________________
सूत्र - १४, तृतीय किरणे
१३७ परिणामस्सा मूर्तिः । यदि धर्माधर्मसिद्धानां प्रतिविशिष्टसंस्थानपरिणामवत्त्वेनातिप्रसङ्ग इति विभाव्यते तर्हि रूपं चक्षुर्ग्रहणलक्षणं ग्राह्यम् । रूपव्यतिरेकेण पुद्गलानामनुपलब्धेर्द्रव्यार्थादेशतो रूपपरिणमात्पुद्गलद्रव्यमभिन्नं, पर्यायार्थादेशाच्च कथञ्चिद्भिन्नं ततश्च कथञ्चिद्भेदाभेदसम्बन्धेन रूपवत्त्वं पुद्गलद्रव्यस्य लक्षणं बोध्यम् । मूर्तिमत्त्वस्य रूपवत्त्वस्य च प्राप्त्यर्थं सर्वसंसारिजीवग्रहणयोग्यस्पर्शवत्त्वलक्षणं विहाय रूपवन्त इत्युक्तं, तेन यद्रूपवद्रव्यं तन्मूर्तिमदिति लभ्यते, यद्यपि स्पर्शरसगन्धा अपि मूर्ति न व्यभिचरन्ति तथापि स्पर्शादिशब्दानभिधेयत्वात्तल्लाभो न भवेदेवेति तल्लाभार्थमेव तथोपादानम् । एतेन सर्वत्र रूपरसगन्धस्पर्शानां सत्त्वेन केषाञ्चिदेव परमाणूनां रूपवत्त्वं केषाञ्चिदेव गन्धवत्त्वं रसवत्त्वं स्पर्शवत्त्वमिति भिन्नजातीयत्वं परमाणूनां व्युदस्तं, यत्र रूपपरिणामस्तत्र सर्वत्र स्पर्शरसगन्धानां सत्त्वादुत्कटानुत्कटभेदेन च गुणानामुपलब्ध्यनुपलब्ध्युपपत्तेरिति ॥
હવે છઠ્ઠા પુગલદ્રવ્યનું નિરૂપણ કરે છે કેભાવાર્થ- જે રૂપવાળા હોય છે, તે પુગલો કહેવાય છે.
વિવેચન- જેઓની પાસે કે જેઓમાં રૂપ છે, તે રૂપવંત (રૂપવાળા)- એમ રૂપવંત’નો અર્થ સમજવો. “પુદ્ગલો” અહીં બહુવચન, પરમાણભેદથી અને અંધભેદથી તે પુલોનું ભિન્નપણું દર્શાવવા માટે છે.
અહીં રૂપ આદિ શબ્દથી વાચ્ય મૂર્તિ છે. તે રૂપી, રૂપ આદિ અને સંસ્થાન પરિણામવાળી છે. અર્થાત્ રૂપ-રસ-ગંધ-સ્પર્શ દ્વારા પરિમંડલ (વલયાકાર) ત્રણ ખૂણાવાળી, ચાર ખૂણાવાળી, લાંબી, ગોળાકાર આદિ આકૃતિઓ દ્વારા જે પરિણામ, તે મૂર્તિ. તે મૂર્તિરૂપવાળા પુદ્ગલો છે.
જો ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય શ્રી સિદ્ધ ભગવંતોમાં પ્રતિ વિશિષ્ટ સંસ્થાન પરિણામ હોઈ, અલક્ષ્ય એવા ધર્માદિમાં વિશિષ્ટ સંસ્થાનપરિણામવત્તા રૂપ લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ નામક લક્ષણદોષ આવે છે, એમ વિચારાય છે.
તો રૂપ એટલે ચક્ષુર્રહણ (ગ્રહણયોગ્યત્વ) રૂપ લક્ષણવાળું રૂપ લેવું. અર્થાત તે મૂર્ત પદાર્થ દ્રવ્યસ્વભાવવાળી ચક્ષુગ્રહણયોગ્ય હોઈ “રૂપ’ તરીકે કહેવાય છે.
રૂપ સિવાય પુદ્ગલોની અપ્રાપ્તિ હોવાથી, દ્રવ્યનયની અપેક્ષાએ રૂપપરિણામથી પુદ્ગલદ્રવ્ય અભિન્ન છે. પર્યાયનયની અપેક્ષાએ કથંચિદ્ ભેદ છે, તેથી જ કથંચિત્ ભેદ-અભેદ સંબંધથી પુદ્ગલદ્રવ્યનું લક્ષણ રૂપવત્ત્વ સમજવું.
મૂર્તિમત્ત્વ અને રૂપવત્ત્વની પ્રાપ્તિ માટે, સર્વ સંસારી જીવને ગ્રહણયોગ્ય સ્પર્શવત્વ રૂપ લક્ષણને છોડી “રૂપવંતઃ' એમ કહેલ છે. તેથી જે રૂપવાળું દ્રવ્ય છે, તે મૂર્તિવાળું છે એમ રૂપ અને મૂર્તિની વ્યાપ્તિ થાય છે.