________________
सूत्र - ९, तृतीय किरणे
१२५
અપેક્ષાવાળી છે, કેમ કે કાર્ય છે. જેમ કે- ઘટ વગેરે વર્તનશીલતા રૂપ કાર્યથી (જનકતા રૂપે નિરૂપિત) અપેક્ષાકારણ રૂપે કાળ નામના પદાર્થની સિદ્ધિ થાય છે.
શંકા- સમય રૂપે પરિણમનના સ્વભાવવાળી વર્તના દુઃખે કરી જાણી શકાય એમ છે, માટે કેવી રીતે પૂર્વોક્ત અનુમાનપ્રયોગમાં પક્ષ (ધર્મ-સાધ્ય ધર્મવિશિષ્ટ) તરીકે લેવાય છે?
સમાધાન- આ વર્તના, પ્રત્યેક દ્રવ્યપર્યાયની અંદર વ્યાપ્ત એક સમય રૂપ સ્વસત્તાના અનુભવના સ્વરૂપવાળી ઉત્પાઘ કે વિનાશ્ય પદાર્થનો પ્રથમ સમયનો સંવ્યવહાર અનુમાનથી ગમ્ય છે. ચોખા વગેરેના વિકારની જેમ. અગ્નિ અને જળના સંયોગથી જન્ય તંદુલમાં રહેલ પ્રાથમિક વિકાર વ્યવહારિક પાકમાં અનુમાનથી ગમ્ય છે તેમ અહીં સમજવું.
પ્રથમ સમયથી માંડી સૂક્ષ્મ પાકની સિદ્ધિની માફક પ્રત્યેક સમયમાં સઘળાય દ્રવ્યોની સ્વસ્વ પર્યાયની સિદ્ધિમાં સમયે સમયે વર્તના અનુમાનયોગ્ય હોવાથી “કાળ' છે, કેમ કે-નવપુરાણ આદિ પરિણામની અન્યથા અનુપપત્તિ છે.
(કાળના અસ્તિત્વ સિવાય નવપુરાણ આદિ પરિણામના અસ્તિત્વનો અભાવ છે. જ્યાં જ્યાં નવપુરાણ આદિ પરિણામ છે, ત્યાં ત્યાં કાળનું અસ્તિત્વ છે. આ પ્રમાણે અન્વય વ્યતિરેક વ્યાપ્તિ સાધ્ય, કાળનું અસ્તિત્વ છે.).
તથા ગઈકાલ, આવતીકાલ, આજ, પૂર્વના વર્ષે, (પોર-પરાર) રાત્રિ, દિન, સવાર, સાંજ, ચાલુ વર્ષ ઈત્યાદિ કાળવાચક શબ્દો પણ બાહ્ય પદાર્થ રૂપ કારણવાળા છે; કેમ કે-સમાસ વગરનું (શુદ્ધ) પદ છે. જેમ કે-રૂપ આદિ શબ્દો (ગઈકાલ) વગેરે કાળ શબ્દો યથાર્થ છે, કેમ કે- અભ્યપગમ પ્રમાણે આપ્તોએ તે પ્રકારે કહેલ છે.
જેમ કે-પ્રમેયભૂત અર્થ પ્રમાણથી જોય છે. આવા પ્રકારનું વચન ઈત્યાદિ અનુમાનો વિચારવા.
જો વર્તના, સૂર્યની ગતિ રૂપ કારણવાળી છે એમ માનવામાં આવે, તો સૂર્યની ગતિમાં પણ વર્તના દેખાય છે. માટે બીજો હેતુ શોધવો જ પડશે ને?
અથવા આકાશપ્રદેશ રૂપ નિમિત્તવાળી વર્તન (સૂર્યગતિ) નથી, કેમ કે-તે આકાશપ્રદેશ તે વનાનું (સૂર્યગતિનું) અધિકરણ-આધાર છે. તેથી સકલવસ્તુવ્યાપક વર્તના છે. વર્તન રૂપી કાર્યથી અનુમાનયોગ્ય, પદાર્થની પરિણતિમાં હેતુ, કાળ નામનો પદાર્થ છે જ. આ જ વળી અદ્ધાકાળ કહેવાય છે.
આ પ્રમાણે જ્યાં કાળ છે, ત્યાં વૃત્તિ છે. એટલે વર્તના આદિ આકારથી તે તે દ્રવ્યમાં કાળ પરિણમે છે. જયાં કાળ નથી, ત્યાં વર્તના આદિ આકારથી કાળ પરિણમતો નથી. આ પ્રમાણે નિયમ છે
શંકા- અઢી દ્વિપના બહાર દ્વિપોમાં ભાવગતવર્તન કાળની અપેક્ષાવાળી છે, કેમ કે- વૃત્તિ શબ્દવા છે. જેમ કે- અહીંના કુસુમની વૃત્તિ. (વર્તના) આ પ્રમાણે અઢી દ્વિપના બહારના દ્વિપોમાં-ઊર્ધ્વલોક કે અધોલોકમાં પણ કાળસિદ્ધિ કેમ નહિ ?
સમાધાન- કાળની અપેક્ષા વગરના (સાધ્યના અભાવવાળા) અલોકાકાશમાં વૃત્તિ, કાળનિરપેક્ષ સમયમાં વર્તના છે માટે વ્યભિચાર છે.