________________
३१८
तत्त्वन्यायविभाकरे | વિવેચન - રાજા વગેરેની આજ્ઞાથી યંત્ર આદિ દ્વારા કૂવા વગેરેમાંથી જળ-પાણી વગેરેનું કાઢવું અથવા ધનુષ્ય આદિ દ્વારા બાણ વગેરે ફેંકવું, બંદૂકમાંથી ગોળી છોડવી, ઇત્યાદિ ક્રિયા, “નૈ શસ્ત્રિકી' કહેવાય છે.
૦ મનુષ્ય આદિની, ઇંટોના ટૂકડા આદિથી અને યંત્ર આદિ દ્વારા કિલ્લા-ગઢ વગેરેની રક્ષા માટે કરાતી, વિશિષ્ટ લાકડા આદિથી બનાવેલ ગોફલ આદિ દ્વારા ફેંકવા-મૂકવા રૂપ ક્રિયા “નૈરશસ્ત્રિકી' કહેવાય છે. આ ક્રિયાનું બીજું નામ “નૈસૃષ્ટિકી' છે એમ જાણવું. આ ક્રિયા પંચમ ગુણસ્થાનક સુધી છે.
स्वाहस्तिकीमाहसेवकयोग्यकर्मणां क्रोधादिना स्वेनैव करणं स्वाहस्तिकी । ३१ ।
सेवकयोग्येति । क्रोधादिना गाढाभिमानादिनाऽन्यपुरुषप्रयत्ननिर्वर्त्यक्रियायाः स्वेनैव करणम्, जीवाजीवाभ्यां जीवस्य मारणं, स्वहस्तेन जीवाजीवयोस्ताडनं वा, स्वाहस्तिकीत्यर्थः । आपञ्चममेषा ॥
સ્વાહસ્તિકી ક્રિયાનું નિરૂપણભાવાર્થ - સેવકજનને યોગ્ય કર્મો, ક્રોધ આદિ કારણે પોતાની જાતે જ કરવાં, તે ક્રિયા “સ્વાહસ્તિકી डेवाय छे.
વિવેચન - ક્રોધ આદિ-ગાઢ અભિમાન આદિ કારણે અન્ય જનની ક્રિયા-પ્રયત્નથી જન્ય ક્રિયા પોતાના હાથે જ કરવી.
જીવ અને અજીવથી મારવા રૂપ ક્રિયા જીવને, અથવા પોતાના હાથે જીવ-અજીવને મારવા રૂપ ક્રિયા સ્વાહસ્તિકી' કહેવાય છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે.
आज्ञापनिकीमाचष्टे
अर्हदाज्ञोल्लङ्घनेन जीवादिपदार्थनिरूपणजीवाजीवान्यतरविषयक-सावद्याज्ञाप्रयोजकक्रियान्यतररूपाऽऽज्ञापनिकी । ३२ ।
अर्हदिति । भगवदर्हत्प्रणीताज्ञोल्लङ्घनेन स्वमनीषया जीवादिपदार्थानां निरूपणम्, जीवस्य वाऽजीवस्य वा सावद्येष्वाज्ञापनम् । अर्हत्प्रणीताज्ञानिरपेक्षस्वातंत्र्यप्रयुक्तपदार्थनिरूपणजीवाजीवान्यतरविषयकसावद्याज्ञापनान्यतरत्वे सति क्रियात्वं लक्षणम् । अस्या एव च नयनक्रिया आनयनिकीति न नामान्तरम् । पञ्चमगुणस्थानं यावदेषा । आद्यपक्षे तु प्रथममेव ।।
આજ્ઞાપનિકી ક્રિયાનું લક્ષણભાવાર્થ - શ્રી અરિહંત ભગવાનની આજ્ઞાના ઉલ્લંઘનપૂર્વક, જીવ આદિ નિરૂપણ અથવા જીવઅજીવવિષય પ્રતિ સાવદ્ય (સપા૫) આજ્ઞામાં નિમિત્ત ક્રિયા, એ “આજ્ઞાાનિકી' ક્રિયા કહેવાય છે.