________________
સૂત્ર - ૨, વાર્થ શિરો.
१६९
અવગાઢ અર્થાત્ જે આકાશપ્રદેશમાં જીવપ્રદેશ નથી, એવા આકાશપ્રદેશમાં અવગાઢ કર્મયોગ્ય દ્રવ્યને જીવ પકડતો નથી, થોડા-કેટલાક પોતાના પ્રદેશો વડે પકડતો નથી.
અહીં કર્મરાશિ ઘાતિ અને અઘાતિ-એમ બે ભેદવાળી છે.
() ઘાતિકર્મ-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય રૂપ આત્મગુણોના સર્વથી કે દેશથી સાક્ષાત્ પ્રતિઘાત કરવામાં સમર્થ કર્મ, તે “ઘાતિકર્મ.' જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય રૂપ આઠ પ્રકારના મૂલ પ્રકૃતિ રૂપ કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય રૂપ ચાર કર્મો આત્માના જ્ઞાન આદિ ગુણોના ઘાતક હોવાથીઅજ્ઞાન આદિ અશુભ પરિણામના જનક હોવાથી અશુભ રૂપ “ઘાતિકર્મ કહેવાય છે.
(a) અઘાતિકર્મ- વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર રૂપ ચાર કર્મો, સુખ-દુઃખ વગેરે રૂપ શુભઅશુભ વિપાકજનક હોવાથી-જ્ઞાન વગેરેના સાક્ષાત્ અપ્રતિઘાતી હોવાથી શુભ-અશુભ રૂપ કર્મ, તે અઘાતિકર્મ.”
આ પ્રમાણે ઘાતિ-અઘાતિ કર્મની અંદર જે અશુભ કર્યો છે, તે પાપપ્રકૃતિ' કહેવાય છે. જે શુભ કર્મો છે, તે “પુણ્યપ્રકૃતિ' કહેવાય છે. આ પુણ્ય-પાપ બંને મેરૂ આદિપણાએ પરિણમેલ સ્કંધની માફક અતિ બાદર (અતિ સ્કૂલ) નથી, તેમજ પરમાણુની માફક અતિ સૂક્ષ્મ નથી, કેમ કે-આ પુણ્ય-પાપની જોડી સૂક્ષ્મ પરિણામવાળા કર્મવર્ગણાના દ્રવ્યથી બનેલ છે તેથી સૂક્ષ્મ છે.
द्रव्यभावभेदेन द्विविधपुण्यमध्ये यत्पौगलिकं पुण्यत्वेनात्र वर्णितं तदेव द्रव्यपुण्यमित्याह
इदमेव द्रव्यपुण्यमुच्यते । द्रव्यपुण्यनामकर्मोत्पत्तिहेतुरात्मनश्शुभाध्यवसायो भावપુષ્યમ્ ૨.
इदमेवेति । पौद्गलिकमेवेत्यर्थः, भावपुण्यमाह-द्रव्यपुण्येति । येनाऽऽत्मनोऽध्यवसायविशेषेण द्रव्यात्मकपुण्यस्य निष्पत्तिः सोऽध्यवसायो भावपुण्यनामेत्यर्थः ॥
દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારના પુણ્યમાં જે પૌલિકપણાએ કહેલ છે, તે દ્રવ્યપુણ્યને કહે છે કે
ભાવાર્થ- આ જ દ્રવ્યપુણ્ય કહેવાય છે. દ્રવ્યપુણ્ય નામક કર્મની ઉત્પત્તિમાં હેતુ રૂપ આત્માનો શુભ અધ્યવસાય “ભાવપુણ્ય' કહેવાય છે.
१. जीवस्याध्यवसायवशाद्ग्रहणकाले शुभाशुभादिविशेषणाविशिष्टानां कर्मणां ग्रहणसमय एव शुभत्वमशुभत्वं वा भवतीति पुण्यकर्मनिष्पत्तावध्यवसायो हेतुरिति भावः ॥
જીવના અધ્યવસાયના વિશે શુભ-અશુભ રૂપ વિશેષણ વગરના સામાન્ય કર્મોનું ગ્રહણકાળમાં જ શુભપણું કે અશુભપણું થાય છે, માટે પુણ્યકર્મની ઉત્પત્તિમાં અધ્યવસાય હેતુ છે.