________________
१९८
तत्त्वन्यायविभाकरे यदुदयादोजस्वी दर्शनमात्रेण वाक्सौष्ठवेन वा नृपसभामपि गतः सभ्यानामपि क्षोभमापादयति प्रतिपक्षप्रतिघातञ्च विधत्ते तत्पराघातनामेत्यर्थः । कृत्यं विशेषणविशेष्ययोः पूर्ववत् । स्थिती चोभयविधे पञ्चेन्द्रियवत् । उच्छासनामकर्म निरूपयति उच्छासेति । ऊर्ध्वगामी वायुरुच्छासः, अधोगतिमान् वायुनिश्वासः प्राणापानापरनामानावेतौ, तौ चानन्तप्रदेशस्कन्धपुद्गलपरिणामजन्यौ, तयोः प्राप्तिर्लब्धिः तत्प्रयोजकं कर्म उच्छासनामकर्म । उच्छासनिःश्वासग्रहणमोक्षणलब्धेरुच्छासनामकर्मसाध्यत्वादौदयिकीनामपि लब्धीनां सम्भवात्, तादृशलब्धेापारण एव च श्वासोच्छासपर्याप्तेर्हेतुत्वादिति भावः । उच्छासनिःश्वासलब्धिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणार्थः । पदकृत्यं स्पष्टम्, उभयविधा स्थितिः पञ्चेन्द्रियवत् ॥
હવે પ્રશસ્તવર્ણાદિ નામકર્મનું લક્ષણ કહે છેભાવાર્થ- સ્વશરીરમાં રહેલ, આનંદજનક વર્ણની ઉત્પત્તિમાં હેતુભૂત કર્મ “પ્રશસ્તવર્ણ નામ,” સ્વશરીરમાં રહેલ આનંદજનક ગંધની ઉત્પત્તિમાં કારણ “પ્રશસ્તગંધ નામ શરીરોમાં રહેલ આનંદજનક રસની ઉત્પત્તિમાં કારણ કર્મ “પ્રશસ્તરસ નામ અને શરીરમાં રહેલ આનંદજનક સ્પર્શની ઉત્પત્તિમાં કારણ રૂપ કર્મ ‘પ્રશસ્ત સ્પર્શ નામ:' આ પ્રશસ્તવર્ણ ચતુષ્ક શબ્દથી વાચ્યું છે. ત્યાં સફેદ, લાલ, પીળો, નીલો અને કાળો-એમ પાંચ વર્ણો છે. પહેલાંના ત્રણ વર્ષે પ્રશસ્ત અને છેલ્લા બે અપ્રશસ્ત છે. સુગંધ અને દુર્ગધના ભેદથી ગંધના બે પ્રકાર છે. તેમાં પહેલો શુભ અને બીજો અશુભ છે. રસ, કષાય (તુરો), ખાટો, મીઠો, તીખો અને કડવો- એમ પાંચ પ્રકારનો છે. પહેલાંના ત્રણ રસો શુભ અને છેલ્લા બે અશુભ છે. સ્પર્શ, કોમલ, હલકો, ચીકણો, ગરમ, કઠણ, ભારે, લુઓ અને ઠંડો- એવા પ્રકારથી આઠ જાતનો છે. પ્રથમના ચાર શુભ અને પછીના ચાર અશુભ છે.
શરીરના અગુરુલઘુ (ભારે નહિ-હળવું નહિ એવા) પરિણામમાં પ્રયોજક કર્મ ‘અગુરુલઘુનામકર્મ સર્વ જીવોને હોય છે.
બીજાને ત્રાસ, લોભ તથા બુદ્ધિપ્રતિઘાત વગેરેમાં પ્રયોજક કર્મ ‘પરાઘાતનામકર્મ.” ઉચ્છવાસ-નિઃશ્વાસની પ્રાપ્તિમાં કારણ કર્મ ‘ઉચ્છવાસનામકર્મ.
વિવેચન-પ્રશસ્તવર્ણન વર્ણપદની વ્યુત્પત્તિ-જેના વડે શરીર આદિ અલંકૃત-ગુણવાળું કરાય, તે વર્ણશુકલ આદિ વર્ણ.
લક્ષણ- જેના ઉદયથી ઔદારિક આદિ શરીરોમાં આનંદજનક-નેત્રને આનંદ કરનાર વર્ણની ઉત્પત્તિ થાય છે, તે “પ્રશસ્તવર્ણ નામ' એમ અર્થ જાણવો. અહીં અપ્રશસ્તનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે આહ્લાદજનક'- આ પ્રમાણે કહેલ છે. અલક્ષ્યમાં પ્રશસ્ત ગંધનામ આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે વર્ણ – એ પ્રમાણે કહેલ છે. અસંભવદોષના વારણ માટે શરીરવૃત્તિ- આ પ્રમાણે નિવેશ છે.
સ્થિતિ- આ પ્રશસ્તવર્ણનામકર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ પંચેન્દ્રિયની માફક સમજવી.