________________
સૂત્ર --૬, સાતમઃ શિરઃ
३३१
प्राणीन्द्रियविषयविरत्यविरतिपरिणामो देशविरतगुणस्थानम् । संयतस्य प्रमादवशेन किञ्चित्प्रस्खलितचारित्रपरिणामः प्रमत्तसंयतगुणस्थानम् । संयतस्य प्ररमादविरहेणाविचलितसंयमवृत्तिरप्रमत्तसंयतगुणस्थानम् । उपशमकक्षपकोपचारसमानकालीनापूर्वकरणपरिणामोऽपूर्वकरणगुणस्थानम् । स्थूलभावेनोपशमक्षयसमकालीनानिवृत्तिपरिणामोऽनिवृत्तिकरणस्थानम् । सूक्ष्मभावेन कषायोपशमक्षयपरिणामः सूक्ष्मसम्परायगुणस्थानम् । सर्वमोहोपशमप्रयुक्तमुपशान्तमोहगुणस्थानम् । सर्वमोहक्षयप्रयुक्तं क्षीणमोहगुणस्थानम् । योगकालीनघातिकर्मक्षयोदितज्ञानाद्यतिशयस्सयोगिगुणस्थानम् । योगविरहकालीनज्ञानाद्यतिशयोऽयोगिगुणस्थानमिति चतुर्दशविधं गुणस्थानमिति भावः ॥
ભાવાર્થ - ત્યાં મિથ્યાત્વ ગુ.સ્થા., સાસ્વાદન ગુ.સ્થા., મિશ્ર ગુ.સ્થા., અવિરત ગુ.સ્થા., દેશવિરત ગુ.સ્થા., પ્રમત્ત ગુ.સ્થા., અપ્રમત્ત ગુ.સ્થા., અપૂર્વકરણ ગુ.સ્થા., અનિવૃત્તિકરણ ગુ.સ્થા., સૂક્ષ્મસંપરાય ગુ.સ્થા, ઉપશાન્તમોહ ગુ.સ્થા, ક્ષીણમોહ ગુ.સ્થા., સયોગી ગુ.સ્થા. અને અયોગી ગુ.સ્થા. એમ ચૌદ પ્રકારના ગુણસ્થાનો છે.
વિવેચન -૧-મિથ્યાત્વ, ૨-સાસ્વાદન, ૩-મિશ્ર, ૪-અવિરત, પ-દેશવિરત, ૬-પ્રમત્ત, ૭-અપ્રમત્ત, ૮-અપૂર્વકરણ, ૯-અનિવૃત્તિકરણ, ૧૦-સૂક્ષ્મસંપરાય, ૧૧-ઉપશાન્તમોહ, ૧૨-ક્ષીણમોહ, ૧૩-યોગી અને ૧૪-અયોગી. આ બધા પદોનો દ્વન્દ્રસમાસ છે.
ત્યારબાદ ભેદ શબ્દની સાથે ષષ્ઠી તત્પરુષ સમાસ છે. (૧) મિથ્યાદર્શન (મિથ્યાત્વ)ના ઉદયથી જન્ય ગુણસ્થાન “મિથ્યાષ્ટિ ગુણસ્થાન.”
(૨) મિથ્યાદર્શનના ઉદયના અભાવના કાળમાં વર્તતા અનંત અનુબંધી કષાયના ઉદયથી જન્ય ગુણસ્થાન “સાસ્વાદન ગુણસ્થાન.”
(૩) સમ્યગુ મિથ્યાત્વ (મિશ્રમોહનીય)ના ઉદયથી જન્ય ગુણસ્થાન “મિશ્ર ગુણસ્થાન.”
(૪) સમ્યકત્વની સાથે રહેનાર ચારિત્રમોહનીયના ઉદયથી જન્ય ગુણસ્થાન “અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન.'
(૫) જીવની ઇન્દ્રિય સંબંધી વિષયની દેશથી વિરતિ, સર્વથી અવિરતિ રૂપ પરિણામ “દેશવિરતિ, ગુણસ્થાન-વિરતાવિરત ગુણસ્થાન.'
(૬) સંયતનો પ્રમાદના વશે કિંચિત્ અલનાવાળો ચારિત્ર રૂપ પરિણામ “પ્રમત્ત સંયત ગુણસ્થાન.”
(૭) સંયતનો પ્રમાદના અભાવપૂર્વક અચલિત સંયમની પરિણામ રૂપ વૃત્તિ “અપ્રમત્ત સંયત ગુણસ્થાન.”
(૮) ઉપશમક અને ક્ષેપકના વ્યવહારના સમાનકાળવર્તી અપૂર્વકરણનો પરિણામ “અપૂર્વકરણ ગુણસ્થાન.” (રાજ્યયોગ્ય રાજકુમાર માફક.)