________________
तत्त्वन्यायविभाकरे
વિવેચન- ‘શિ:પ્રવૃતિ’ અહીં પ્રકૃતિ પદથી છાતી, પીઠ, બે હાથ, ઉદર, બે પગ અને પૂર્વોક્ત શિર મળી આઠ ‘અંગો’ કહેવાય છે. તે આઠ અંગોના અવયવભૂત અંગુલિ વગેરે ‘ઉપાંગો,’ અહીં બે હાથ અને બે પગની અંગુલિઓ ઉપાંગભૂત (અવયવભૂત છે) આદિ પદથી શિર આદિના (આરંભક અવયવ મસ્તિષ્ક આદિના) લલાટ, તાલુ, આંખ-કાન વગેરે ‘ઉપાંગ’ સમજવા.
१९०
જો કે અંગના દૃષ્ટાન્ત તરીકે મસ્તકને અનુરૂપ, ઉપાંગપણાએ તે મસ્તકના અવયવભૂત લલાટ વગેરેનું કથન વ્યાજબી છે, તો પણ તથા કથનમાં એક માત્ર મસ્તકનું ઉપાંગ દર્શિત થાય ! જ્યારે ‘અંગુલિ આદિ' એમ કથનમાં તો બે હાથ અને બે પગના ઉપાંગો એક જ પદ દ્વારા દર્શિત થાય. માટે ગ્રંથલાધવની ઇચ્છાવાળા મેં તે પ્રકારે દર્શાવેલ છે-કહેલ છે. ‘તવયવ’ અહીં તે પદથી આઠ અંગો-બુદ્ધિમાં રહેલ આઠ અંગોના પરામર્શનો સંભવ છે.
તેમજ અંગુલિ આદિના પણ અવયવભૂત (અંગના પ્રત્યવયવ) પર્વ, રેખા વગેરે. આ પ્રમાણે અંગો, ઉપાંગો અને અંગોપાંગો- આવા એક શેષ દ્વન્દ્વસમાસમાં એક પદ શેષ રહેવાથી ‘અંગોપાંગ' એમ કહેવાય છે. જેના ઉદયથી ઔદારિકશરીરપણાએ પરિણમેલ પુદ્ગલોની અંગોપાંગ વિભાગથી પરિણતિ થાય છે, તે ‘ઔદારિક અંગોપાંગના નામ' આવો અર્થ સમજવો.
લક્ષણ- ઔદારિકશરીર સંબંધી અંગોપાંગની સિદ્ધિમાં પ્રયોજક હોય અને કર્મ હોય, તે ‘ઔદારિકાંગોપાંગ નામકર્મ.’
પદકૃત્ય- આ લક્ષણના વિશેષણ વિશેષ્યનું પદકૃત્ય પૂર્વની માફક સમજવું. વૈક્રિયાંગોપાંગનામકર્મ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘ઔદારિકશરીર સંબંધી' એમ કહેલ છે. જો ‘ઔદારિકશરીર સંબંધી કર્મત્વ’- એમ કહેવામાં આવે, તો કાર્યણશરીર આદિમાં અતિવ્યાપ્તિ છે, કેમ કે- તે કાર્યણશરીર તેનું કારણ હોઈ ઔદારિક સંબંધી કર્મ છે, માટે ‘ઔદારિકશરીર સંબંધી અંગોપાંગ નિષ્પત્તિ પ્રયોજક કર્મ' એમ કહેલ છે. જો ‘ઔદારિકશરીર સંબંધીનું પ્રયોજક કર્મ' એમ કહેવામાં આવે, તો અલક્ષ્યભૂત વર્ણ-ગંધાદિ નામકર્મમાં અતિવ્યાપ્તિ છે, કેમ કે- વર્ણ આદિ ઔદારિકશરીર સંબંધી હોય છે. માટે તે અતિવ્યાપ્તિના વારણ માટે ‘અંગોપાંગ' ઇતિપદ મૂકેલ છે.
સ્થિતિનિયમ- ઔદારિકશરીરની માફક ઔદારિકશરીરાંગોપાંગ નામકર્મની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ
સમજવી.
वैक्रियाङ्गोपाङ्गलक्षणमाह—
तादृशं वैक्रियशरीरसम्बन्धि कर्म वैक्रियाङ्गोपाङ्गनाम । तादृशमेवाऽऽहारकशरीरसम्बन्धि कर्माऽऽहारकाङ्गोपाङ्गनाम । इमान्यादिमत्रितनूपाङ्गानि । तैजसकार्मणयोस्त्वात्मप्रदेशतुल्यसंस्थानत्वान्न भवन्त्यङ्गोपाङ्गानि । एवमेकेन्द्रियशरीराणामप्यङ्गोपाङ्गानि न भवन्ति वनस्पत्यादिषु शाखादीनामङ्गत्वादिव्यवहारो न वास्तविकः, किन्तु भिन्नजीवस्य शरीराण्येव ते । ११ ।