________________
तत्त्वन्यायविभाकरे
अनादिमिथ्यादृष्टेस्सम्यक्त्ववतः केनचिदपि कारणेन पुनः पतितस्य यन्मिथ्यात्वं तस्य तत्सादित्वात् तत्र च जघन्यतोऽन्तर्मुहूर्तं उत्कर्षेणार्हदादिप्रचुराशातनापापबहुलतयाऽपार्धपुद्गलपरावर्त्तं यावदुषित्वा पुनरपि सम्यक्त्वलाभे सान्तत्वाच्च । यस्तु पुनरभव्यस्तस्य मिथ्यात्वमनाद्यनन्तं, अनादिकालात्तस्मिन् सद्भावात्, आगामिकालेऽपि च तदभावासम्भवादित्याशयेनाह-अभव्यमाश्रित्येति । त्रयाणामेव भङ्गानां कण्ठतः प्रतिपादनात्साद्यनन्तत्वं तस्य न संभवतीति सूचितम् प्रतिपतितसम्यग्दृष्टीनां मिथ्यात्वस्यैव सादित्वेन तेषामवश्यं पुनस्सम्यक्त्वलाभेन मिथ्यात्वस्यानन्तत्वासम्भवादिति भावः । एतादृशस्वामिकत्वेन प्रथमगुणस्थानकमपि तावत्कालप्रमाणमवसेयम् । अत्रस्थो जीवो बन्धयोग्यकर्मप्रकृतिषु विंशत्युत्तरशतसंख्याकासु तीर्थकृत्कर्माहारकद्वयं च विहायान्यासां बन्धकः । उदयप्रायोग्यकर्मप्रकृतीनां द्वाविंशत्युत्तरशतसंख्याकानां मध्यान्मिश्रसम्यक्त्वाऽऽहारकद्विकतीर्थकृत्कर्मेति पञ्चप्रकृतीनामनुदयेन शेषाणां वेदयिता, अष्टचत्वारिंशदधिकशतसत्ताकश्च भवति ॥
३३६
અવ્યક્ત મિથ્યાત્વનું વિવેચન
ભાવાર્થ - અવ્યક્ત દર્શનમોહ અને અવ્યક્ત મિથ્યાત્વ અનાદિકાળથી છે. વ્યક્ત મિથ્યાત્વ પામનારમાં જ મિથ્યાત્વગુણસ્થાન હોય એમ કેટલાક માને છે. આ મિથ્યાત્વની સ્થિતિ ભવ્ય જીવની અપેક્ષાએ અનાદિસાન્ત, પતિત ભવ્યને અપેક્ષી સાદિસાન્ત અને અભવ્ય જીવને અનુલક્ષી અનાદિઅનંત છે.
વિવેચન - અવ્યક્ત મિથ્યાત્વ વિપર્યસ્ત બુદ્ધિ રૂપ નથી, કેમ કે-અવ્યવહા૨૨ાશિસ્થ જીવમાં વર્તનાર છે, કિન્તુ દર્શનપ્રતિબંધક મોહનીય પ્રકૃતિ રૂપ છે. આવા આશયથી કહેલ છે કે- ‘અવ્યક્તમોહ અવ્યક્ત મિથ્યાત્વ છે. આ અવ્યક્ત મિથ્યાત્વ જીવની સાથે અનાદિકાળથી રહેનાર હોઈ ‘આ અનાદિ’ છે-એમ કહ્યું છે.
૦ જો કે મિથ્યાર્દષ્ટિઓ સઘળાય જીવસ્થાનોને (ચૌદ જીવસ્થાનોને) પામે છે, તો પણ વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિને પામેલા જ વ્યવહા૨ાશિસ્થ જીવો પ્રથમ ગુણસ્થાનને પામે છે. આવા શ્રી રત્નશેખરસૂરિજીના અભિપ્રાયને દર્શાવે છે કે-‘વ્યક્ત મિથ્યાત્વ પામેલાને જ મિથ્યાત્વગુણસ્થાનક હોય.’ અહીં એવ(જ) કાર શબ્દથી અવ્યવહા૨૨ાશિસ્થ જીવોનો અને અવ્યક્ત મિથ્યાત્વવાળા બીજા જીવોનો વ્યવચ્છેદ છે.
૦ આ ગ્રંથકારનો એવો આશય છે કે-ગુણસ્થાનથી બહાર શૂન્ય થયેલ એવો કોઈ પણ સંસારી જીવ નહિ હોવાથી અવ્યક્ત મિથ્યાત્વવાળાઓ પણ પ્રથમ ગુણસ્થાનકસ્થ છે જ.
૦ મિથ્યાત્વની સ્થિતિની ચિંતામાં કહે છે કે-‘આ મિથ્યાત્વની’ સ્થિતિ ઇત્યાદિ.
તે મિથ્યાત્વના કાળનો વિભાગ ચાર પ્રકારે સંભવ છે. અર્થાત્ ૧-અનાદિઅનંત, ૨-અનાદિસાંત, ૩સાદિઅનંત અને ૪-સાદિસાંત, એમ ભેદે કરી ચાર પ્રકારની સ્થિતિ છે.
१. सम्यक्त्वगुणनिमित्तकत्वात्तीर्थंकरनामबन्धस्याहारकद्वयस्याप्रमत्तयतिसम्बन्धिसंयमनिमित्तकत्वाच्चेति भावः ॥