________________
३२६
तत्त्वन्यायविभाकरे
क्रमणादिनिमित्तं न कर्मा श्लेक्ष्यतितम् । क्षमामार्दवार्जवशौचैर्यतिधर्मैः क्रोधमानमायालोभानां सपरिकराणां निग्रहात्संवरावाप्तिः । सत्यत्यागाकिञ्चन्यब्रह्मचर्याणि चारित्रानुयायीनि । संयमेष्वपि सप्तदशप्रकारेषु केचिद् व्रतान्तः पातिनः केचिच्चोत्तरगुणान्तर्भूताः । तपस्तूत्तरगुणान्त:पात्येव । संवृण्वतो हेतुभूता भावना अपि उत्तरगुणानुयायिन्यः । यथास्वमापतिता परीषहा अपि सम्यक्सहनेन संवरहेतवः । हिंसाऽसत्यादीनां तत्संश्लेषविशेषाहितकलुषस्य कर्मास्रवनिमित्तत्वात्तन्निरोधे सति विरतस्य कर्म न निमित्ततामापतति । आधाकर्मादिपरिभोगनिमित्तञ्च कर्मास्रवणं हिंसादिपरित्यागे नैव भवतीति समित्यादयस्संवरहेतवः ॥ શ્રી સંવરનિરૂપણ નામક સપ્તમ કિરણ
અવતરણિકા - આ પ્રમાણે સંક્ષેપમાં બેંતાલીશ પ્રકારના આશ્રવોનું વર્ણન કર્યા પછી કર્યગ્રહણના કારણભૂત, આશ્રવના શત્રુભૂત, નવા કર્મના પ્રવેશ પ્રત્યે નિષેધ રૂપ ફલજનક સંવરતત્ત્વને લક્ષણ અને પ્રકારથી કહેવા, તે સંવરનું લક્ષણ કહે છે.
ભાવાર્થ - સમિતિ આદિ દ્વારા કર્મનો નિરોધ, તે સંવર.
વિવેચન – જે ગુપ્તિ-પરીષહ આદિમાં જેનું સ્વરૂપ આગળ ઉપર કહેવાનું છે, એવા સમિતિ આદિ રૂપ ઉપાયોથી નવા આવનારા કર્મોનો જે નિવારણ રૂપ નિરોધ, તે સંવર છે એમ સમજવું.
સંચિત – પૂર્વે બાંધેલા કર્મોનો પ્રધ્વંસ તો તપથી અથવા વિપાકથી થાય છે.
શંકા - સંવરનું લક્ષણ તો આશ્રવનો નિરોધ છે. કહ્યું છે કે-‘આશ્રવ નિરોધઃ સંવર:' (૯/૧ તત્વા.) વળી ઇન્દ્રિય-કષાય આદિ રૂપ આશ્રવો છે, કર્માત્મક નથી, તો અહીં આશ્રવનિરોધને છોડી ‘સંવરનું લક્ષણ કર્મનિરોધ' એવું શા માટે કર્યું ?
સમાધાન - તમારી વાત સાચી છે. પરંતુ આશ્રવનિરોધના સ્થાન કર્મનિરોધ રૂપ લક્ષણનું પ્રયોજન એ છે કે-કર્મના આગમનમાં નિમિત્ત આશ્રવનો નિરોધ થયે છતે, આશ્રવનિરોધપૂર્વક અનેક દુઃખના બીજના જનક રૂપ કર્મનું સ્થગન થવાથી, કાર્યના અભાવ પ્રત્યે કારણના અભાવનું પ્રયોજકપણું હોવાથી અને આશ્રવનિરોધ રૂપ કારણમાં કર્મનિરોધ રૂપ પ્રયોજ્ય(કાર્ય)નો ઉપચાર-વ્યવહાર હોવાથી ‘કર્મનિરોધ’ એવું લક્ષણ સંવરનું અવિરુદ્ધ છે.
અથવા ઉપચાર સિવાય પણ ‘જે આશ્રવનિરોધ વડે કર્મનિરોધ થાય છે’- એવી વ્યુત્પત્તિ કર્મનિરોધ નામના પદથી ‘આશ્રવનિરોધ' એવો અર્થ જ પ્રાપ્ત થાય છે.
કર્મનિરોધના સ્થાને આશ્રવનિરોધ એમ નહિ કહેવાનું કારણ એ છે કે-કર્મનો નિરોધ આશ્રવના નિરોધ રૂપ કારણથી જન્ય છે, એમ સમજાવવા માટે ‘આશ્રવનિરોધ’ એમ નહિ કહેતાં ‘કર્મનિરોધ સંવર' એમ કહેલ છે. આ પ્રમાણે સમિતિ આદિ પણ આશ્રવના નિરોધમાં હેતુ હોઈ સંવર શબ્દથી વાચ્ય બને છે.