________________
સૂત્ર - ૨૭, સક્ષમ: વિરઃ
શિક્ષાપદ વ્રતો
૦ શિક્ષાપદ વ્રતો-શિક્ષા એટલે અભ્યાસ. તે શિક્ષા માટે કે તે શિક્ષાના પદો (સ્થાનો-અભ્યાસવિષય)રૂપી વ્રતો ‘શિક્ષાપદ વ્રતો' કહેવાય છે. આ શિક્ષાવ્રતો નિત્ય અભ્યાસયોગ્ય હોવાથી જો કે ગુણવ્રતોમાં સમાવેશ થાય છે, તો પણ ગુણવ્રતો પ્રાયઃ સ્વલ્પકાળની અવિધિવાળા છે એવો શિક્ષાવ્રત અને ગુણવ્રતમાં ભેદ છે, માટે બંને જુદા જુદા કહ્યા છે.
३८१
૦ આ શિક્ષાવ્રતો-(૧) સામાયિક, (૨) દેશાવકાશિક, (૩) પૌષધોપવાસ, અને (૪) અતિથિસંવિભાગ રૂપે ચાર પ્રકારના છે. પહેલાંના બે નિયમપૂર્વક હંમેશાં પ્રતિદિવસ કર્તવ્ય છે, એટલું જ નહિ પરંતુ વારંવાર ઉચ્ચાર કરવા યોગ્ય છે, જ્યારે પાછળના બે પ્રતિનિયત-પર્વતિથિ આદિમાં કર્તવ્ય છે.
૦ સામાયિક એટલે રાગ અને દ્વેષ વગરનો.
૦ સમ અર્થાત્ જે સર્વ જીવોને આત્મસમાન દેખે છે, તે સમ ક્ષણે ક્ષણે નવી નવી કર્મની નિર્જરાની હેતુભૂત વિશુદ્ધિનો આય એટલે લાભ તે સમાય કહેવાય છે. તે સમાયને જ સામાયિક કહેવાય છે.
૦ વાચિક-કાયિક સાવઘ (સપાપ) કર્મથી રહિત અને આર્ત્તધ્યાન તથા રૌદ્રધ્યાનથી રહિત જીવની બે ઘડીના કાળ સુધીની સમતાપરિણતિ, તે ‘સામાયિક’ કહેવાય છે. મન-વચન-કાયાની ચેષ્ટા-ક્રિયાના પરિહાર સિવાય તે સામાયિક અસંભવિત હોવાથી બે વિશેષણો સાર્થક છે.
૦ રાગ-દ્વેષ વગરનો આત્મા હોયે છતે આત્માને જ્ઞાન-દર્શન-ચારિત્ર દ્વારા પ્રથમ-શાન્ત-રસજન્ય સુખ રૂપ લાભ અથવા સમ-મોક્ષ સાધન પ્રત્યે સમાન સમર્થ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો લાભ, સમાયને જ સામાયિક કહે છે. વ્યાકરણના વિનય આદિ ગુણના ધો૨ણે આકૃતિગુણની અપેક્ષાએ ઠક્ (ઇક્) પ્રત્યય થયેલ છે. અથવા સમાય જ પ્રયોજન જેનું છે, તે સમાયિક છે. પ્રયોજન અર્થે ઇ ક ણ પ્રત્યય થયેલ છે.
૦ સામાયિકમાં રહેલ શ્રાવક પણ સાધુસમાન થાય છે. એ કારણે જ સામાયિકવાળો દ્રવ્યથી દેવપૂજા આદિમાં અધિકા૨ી લેખાતો નથી, કારણ કે-સામાયિકની સત્તામાં ભાવસ્તવ(પૂજા)ની પ્રાપ્તિ હોઈ દ્રવ્યસ્તવ રૂપ કારણ આવશ્યક નથી.
૦ સામાયિકની વિધિ તો તે તે ગ્રંથોથી જાણવો.
૦ આ વ્રત બહુ નિર્જરા રૂપ ફળવાળું હોઈ શ્રાવકને હંમેશાં કર્તવ્ય રૂપ છે. આ પ્રમાણે પ્રથમ શિક્ષાવ્રત છે.
બીજું શિક્ષાવ્રત દેશાવકાશિક
પહેલા દિગ્દતના ગ્રહણસમયમાં ગ્રહણ કરેલ જાવજ્જીવ, વર્ષ કે ચાતુર્માસ સુધી દશેય દિશાઓમાં સો જોજન આદિ અવધિવાળા નિશ્ચિત કરેલ ગમન-આગમન આદિમાંથી મુહૂર્ત-પ્રહર-દિન-અહોરાત્ર આદિ ઇષ્ટકાળ સુધી સંક્ષેપ (ઘટાડો) કરવો. ઘર, શય્યા કે સ્થાન આદિથી બહાર આગળ જવાના નિષેધ રૂપ દેશાવકાશિક વ્રત છે. દેશમાં એટલે દિગ્દતમાં ગ્રહણ કરેલ પરિમાણના સંક્ષેપ રૂપ વિભાગમાં અવકાશ એટલે સ્થિતિ, તે દેશાવકાશ જેમાં છે, તે દેશાવકાશિક કહેવાય છે.