________________
सूत्र - १, चतुर्थ किरणे
१६३
વળી આરોગ્ય-દીર્ધાયુષ્ય-સમૃદ્ધપણું-કામભોગ-સંતોષ સર્વવિરતિ રૂપ પ્રવ્રજયા-મોક્ષ રૂપ સુખોમાં માત્ર-કેવળ મોક્ષસુખ જ સર્વશ્રેષ્ઠ-પરમ-અખંડ-અનંત-આનંદ રૂપ છે, કેમ કે સિવાય મોક્ષસુખ, બીજા બધાં સુખો વ્યાધિપ્રતિકારની માફક દુઃખપ્રતિકાર રૂપ છે, સુખના અભિમાનને પેદા કરનારા છે અને ક્ષણિક છે, માટે વાસ્તવિક રીતે સુખ નથી. એટલે જ પૌદ્ગલની બનાવટ રૂપ પુણ્યજન્ય સુખ છે. અર્થાત્ પુણ્ય દ્વારા પૌલિક સુખ મળે છે, મોક્ષસુખ મળતું નથી. એ મર્મ સમજાવવા માટે સુખનું વિશેષણ પૌદ્ગલિક રાખેલ છે.
જો મોક્ષસુખજનક સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગમાં કર્મત્વ રૂપ વિશેષ્ય દલનો અભાવ હોવાથી જ અતિવ્યાપ્તિ નથી, તો સુખનું પૌલિક એ વિશેષણ વ્યર્થ છે. એમ જો કહેવામાં આવે, તો પૌલિક સુખપદથી ઇષ્ટગતિ-ઇષ્ટજાતિ-શુભ શરીર-સુંદર ઇન્દ્રિયવિષય વગેરે સુખના સાધન માત્ર અહીં વિવલિત (અધિકૃત) છે.
તથાચ શુભ ગતિ, વર્ણ આદિ અનુકૂળ શુભ વિપાક ઉદયવાળું પુણ્ય (કર્મ) છે, એ ફલિત થાય છે.
શંકા- પશુ વગેરે સકલ પૌગલિક વસ્તુઓ, દેવદત્તના અષ્ટ નામક ગુણથી દેવદત્તની પાસે આવે છે. જેમ કે- અન્ન આદિ.
અર્થાત્ જેમ આત્મવિશેષ ગુણ રૂપ પ્રયત્નજન્ય અન્ન, ફૂલ, પલંગ વગેરેનું આકર્ષણ થાય છે, તેમ દેવદત્તના આત્મવિશેષ ગુણ રૂપ ધર્મ-અધર્મ રૂપ અદૃષ્ટ ગુણથી પશુ આદિનું આકર્ષણ થાય છે. આ પ્રમાણે 'ન્યાય આદિ દર્શનાંતરીઓએ ધર્મ-અધર્મ રૂપ પુણ્ય-પાપને આત્માના ગુણ તરીકે માનેલ છે. તો અહીં પુણ્ય શું ગુણ રૂપ છે કે વિશિષ્ટ પુદ્ગલ રૂપ છે?
સમાધાન- ઉપરોક્ત શંકાના જવાબમાં કહે છે કે - “આ પુણ્ય પૌદ્ગલિક છે.” ઇતિ. અર્થાત્ આ પુણ્ય પૌલિક એટલે પુદ્ગલના પરિણામવિશેષ રૂપ છે. ખરેખર, પશુ આદિનું આકર્ષણ લોકમાં રજુ (દોરડા) વગેરેની સાથે સંયોગ દ્વારા પ્રત્યક્ષ સિદ્ધ છે. પરંતુ આ પશુ આદિનું આકર્ષણ અદષ્ટ દ્વારા કેવી રીતે થાય?
(૧) સંયોગથી તો થાય જ નહિ, કેમ કે-અદષ્ટ એ ગુણ છે અને પશુ આદિ દ્રવ્ય છે. “બે દ્રવ્યોનો જ સંયોગ' હોય છે. આવા નિયમથી ગુણ અને દ્રવ્યનો સંયોગ-સંબંધ થતો નથી.
(૨) સમવાય સંબંધથી પણ પશુ આદિનું આકર્ષણ થઈ શકે નહિ, કેમ કે- અદષ્ટ ગુણ અને દેવદત્ત આત્માનો સમવાય સંબંધ છે, નહિ કે- પશુ આદિમાં દેવદત્તના અદષ્ટના સમવાયની અસિદ્ધિ છે.
१. धर्माधर्मावदष्ठं स्याद्धर्मः स्वर्गादि कारणम् ॥१६१ ॥
गङ्गास्नानादि यागादि व्यापारः स तु कीर्तितः । कर्मनाशाज्जलस्पर्शादिना नाश्यस्त्वसौ मतः ॥ १६२ ॥ अधर्मोनरकादीनां हेतुर्निन्दित कर्मनः । प्रायश्चितादिनाश्योऽसौ, जीववृत्तीत्विमौ गुणौ ॥ १६३ ॥