________________
२९०
तत्त्वन्यायविभाकरे ભાવાર્થ – શુભ-અશુભ કર્મના ગ્રહણમાં જે હેતુ, તે “આશ્રવ કહેવાય છે. વિવેચન-પુણ્ય-પાપ રૂપ આઠ પ્રકારના જે શુભાશુભ કર્મ છે, તે બંને પ્રકારના કર્મનું બંધ રૂપે ઉપાર્જન છે. તેમાં જે હેતુ એટલે વિશિષ્ટ શુભાશુભ અધ્યવસાય સાક્ષાત્ કારણ છે. ઈન્દ્રિય, કષાય, અવ્રત, યોગ અને ક્રિયા એ પરંપરાકારણ છે. આ બે પ્રકારનો હેતુ આશ્રવપદાર્થ કહેવાય છે. -
સૂત્રાર્થની ઉપપત્તિસમયે સમયે સંસારી જીવનો કર્યગ્રહણના વ્યાપારનો સ્વભાવ હોવાથી અવશ્ય કોઈ ને કોઈ કર્યગ્રહણમાં હેતુ હોવો જ જોઈએ, કેમ કે-હેતુ વગર કાર્ય ઉત્પન્ન થતું નથી. અર્થાત્ ત્યાં-કર્મગ્રહણમાં જે હેતુ, તે “આશ્રવ.'
શ્રી જિનેશ્વરદેવની પૂજા-વંદન, સર્વવિરતિ, તપ, સ્વાધ્યાય, વીતરાગનું ધ્યાન, ધર્મ-ધ્યાન આદિ પ્રશસ્ત અનુષ્ઠાનથી અને જીવહિંસા, અસત્યભાષણ, કષાય આદિ અપ્રશસ્ત ક્રિયાઓથી આશ્રવ થાય છે.
સતું કર્તવ્ય અને અસતું કર્તવ્યથી અવિદ્યમાન પણ શુભાશુભ અધ્યવસાય રૂપ શુભાશુભ આશ્રવનો આવિર્ભાવ થાય છે અને વિદ્યમાન શુભાશુભ અધ્યવસાય રૂપ આશ્રવમાં વૃદ્ધિ થાય છે.
જેમ કોઈ સરોવરમાં નાળા દ્વારા નિર્મળ કે ગંદુ પાણી દાખલ થાય છે, તેમ જીવમાં સારા કે ખરાબ કર્મ દાખલ થાય છે. જીવ એક સરોવર છે, પાંચ ઇન્દ્રિયો વગેરે એનાં નાનાં છે અને કર્મ એ પાણી છે. આપણે જે શુભાશુભ કર્મ કરીએ, તે કર્મ રૂપ જળ ઇન્દ્રિયાદિ નાળાં દ્વારા જીવમાં દાખલ થાય છે. સારાં કર્મના આશ્રવથી પુણ્ય અને ખરાબ કર્મના આશ્રવથી પાપ બંધાય છે.
શંકા - આપશ્રીના ઉપરના કથનથી “શુભાશુભ કર્મોના પ્રહણ રૂપ બંધનું કારણ આશ્રવ છે એમ ફલિત થાય છે તે સંભવિત નથી, કારણ કે-બંધના અભાવમાં આશ્રવનો અસંભવ છે. જો બંધના અભાવમાં આશ્રવ માનવામાં આવે, તો નિબંધમુક્તમાં આશ્રવની આપત્તિ આવશે. જો આશ્રવ સિવાય પણ બંધ માનવામાં આવે, તો આશ્રવમાં બંધનું હેતુપણું કેવી રીતે? કેમ કે-આશ્રવના અભાવમાં પણ પેદા થતા બંધ પ્રત્યે આશ્રવના હેતુપણાનો અસંભવ છે. બરોબર છે ને?
સમાધાન - આશ્રવ અને બંધનો પણ પરસ્પર કાર્ય અને કારણભાવનો સ્વીકાર હોઈ ઉપરોક્ત કથન બરોબર નથી.
શંકા - જો આમ છે, તો બંધના અભાવમાં આશ્રવ નથી અને આશ્રવના અભાવમાં બંધનો અભાવ હોઈ અન્યોન્ય આશ્રયનામક દોષની આપત્તિ આવી જાય ને?
સમાધાન - ભાઈ ! અહીં અન્યોન્યાશ્રય નામક દોષનો અવકાશ નથી, કેમ કે-બંધ અને આશ્રવનો કાર્ય-કારણભાવનો પ્રવાહ અનાદિ હોઈ ઉત્તરોત્તર પ્રત્યે પૂર્વપૂર્વની કારણતાનો સ્વીકાર છે. દા. ત. જેમ બીજ અને અંકુરનો કાર્ય-કારણભાવ, અર્થાત્ જેમ બીજ પ્રત્યે અંકુર કારણ છે અને બીજ કાર્ય છે, જયારે અંકુર પ્રત્યે બીજ કારણ હોય ત્યારે અંકુર કાર્ય છે, એમ અહીં પણ પરસ્પર કાર્ય-કારણભાવ અનાદિનો છે એમ સમજવું.