________________
१७५
सूत्र - ४, चतुर्थ किरणे श्रेण्यनुसारि गतिनियामकपूर्वायुष्ककर्मण्यर्तिव्याप्तिरतस्तत्पदम् । तथा च वक्रारम्भकाले पूर्वायुष्कस्य नाशादग्रायुष्कप्राप्तेश्च न तत्र पूर्वायुष्कं गतिनियामकं, नाप्यग्रायुष्कं गत्यारम्भोत्तरं प्राप्तेः, किन्त्वानुपूर्व्येव तादृशीति न दोषः । जीवस्येत्यनुक्तौ पुद्गलानामपि परप्रयोगापेक्षया वक्रगतिसम्भवेन तत्रानुश्रेणिगमनप्रयोजकप्रयोक्तृकर्मण्यतिव्याप्तिः स्यात्तद्वारणाय तस्योपादानम् । न च ऋजुगत्यामिव वक्रगत्यामपि नानुपूर्व्यपेक्षितेति वाच्यम्, पूर्वकायुष एवर्जुगतौ प्रयोजकत्वात्, वक्रगत्यान्तु पूर्वकायुषः क्षीणत्वेनानुपूर्व्याः प्रयोजकत्वात् ॥
હવે મનુષ્યની આનુપૂર્વીને કહેવાની ઇચ્છાવાળા પહેલાં આનુપૂર્વીનું લક્ષણ કહે છે કે
ભાવાર્થ- વક્રગતિથી પોતપોતાના ઉત્પત્તિસ્થાનમાં જનાર જીવને શ્રેણીને અનુસાર ગતિનિયામક કર્મ ‘આનુપૂર્વી’ કહેવાય છે.
વિવેચન- અહીં આ ભાવ છે કે- જીવોની અને પુદ્ગલોની સર્વ દિશાઓમાં (સર્વ દિશાઓ પ્રત્યે) ગતિ છે. તે ગતિ સ્વસન્મુખ આકાશપ્રદેશોની પંક્તિ રૂપ શ્રેણીને અનુસરીને જ છે, વિરુદ્ધ દિશા પ્રત્યે ગતિ નથી. ત્યાં ભવાન્તર સંક્રમણના (બીજા ભવમાં ગમનના) સન્મુખ થયેલો જીવ, કર્મની મંદ ક્રિયા હોવાથી જે આકાશપ્રદેશોને અવલંબી શરીરનો વિયોગ કરે છે, તે આકાશપ્રદેશોને નહિ ભેદતો બીજા દેશમાં જાય છે અથવા ઊંચે-નીચે-તીર્લ્ડે જાય છે; કેમ કે- શ્રેણીવિરુદ્ધ ગતિનો અભાવ છે.
વળી શ્રેણી ત્રણ પ્રકારની છે- (૧) પૂર્વ-પશ્ચિમ લોકાન્ત સુધી લાંબી આકાશપ્રદેશ શ્રેણી, (૨) દક્ષિણઉત્તર લોકાન્ત પર્યંત લાંબી આકાશપ્રદેશ શ્રેણી, (૩) ઊંચે-નીચે લોકાન્ત અવધિ લાંબી આકાશપ્રદેશ શ્રેણી. તે શ્રેણીઓમાં જ જીવોની અને પુદ્ગલોની ગતિ છે. તે શ્રેણીઓને ભેદીને (વિપરીત રીતે જઈને) કદાચ પણ તે જીવપુદ્ગલો જતાં નથી (ગતિ કરતાં નથી).
હ
ત્યાં જીવ કર્માધીન હોવાથી ભવાન્તરની પ્રાપ્તિમાં વક્ર-વિગ્રહગતિને પણ પામે છે, કેમ કેભવાન્તરની સંક્રાંતિમાં ઋજુ-વક્રગતિના ભેદથી ગતિના બે પ્રકારો છે. વળી વક્રગતિમાં એકવિગ્રહ, દ્વિવિગ્રહ અને ત્રિવિગ્રહ રૂપે ત્રણ પ્રકારની ગતિઓ છે.
(૧) એકવિગ્રહગતિ બે સમયવાળી, (૨) દ્વવિગ્રહગતિ ત્રણ સમયવાળી અને (૩) ત્રિવિગ્રહગતિ ચાર સમયવાળી છે.
ત્યાં ઋજુગતિએ જનાર જીવને જેમ સીધા ચાલનાર બળદને નાસારજ્જુ (બળદના નાકે બાંધવાની દોરી, નાથ) અપેક્ષિત નથી, તેમ આનુપૂર્વી અપેક્ષિત નથી. પરંતુ વક્રગતિએ જનાર બળદને નાથ અપેક્ષિત
१. तत्रानुपूर्वीनामकर्मणो नोदयः, किन्तु पूर्वकर्मायुरनुभवन्नुत्पत्तिस्थानं प्राप्तः पुरस्कृतमायुरासादयतीति
ભાવ:
૨. જો કે જીવની વિશ્રેણીગતિ પણ મેરૂ આદિ પ્રદક્ષિણાના કાળમાં થયેલ છે, તો પણ ભવાન્તર સંક્રમણમાં ઊર્ધ્વલોકમાંથી નીચે, અધોલોકમાંથી ઊંચે અને તિńલોકમાંથી નીચે અથવા ઊંચે શ્રેણીની અનુસારિણી ગતિ છે.
૩. મુક્તોની ગતિ નિયમા અવક્ર-ઋજુ હોવાથી કહેવામાં આવેલ છે કર્માધીન હોવાથી.