________________
सूत्र - ७, चतुर्थ किरणे
१७९ દેવગતિની માફક જ જાણવી. આ બે દેવગતિ અને દેવાનુપૂર્વી વિભાગવાક્યમાં રહેલ સુરદ્ધિક શબ્દથી વાગ્ય છે, એમ ભાવ સમજવો.
પંચેન્દ્રિયજાતિના સ્વરૂપને કહે છે કેઆ પંચેન્દ્રિય છે.'- આવા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત જે સરખી (સમાનજાતીય જીવાત્તરની સાથે) બાહ્ય વિશિષ્ટ પરિણતિ રૂપ જાતિના વિપાક ઉદયથી જાણવા યોગ્ય જે કર્મ, તે “પંચેન્દ્રિયજાતિ.”
ખરેખર, પંચેન્દ્રિયપણા રૂપ જાતિનો સદુભાવ હોવાથી “આ પંચેન્દ્રિય છે.”- આવો શબ્દ પ્રયુક્ત થાય છે. તેથી તેવી જાતિ રૂપ કાર્યના વિપાકના ઉદયથી-અનુભવથી જે કર્મ વિશેષતયા કારણ રૂપે જણાય છે, તે પંચેન્દ્રિયજાતિ'- આવો ભાવ સમજવો.
આ જાતિનામકર્મ સંજ્ઞાના વ્યવહારમાં નિમિત્તભૂત જાતિ પ્રત્યે પ્રયોજક છે, પરંતુ દ્રવ્ય રૂપ પાંચ ઇન્દ્રિયો પ્રત્યે પ્રયોજક નથી, કેમ કે દ્રવ્ય રૂપ પાંચ ઇન્દ્રિયો રૂપ કાર્ય પ્રત્યે ઇન્દ્રિયપર્યાપ્તિનામકર્મ પ્રયોજક (પરંપરાએ કાર્યજનક) છે. ભાવ રૂપ પાંચ ઇન્દ્રિયો પ્રત્યે આ જાતિનામકર્મ પ્રયોજક નથી, પરંતુ ઇન્દ્રિય આવરણ ક્ષયોપશમનું જ સામર્થ્ય છે. અર્થાત્ “પંચેન્દ્રિય'- આવા પ્રકારની સંજ્ઞાના વ્યવહારમાં મૂળ કારણભૂત જાતિમાં પ્રયોજકપણું-કમપણું, એ આ લક્ષણનો અર્થ સમજવો.
પદકૃત્ય-અહીં સાધારણ કારણભૂત અલક્ષ્યભૂત કાળ આદિમાં અતિવ્યાપ્તિના નિવારણ માટે કર્મત્વ' રૂપ વિશેષ્ય દલ મૂકેલ છે. સાતવેદનીય આદિમાં અલક્ષ્યમાં અતિવ્યાપ્તિના માટે પંચેન્દ્રિય સંજ્ઞાવ્યવહાર નિબંધનજાતિ પ્રયોજકત્વ' રૂપ વિશેષણ દલ મૂકેલ છે.
જો “જાતિપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ'- એવું લક્ષણ કરવામાં આવે, તો અલક્ષ્યભૂત એકેન્દ્રિય આદિ જાતિઓમાં જાતિપ્રયોજકત્વ અને કર્મ– વિદ્યમાન હોઈ અતિવ્યાપ્તિના વારણ માટે પંચેન્દ્રિય સંજ્ઞાવ્યવહાર નિબંધન'- એ પ્રમાણે જાતિનું વિશેષણ દીધેલ છે. સંખ્યાવાચક “પંચ પદ પણ આ જ મુદ્દાસર મૂકેલ છે.
જો જાતિપદ ન મૂકવામાં આવે, તો પંચેન્દ્રિય જીવોમાં પણ પંચેન્દ્રિય સંજ્ઞાવ્યવહાર મૂળ કારણ હોઈ, પંચેન્દ્રિયસંશાવ્યવહાર પ્રયોજક'- એવા અંગ-ઉપાંગ નામકર્મમાં અને ઇન્દ્રિય પર્યાપ્તિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “જાતિ' પદનું ઉપાદાન કરેલ છે. જાતિ એટલે અવિરોધી સમાનતા દ્વારા એકીકૃત (સમાનતાથી એક કરેલ) અર્થ.
સ્થિતિનિયમન- પંચેન્દ્રિય જાતિનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ બે હજાર વર્ષ. જઘન્ય સ્થિતિ સાગરોપમના બે સાતીયા ભાગો, પલ્યોપમના અસંખ્યાત ભાગે ન્યૂન. અબાધાકાળ અંતર્મુહૂર્ત- - -
अथौदारिकादिशरीरनामकर्मस्वरूपमाख्याति
औदारिकशरीरयोग्यगृहीतपुद्गलानां शरीरतया परिणमनप्रयोजकं कौदारिकशरीरम् । वैक्रियपुद्गलानां शरीरत्वेन परिणमनहेतुः कर्म वैक्रियशरीरम् । आहारकपुद्गलानां देहतया परिवर्तनसमर्थं कर्माऽऽहारकशरीरम् । ७ ।