________________
१२४
तत्त्वन्यायविभाकरे
આજકાલ જીવ અજીવ રૂપ હોઈ “દ્રવ્યકાળ' કહેવાય છે. આવા અભિપ્રાયથી આગમાં છે કે'किमयंभदन्त ! काल इति प्रोच्यते ? गौतम ! जीवश्चेवाजीवश्चैव ।'
હે ભગવાન્ ! કાળ છે- એમ જે કહેવાય છે કે શું? તેના જવાબમાં ભગવાન કહે છે કે- કાળ જીવદ્રવ્ય રૂપ અને અજીવદ્રવ્ય રૂપ છે.
જો સર્વ દ્રવ્યોમાં રહેનાર વર્તના આદિ પર્યાયકાળ નામે કરી જાદુ દ્રવ્ય ભલે ન હોય, પરંતુ સૂર્ય આદિ ગતિથી અતિ સ્પષ્ટ જાણી શકાય. મનુષ્યક્ષેત્રમાં વર્તનાર અને પરમાણુની માફક કાર્ય રૂપ લિંગથી અનુમાનયોગ્ય (સમાસ વગરના) પદથી વાચ્ય હોવાથી, અસ્તિત્વ રૂપે અનુમાનયોગ્ય બનતું અને લોકમાં પ્રસિદ્ધ કાળ નામક છઠ્ઠા દ્રવ્ય તરીકે દ્રવ્ય કેમ સિદ્ધ ન થાય?
આ પ્રમાણે જ્યારે વિચાર કરાય છે, ત્યારે ‘વના રૂપ લિંગ વડે લક્ષિત-અનુમિત જે થાય છે, તે આ વર્તના લક્ષણવાળો કાળ પદાર્થ છે.' એવો અર્થ કહેવો.
જે વિભાગવાળો થતો નથી, એવા એક સમયમાં ધર્મ આદિ દ્રવ્યો આદિવાળા-અનાદિવાળા પોતાના પર્યાયો વડે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ભેદો વડે વર્તે છે. ( આ પ્રમાણે ધર્માદિ દ્રવ્યવિષયક, એક સમય વૃત્તિ ‘વના' કહેવાય છે. તે વર્તના સમાન જાતિવાળા ભાવોની એકીસાથે થનારી વર્તના અહીં વિવક્ષિત છે. તે વના જ કાળની અપેક્ષાવાળી છે. જેમ કે- આંબા આદિમાં રહેલ મંજરી કાળની અપેક્ષાવાળી છે.
(મનુષ્યલોકવ્યાપી એક સમય રૂપી કાળ, તે કાળ દ્રવ્યપર્યાયવ્યાપ્ત વૃત્તિવાળો જ દ્રવ્યર્થની અપેક્ષાએ એક છે. પરંતુ પ્રત્યેક પર્યાયમાં ઉત્પાદ-વ્યય ધર્મવાળો છતાં અનંત સંખ્યા પરિણામવાળો છે-અનાદિઅનંત છે. એથી જ પર્યાયના પ્રવાહમાં વ્યાપક એક, કાળ પોતાને વિસ્તાર છે. અતીત-અનાગત-વર્તમાન અવસ્થાઓમાં પણ કાળ-કાળ, આવી સામાન્ય રીતે સર્વદા ધ્રુવતાના અંશનું આલંબન છે. આવી રીતે કાળ સામાન્ય પરમાર્થ હોવાથી સત્ છે-કદાચિત્ અસત્ નથી.
અઢી દ્વિપ બે સમુદ્રથી આક્રાન્ત ક્ષેત્રપરિમાણવાળો, તીચ્છમાનથી ૪૫ લાખ જોજન પ્રમાણવાળો કાળ નામનું દ્રવ્ય કહેવાય છે; કેમ કે-વર્તના આદિ લિંગની વિદ્યમાનતા છે. મનુષ્યલોક પછીથી કાળ નામક દ્રવ્ય સ્વીકારતું નથી. જો કે ભાવોમાં વર્તનાદિ હોવા છતાં વર્તનાદિ સામાન્યથી છે. માટે કાળના લિંગો નથી. પરંતુ વિશેષથી વર્તનાદિકાળના લિંગો છે.)
આ કથનથી મનુષ્યક્ષેત્ર પછીથી, ઉર્ધ્વલોકમાં કે અધોલોકમાં કાળના લિંગ રૂપ વર્તના આદિ હોવા છતાં શા માટે ત્યાં કાળ માનતા નથી ? આવી શંકા નિરાકૃત થઈ ગઈ, કેમ કે-ત્યાં ભાવોની વર્તાના કાળની અપેક્ષાવાળી નથી. ત્યાં વિદ્યમાન પદાર્થો પર્યાયની અપેક્ષાએ સ્વયમેવ ઉત્પન્ન-વિનષ્ટ થાય છે. દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ-વર્તમાન છે. સમાન જાતિવાળા સર્વ પદાર્થોમાં એકીસાથે તે વનાદિ ઉભૂત થતા નથી.
અથવા વિવક્ષિત તે તે નવપુરાણ આદિ સ્વરૂપે પરમાણુ આદિ પદાર્થોનું નિત્ય હોવું તે ‘વના.” તથાચ સ્વયમેવ વર્તના પદાર્થોની જે વર્તનનો સ્વભાવ તે “વર્તના.” તે વર્ણના બાહ્ય રૂપ બીજા નિમિત્તની