________________
સૂત્ર - ૧, પઝમઃ શિરો
२३७ सर्ववीर्यान्तरायक्षयः । एते पञ्चान्तराया विभागवाक्येऽन्तरायपञ्चकशब्देनोक्ता इत्याह-इतीति । एते पञ्चापि देशघातिनः ॥
લાભાન્તરાય આદિનું સ્વરૂપ જણાવે છેભાવાર્થ- વસ્તુની સારી રીતે માગણી કરવા છતાં દાતાની પાસેથી યાચકમાં લાભના અભાવનું પ્રયોજક કર્મ ‘લાભાન્તરાય.”
અખંડિત અંગવાળામાં પણ સામગ્રીની સત્તા હોવા છતાંય, ભોગના અસામર્થ્યમાં હેતુભૂત કર્મ ભોગાન્તરાય.” ભોગ એટલે એકવાર ભોગને યોગ્ય. જેમ કે- ફૂલ વગેરે.
પૂર્ણ અંગવાળામાં પણ સામગ્રીનો સદ્ભાવ હોવા છતાંય, ઉપભોગના સામર્થ્યના અભાવમાં હેતુભૂત કર્મ ‘ઉપભોગાન્તરાય.” ઉપભોગ એટલે અનેકવાર ભોગને યોગ્ય. જેમ કે- સ્ત્રી વગેરે.
હૃષ્ટપુષ્ટ શરીરવાળામાં પણ કાર્યના કાળમાં સામર્થ્યના અભાવમાં પ્રયોજક કર્મ ‘વર્યાન્તરાય.” આ પ્રમાણે અંતરાયપંચક છે.
| વિવેચન- (૨) લાભાન્તરાય- હંમેશાં યાચકોની યાચનાને અનુરૂપ આપનાર-દાતાની પાસેથી જે કર્મના ઉદયના પ્રભાવથી યાચકે વિનય-કુશળતાપૂર્વક વસ્તુની માગણી કરી હોવા છતાં, યાચક વડે જરાય વસ્તુ મેળવાતી નથી, તે કર્મ ‘લાભાન્તરાય આવો અર્થ સમજવો. અહીં “સી વ્યક્તિ એ પદ કાર્યકારણભાવની રક્ષા માટે છે. જો સમ્યગુ યાચિત પદ ન મૂકવામાં આવે, તો આ પુરુષ અલાભવાળો છે. આનો અલાભ કોઈપણ કારણથી જન્ય છે, કેમ કે- અલાભ છે. માગ્યું નહિ અને મળ્યું નહિ એ તો સિદ્ધિ છે, એમાં કોઈ નવાઈ નથી, પણ સમર્થ યાચના કરવા છતાં જો ન મળે, તો પ્રશ્ન થાય કે- કેમ ન મળ્યું? તો એના જવાબમાં કહેવાય કે- ભાઈ ! લાભાન્તરાયનો ઉદય હતો માટે મળ્યું નહિ. પરંતુ યાચનાના અભાવથી લાભનો અભાવ થયો. ત્યાં ભલે લાભાન્તરાયનો ઉદય ન માનો તો કદાચ ચાલે ! પરંતુ સારી રીતે માગવા છતાં પણ જ્યારે ન મળે, ત્યાં તો લાભાન્તરાય કર્મ અવશ્ય માનવું જ પડે.
દાનાન્તરાય આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અલાભ પ્રયોજક. મતિજ્ઞાનાવરણની માફક બંને સ્થિતિ જાણવી.
(૩) ભોગાન્તરાય- ઉપઘાત વગરના અંગમાં પણ સામગ્રીની હાજરી હોવા છતાંય, અર્થાત્ પુષ્પમાળા-ચંદન વગેરે હોવા છતાં, જે કર્મના ઉદયથી માળા વગેરેને ભોગવી શકતો નથી, તે કર્મ
ભોગાન્તરાય” એમ અર્થ સમજવો. “અખંડિત અંગવાળામાં પણ અને સામગ્રીવાળામાં પણ આવું પદ પ્રયોજ્ય પ્રયોજકભાવની રક્ષા માટે જ છે. ભોગપદ તો દાનાન્તરાય આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે છે. મતિજ્ઞાનાવરણની માફક બંને સ્થિતિ જાણવી.
- ભોગ અને ઉપભોગ એ શબ્દો એકઅર્થવાચક રૂપ પર્યાય નથી, એમ જણાવવા માટે ભોગ શબ્દનો અર્થ કહે છે. એકવાર ભોગ્ય તે “ભોગ.' દા. ત. ફૂલ વગેરે. કેમ કે- ફૂલ વગેરે એકવાર ભોગવાયેલા ફરીથી બીજી વાર ભોગમાં આવતા નથી, એટલે એક વાર ભોગના સાધન હોવાથી ભોગ” તરીકે કહેવાય છે, એમ ભાવ સમજવો.