________________
સૂત્ર - ૨, સનમઃ શિરઃ
३४३
शेषं तिष्ठति, प्रथमस्थितेरावलिकाद्विकशेषे त्वागालो व्यवच्छिद्यते केवलमुदीरणैव प्रवर्त्तते । प्रथमस्थितावावलिकाशेषीभूतायामुदीरणापि व्यवच्छिद्यते, ततः केवलेनैवोदयेन तामावलिकामनुभवति, तस्यामपि चापगतायामुदयोऽपि मिथ्यात्वस्य न भवति दलिकाभावात् । तस्मिन्नेव समये उपशान्ताद्धायां प्रविशति तत्र प्रविष्टः प्रथमसमय एव मोक्षबीजभूतमौपशमिकं सम्यक्त्वमवाप्नोतीति तात्पर्यार्थः । प्रथमस्थितिचरमसमये द्वितीयस्थितिगतं दलिकमनुभागभेदेन त्रिधा करोति शुद्धमर्धशुद्धमशुद्धञ्चेति । तत्र शुद्धं सम्यक्त्वं देशघाति, देशघातिरसोपेतत्वात् । अर्धशुद्धं मिश्रमोहनीयमशुद्धन्तु मिथ्यात्वमेतदुभयं सर्वघाति, सर्वघातिरसोपेतत्वात् ॥
ભાવાર્થ - ત્રણ કરણ તો યથાપ્રવૃત્તિ-અપૂર્વ-અનિવૃત્તિ કરણ રૂપ છે. આયુષ્ય સિવાય સાત કર્મોની સ્થિતિને પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન એક કોટાકોટી પ્રમાણવાળી કરીને, પહેલાં કદી નહિ ભેટેલ એવી સઘન (અત્યંગ ગાઢ) રાગ-દ્વેષાત્મક ગ્રંથિની સમીપમાં જવામાં અનુકૂળ અધ્યવસાય “યથાપ્રવૃત્તિકરણ છે. સઘન રાગ-દ્વેષની ગાંઠને ભેદવામાં કારણભૂત અપૂર્વ અધ્યવસાય “અપૂર્વકરણ છે.” અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વસ્થિતિના ઉદયક્ષણથી ઉપર અતિક્રમણ કરી, ઉપરની સ્થિતિને દબાવીને અંતર્મુહૂર્ત સુધી તે મિથ્યાત્વના પ્રદેશથી વેદનયોગ્ય દળિયાના અભાવમાં કારણભૂત અધ્યવસાય “અનિવૃત્તિકરણ' છે. તથાવિધ તે મિથ્યાત્વના પ્રવેશવેદ્ય દલિકનો અભાવ “અંતકરણ' કહેવાય છે.
વિવેચન - “કારણેત્તિ'નો અર્થ એ છે કે- “યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ'-એ ત્રણ કરણો છે.
યથાપ્રવૃત્તિકરણનું સ્વરૂપ-આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ રૂપ હોવાથી સાગરોપમ કોટાકોટીમાં અતંર્ગત હોવાથી આયુષ્યકર્મથી ભિન્ન (સિવાય) એમ કહેલ છે. અર્થાત્ અનાભોગ (ઉપયોગ વગર) બનેલ તથાવિધ અધ્યવસાયવિશેષથી આયુષ્યકર્મ ભિન્ન, જ્ઞાનાવરણ આદિ સઘળા કર્મો જુદા જુદા, પલ્યોપમના અસંખ્યાતભાગ હીન એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા થાય છે ત્યારબાદ કઠિન કર્મપટલોથી દૂર કરેલ વિશિષ્ટ વીર્યવાળા પ્રાણીઓ દ્વારા કર્મપરિણામથી પહેલાં નહિ ભેદાયેલ કર્મપરિણામથી જન્ય, દુર્ભેદ્ય, સઘન રાગ-દ્વેષ રૂપી ગાંઠ પ્રાપ્ત કરાય છે. તેવો વિશિષ્ટ અધ્યવસાય, એ યથાપ્રવૃત્તિકરણ' છે.
અધિકારીનું વર્ણન - આ યથાપ્રવૃત્તિકરણના અધિકારી (૧) તથાભવ્યતાના પરિપાકવાળા, કાંઈક ન્યૂન અપાઈ પુદ્ગલપરાવર્ત રૂપ સંસાર જેમનો બાકી છે, એવો શુક્લપાક્ષિક જીવ અધિકારી છે. (૨) કૃષ્ણપાક્ષિક જીવ પણ અધિકારી છે. (૩) અભવ્ય જીવ પણ અધિકારી છે. પહેલો અધિકારી ગ્રંથિભેદ કરીને સમ્યકત્વ પામે છે. બીજો અધિકારી ગ્રંથિભેદ કર્યા સિવાય ફરીથી પાછો પડે છે.
આ યથાપ્રવૃત્તિકરણના “અથાપ્રવૃત્તકરણ' અને “અપૂર્વપ્રવૃત્તકરણ' એવાં બીજાં નામો છે. (અનાદિકાળથી માંડીને ગ્રંથિસ્થાન સુધીમાં પ્રથમ યથાપ્રવૃત્તિકરણ હોય છે.) ગ્રંથિને ઉલ્લંઘનારને જે કરણ હોય, તે કરણ કહે છે.