________________
३३०
तत्त्वन्यायविभाकरे
તરીકે કહેવાય છે. સકલ આશ્રવદ્વાનો નિરોધ તો સર્વ સંવર રૂપ છે જ અને તે પૂર્ણ શક્તિવાળાઓને હોય છે. દેશસંવર તો ત્રણેય યોગનો પરિસ્પદ હોવા છતાંય, તત્ત્વના જ્ઞાતા, સંસારસમુદ્રના પારને પામવાની ઇચ્છાવાળા અને સામાયિક આદિ ચારિત્રવાળાઓને અવશ્ય સંભવે જ છે.
અવતરણિકા - ત્યાં જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ આત્મગુણોની શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષઅપકર્ષજન્ય વિચિત્રતા હોવાથી દેશસંવરને ગુણપ્રકર્ષ આદિના તારતમ્યથી વિચારે છે. ____ तत्र ज्ञानदर्शनचारित्रात्मकात्मगुणानां शुद्ध्यशुद्धिप्रकर्षाप्रकर्षाभ्यां वैचित्र्याद्देशसंवरं गुणप्रकर्षादितारतम्यापेक्षया विभावयति
देशसंवरस्त्रयोदशगुणस्थानं यावद्भवति । सर्वसंवरस्त्वन्तिमगुणस्थान एव, निखिलाश्रवाणां निरुद्धत्वात् । इतरत्र तु न तथा । ५ ।
देशसंवर इति । निखिलाश्रवनिरोधरूपसर्वसंवरस्य त्रयोदशगुणस्थानेष्वसम्भवादाहसर्वसंवरस्त्विति । अन्तिमेति । चतुर्दशेत्यर्थः । हेतुमाह निखिलेति । प्रथमादिगुणस्थानेषु कुतो नेत्यवाहेतरत्रेति, त्रयोदशसु गुणस्थानेष्वित्यर्थः । तथेति सर्वाश्रवाणां निरोध इत्यर्थः ।।
ભાવાર્થ - દેશસંવર તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે. સર્વ સંવર તો છેલ્લા ગુણસ્થાનકમાં જ હોય છે, કેમ કે-સમસ્ત આશ્રવોનો નિરોધ છે. બીજા ગુણઠાણાઓમાં સકલ આશ્રવોનો નિરોધ નથી જ.
વિવેચન - સકલ આશ્રવના નિરોધ રૂપ સર્વ સંવર ચૌદમાંથી પહેલાના તેર ગુણસ્થાનોમાં અસંભવિત હોવાથી કહે છે કે-“સર્વ સંવર તો છેલ્લા-ચૌદમા ગુણસ્થાનમાં છે, કેમ કે સકળ આશ્રવોનો નિરોધ અહીં છે. બીજે ચૌદમા સિવાયના બીજા ગુણસ્થાનોમાં સર્વસંવર નથી.”
અવતરણિકા - ત્યાં ગુણસ્થાનક એટલે શું? કેટલા ગુણસ્થાનો છે? આ પ્રમાણેના પ્રશ્નોના જવાબમાં પહેલાં વિભાગ કહીને ત્યારબાદ ગુણસ્થાનક સ્વરૂપનું વર્ણન કરે છે.
तत्र किमिदं गुणस्थानं, कतिविधञ्चेत्यत्र प्रथमं विभागमुक्त्वा ततो गुणस्थानस्वरूपमाह
तत्र मिथ्यात्वसास्वादनमिश्राविरतदेशविरतप्रमत्ताप्रमत्तापूर्वकरणा निवृत्तिकरणसूक्ष्मसम्परायोपशान्तमोहक्षीणमोहसयोग्ययोगि भेदाच्चतुर्दशविधानि गुणस्थानानि।६।
तत्रेति । मिथ्यात्वं सास्वादनं मिश्रमविरतं देशविरतं प्रमत्तमप्रमत्तमपूर्वकरणमनिवृत्तिकरणं सूक्ष्मसंपरायमुपशान्तमोहं क्षीणमोहं सयोग्ययोगि, चेत्येतेषां द्वन्द्वः ततो भेदशब्देन षष्ठीतत्पुरुषसमासः । मिथ्यादर्शनोदयप्रयुक्तं मिथ्यादृष्टिगुणस्थानम् । मिथ्यादर्शनोदयाभावकालीनानन्तानुबन्धिकषायदयोप्रयुक्तं सास्वादनगुणस्थानम् । सम्यमिथ्यात्वोदयप्रयुक्तं मिश्रगुणस्थानम् । सम्यक्त्वसमानाधिकरणचारित्रमोहोदयप्रयुक्तमविरतसम्यग्दृष्टिगुणस्थानम् ।