ય પ્રસંગ પામતી આશંકાના આતંક (રોગ)ના સર્વથા ઉમૂલન માટે પરંપરાપૂર્વક વિશિષ્ટ (અસાધારણ) આદર-બહુમાન નિમિત્તે, આ શાસ્ત્ર અહમૂલક (જનું મૂલ અરિહંત છે) છે-એમ પ્રગટ કરવા માટે, ગુરુપૂર્વક્રમ રૂપ (પરંપરાથી ઉપદેશ-ક્રમશઃ ગુરુપરંપરા-પરમ ગુરુના ઉપદેશથી અનુસારિત્વરૂપ પરંપરાગમ રૂ૫) સંબંધના પ્રદર્શનપૂર્વક અભિધેય આદિ ત્રણને અને પોતાના ગ્રંથના નામને શ્લોક નિબદ્ધ કરે છે. प्रज्ञावैभवसंमदिष्णुकथकप्रौढोक्तिविद्रावण
प्रख्यं जीवगणोपजीवकदयादृष्टिप्रकर्षोज्ज्वलम् । नत्वा श्रीकमलाख्यसूरिमसकृद्ध्यात्वा च जैनागम,
तत्त्वन्यायविभाकरं सुललितं ग्रन्थं प्रकुर्वे मुदा ॥ प्रज्ञावैभवेति । प्रज्ञा-विशेषविषयिणी बुद्धिस्तस्याः वैभवेन-नवनवोन्मेषरूपेण सम्यङ्मदिष्णूनां कथकानां-वावदूकानां याः प्रौढोक्तयः सामान्यविद्वदुर्भेद्यत्वात् तासां विद्रावणेभञ्जने प्रख्यः-प्रसिद्धस्तं, एतेन गुरोः प्रतिभातिशयः स्वसमयस्थापनसामर्थ्यञ्चाविष्कृतम् । जीवगणस्योपजीविकायां-परिपालननिदानभूतायां दयायां दृष्ट्या-अवहितचेतसा प्रकर्षणोज्ज्वलं-निर्मलं, अनेन चानेकनृपतीनामहिंसाधर्मप्रबोधनद्वारा दयाधर्मसंस्थापनकौशल्यं सूचितम् । ध्यानलक्षणकर्त्तव्यापेक्षया पूर्वकालभावित्वात्क्त्वाप्रत्ययान्तं पदमाह-नत्वेति'नमस्कृतिविषयमारचय्येत्यर्थः । आचारश्रुतशरीरवचनवाचनमतिप्रयोगमतिसंग्रहपरिज्ञालक्षणाष्टविधसम्पदः श्रियस्तासां कमलमिव आश्रयत्वात्कमल इति आख्या सार्थकं नाम यस्य सूरेस्तं, असकृत्-वारंवारं, ध्यात्वा-भक्तिश्रद्धाभ्यां मनोमन्दिरे संस्थाप्य, ग्रन्थरचनापेक्षया पूर्वकालभावित्वात् क्त्वाप्रत्ययः । च पुनरर्थको न पुनः समुच्चायकः, एकक्षणावच्छेदेन नमनचिन्तनात्मकद्विविधक्रियाऽसम्भवेन पौर्वापर्यनैयत्यात्, गुरुपरम्परयैव जैनागमस्यात्मनो लाभेन तन्नमनस्य ध्यानपूर्वकालभावित्वस्यैवोचितत्वाच्च । अनेन गुरुपर्वक्रमलक्षणस्सम्बन्धः श्रद्धानुसारिणः प्रति प्रदर्शितः । जयन्तीति जिना रागद्वेषविजेतारस्तैः प्रोक्तमागम-शास्त्र