________________
२२०
तत्त्वन्यायविभाकरे
એવી રીતે શરીર-અંગોપાંગ-નિર્માણ-સંઘાતન, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અગુરૂલઘુ, પરાઘાત-ઉપઘાત, આતપ-ઉદ્યોત, પ્રત્યેક-સાધારણ-સ્થિર-અસ્થિર અને શુભ-અશુભ નામકર્મો પુદ્ગલવિપાકદાયી છે. (શરીરની અંદર રહેલ પુદ્ગલોમાં પોતાની શક્તિ દેખાડનાર હોઈ પુદ્ગલવિપાકી કહેવાય છે.) આનુપૂર્વી ક્ષેત્રવિપાકકારી છે. (આકાશમાં જ પોતાની શક્તિ પ્રદર્શક છે. વિગ્રહગતિમાં જ આ આનુપૂર્વીનો ઉદય છે માટે.) આયુષ્યકર્મ ભવના ધારણ રૂપી ફળવાળું છે. બાકીની પ્રકૃતિઓ જીવના વિપાકના હેતુભૂત સ્વયોગ્ય ભવમાં ઉદયવાળી ભવિપાકી, બીજા ભવમાં ગતિની માફક ઉદયવાળી નહિએમ ભાવ છે. જીવમાં જ અદર્શન-અજ્ઞાન-અવિરતિ-અદાતૃત્વ-સુખ-દુઃખકારી તે જીવવિપાકી છે, એમ જાણવું.
ના૨ક વગેરે ચાર ગતિઓમાં પુણ્યપ્રકૃતિઓના ઉદયનું વર્ણન
(૧) નરકગતિ- બેંતાલીશ પુણ્યપ્રકૃતિઓ પૈકી ૧-સાતવેદનીય (શ્રી જિનેશ્વરના જન્મ-દીક્ષાકલ્યાણકની અપેક્ષાએ ક્ષણવાર સાતાવેદનીયનો અનુભવ, અન્યથા નહિ.), ૨-પંચેન્દ્રિય જાતિ, ૩વૈક્રિયશરી૨, ૪-તેના અંગોપાંગ, ૫-તૈજસ, ૬-કામર્ણ, ૭-વર્ણાદિચતુષ્ક (જો કે સ્કૂલ દૃષ્ટિથી અશુભ વર્ણચતુષ્કનો ઉદય છે, પણ સૂક્ષ્મથી અલ્પાંશે શુભ વર્ણાદિ ચારનો સંભવ છે.) ૮-અગુરૂલઘુ, ૯-પરાધાત, ૧૦-ઉચ્છ્વાસ, ૧૧-નિર્માણનામ, ૧૨-ત્રસનામ, ૧૩-બાદરનામ, ૧૪-૫ર્યાપ્તિ, ૧૫-પ્રત્યેક, ૧૬-સ્થિર અને ૧૭-શુભનામ રૂપ કર્મો પુણ્યકર્મો ઉદયની અપેક્ષાએ છે.
(૨) તિર્યંચગતિ-તિર્યંચગતિમાં તો મનુષ્યત્રિક, દેવત્રિક અને આહારકદ્વિક જિનનામ રૂપ કર્મો સિવાય બીજા તેત્રીશ પુણ્યકર્મો ઉદયની અપેક્ષાએ વર્તે છે.
(૩) મનુષ્યગતિ-મનુષ્યગતિમાં તો દેવત્રિક, તિર્યંચાયુ:, આતપનામ રૂપ પાંચ પુણ્યકર્મોને છોડી, ઉદયની અપેક્ષાએ સાડત્રીશ પુણ્યકર્મો વર્તે છે.
(૪) દેવગતિ-દેવગતિમાં મનુષ્યત્રિક, તિર્યંચાયુ:, ઔદારિકદ્ધિક, આતપ, આહારકદ્ધિક અને તીર્થંકરનામ રૂપી પુણ્યકર્મો છોડી, બાકીના બત્રીશ શુભ કર્મો ઉદયની અપેક્ષાએ વર્તે છે.
ઇત્યાદિ વિષયની બહુલતાના અભિપ્રાયથી દિશા માત્ર-સંક્ષેપ રૂપથી અહીં પુણ્યતત્ત્વ વર્ણવેલ છે. શબ્દપ્રપંચ રૂપ વિસ્તારે તો પ્રવચન-આગમ જોઈ લેવા. આ પ્રમાણે પુણ્યતત્ત્વનો અહીં ઉપસંહાર કરેલ છે. -: પ્રશસ્તિ :
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિભરવાળા તેઓશ્રીના પટ્ટધર એવા શ્રીમદ્વિજયલબ્ધિસૂરિએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની ટીકામાં પુણ્યનિરૂપણ નામનું ચોથું કિરણ સમાપ્ત થાય છે.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં ચતુર્થ કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. ઇતિ ચોથું કિરણ