________________
३८०
तत्त्वन्यायविभाकरे
ઇત્યાદિ સઘળો પાપનો ઉપદેશ ઉત્સર્ગમાર્ગથી શ્રાવકે છોડી દેવો જોઈએ. અપવાદથી તો દાક્ષિણ્ય આદિના વિષયમાં જયણા કરવી.
૦ હિંસક અર્પણ-હિંસ-હિંસાના સાધનો. જેવાં કે શસ્ત્ર-આગ-ઝેર વગેરેનું આપવું. આવા પદાર્થો ઉત્સર્ગથી આપવા જ નહિ, પરંતુ અપવાદથી જયણા કરવી.
૦ પ્રમાદથી કે પ્રમાદનું આચરવું એ “પ્રમાદાચરણ.” વળી પ્રમાદો મદ્ય (દારૂ)-વિષય-કષાય-નિદ્રાવિકથા રૂપ પાંચ પ્રકારના છે. તેનું આચરણ પણ વર્જનયોગ્ય છે.
૦ આ પ્રમાણે જ ઘી વગેરેના પાત્રો ઉઘાડાં રહેવા દેવા-ઢાંકવા નહિ, જંતુ વગરની જગ્યા હોવા છતાં સચિત્ત (સજીવ) વસ્તુની ઉપર ઉભા રહેવું અથવા ચાલવું, વસ્ત્ર વગેરે મૂકવાં, પંચવર્ણી નીલફુલ-કંથવા આદિથી આક્રાન્ત જમીન ઉપર ધોવાણ-ઇત્યાદિ અને ફોગટ પાંદડાં-ફૂલ આદિ તોડવાં, માટી-ખડી-વણિકા (અરણેરો-હીંગળો-હરતાલ વગેરે) આદિ દબાવવા માટે આગ સળગાવવી, ગાય આદિને ઘા આપવો, શસ્ત્રો ચલાવવાં, કઠોર-મર્મ બોલવું, હાંસી-નિંદા કરવી આદિ, રાત્રે અથવા દિવસે સ્નાન કરવું-કેશ ગૂંથવાંરાંધવું-ખાંડવું-દળવું-ભૂમિ ખોદવી-માટી વગેરે દબાવવી, લેપન (વિલેપન-લીંપવું) કરવું, લુગડાં ધોવાપાણી ગાળવું, ઇત્યાદિ “પ્રમાદ આચરણ.' શ્લેષ્મ (કફ-બળખમ વગેરે) આદિને નાંખતી વેળાએ નહિ ઢાંકવા આદિ રૂપ અજયણા પણ પ્રમાદ આચરણ સમજવું, કેમ કે-તેમાં એક મુહૂર્ત (બે ઘડી) પછી સંમૂર્છાિમ મનુષ્યોની ઉત્પત્તિ અને તેના વિનાશ રૂપ વિરાધના આદિનો મહાન્ દોષ સંભવિત છે. એ પ્રમાણે અધિકરણભૂત પરભવીય શસ્ત્ર-શરીર આદિ નહિ વોસિરાવવા, મળ-મૂત્ર આદિ પણ નહિ વોસિરાવવા, તે પણ પ્રમાદ આચરણ છે. પોતાના કાર્ય ખાતર કરેલ હોવા છતાંય સળગતાં લાકડાં-દીવા આદિ નહિ બૂઝવવા, તે પણ પ્રમાદ આચરણ છે. અગ્નિ બૂઝવવાની ક્રિયાની અપેક્ષાએ તેને સળગતી રાખવામાં ત્રસ આદિ બહુ જીવોની વિરાધના રૂપી અધિક દોષ છે.
૦ ઉઘાડા દીવા-ચૂલા વગેરે રાખવા તથા ચૂલા ઉપર ચંદરવા આદિ નહિ બાંધવા, તેમજ શોધ્યા વગરનાં લાકડાં-ધાન્ય-પાણી વગેરે વાપરવા, તે પણ પ્રમાણ આચરણ છે.
૦ આ પ્રમાણે ચાર પ્રકારનો અનર્થદંડ અનર્થનો હેતુ છે અને તેના વિના અનિર્વાહ નહિ હોઈ નિરર્થક છે. તથાચ અપધ્યાન દુર્ગાન) વડે કોઈ ઈષ્ટસિદ્ધિ નથી, પરંતુ ઉલટો ચિત્તનો ઉદ્વેગ-શરીરની કૃશતાશૂન્યપણું-ઘોર દુષ્કર્મનો બંધ-દુર્ગતિ આદિ રૂપ અનર્થ જ થાય છે. એથી અશક્ય પરિહાર રૂપ કદાચ ક્ષણ માત્ર અપધ્યાન થાય, ત્યારે પણ મનોનિગ્રહ રૂપ પ્રયત્નથી દુર્ગાનનો તરત જ પરિહાર કરવો જોઈએ.
૦ પાપનો ઉપદેશ અને હિંસપ્રધાન-એ બંને પુત્ર-મિત્ર આદિ સ્વજન આદિમાં સંભવે છે. અન્યથા જો એમ ન હોય, તો નિર્વાહ આદિનું અદર્શન હોઈ અશક્યપરિહારવાળા બંને થાય છે. બીજાઓને વિશે તો પાપ આદિ અનર્થ ફળવાળા જ બંને થાય છે.
૦ પ્રમાદ આચરણમાં ફોગટ જ અયતના આદિ નિમિત્તજન્ય હિંસા આદિ દોષ છે. વળી યતના વગરની પ્રવૃત્તિમાં સઘળે અનર્થદંડ જ છે. એથી દયાપૂર્વક સઘળા વ્યાપારોમાં સર્વશક્તિથી શ્રાવકે યતનામાં પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે ત્રીજું ગુણવ્રત સમજવું.