________________
११६
तत्त्वन्यायविभाकरे
સમાધાન- આકાશ એ લક્ષ્ય હોઈ પ્રધાન છે, કેમ કે- અવગાહ્ય (અવગાહનયોગ્ય) છે અને અવકાશદાન દ્વારા ઉપકારક છે. આકાશથી ભિન્ન પુલ આદિ દ્રવ્ય અવગાહકારક સ્વને (અવગાહનાને) અનુકૂળ પુદ્ગલ-જીવ આદિ દ્રવ્યોને અવકાશદાતૃપણાના સંબંધથી અવગાહનાવત્ત્વ (અવગાહના)-એ આકાશનું લક્ષણ સમજવું.
ત્યાં ધર્મદ્રવ્યના અને અધર્મદ્રવ્યના પ્રદેશો, લોકાન્તપર્વત, લોકાકાશના પ્રદેશમાં વિભાગ ન થઈ શકે તેવી રીતે (અવિયુક્ત રીતિથી) વર્તતા હોઈ એ પ્રવિષ્ટ થઈ રહેલા છે. તેથી આકાશદાનથી ધર્મ-અધર્મ ઉપર ઉપકાર કરે છે, કેમ કે- આકાશપ્રદેશના અત્યંતરમાં ધર્મ-અધર્મના પ્રદેશો વર્તે છે. અલોકાકાશમાં ધર્મઅધર્મના પ્રદેશોનો અસંભવ છે.
પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્યો પ્રત્યે સંયોગ અને વિભાગ દ્વારા આકાશ ઉપકાર કરે છે, કેમ કે-તે પુદ્ગલજીવદ્રવ્યો ક્રિયાવાન છે. જેમ કે- એક આકાશપ્રદેશમાં અવગાઢ રહેલા હોતા માટી-મનુષ્ય વગેરે ફરીથી બીજી જગ્યાએ ઉપલબ્ધ થાય છે. વળી સર્વત્ર અત્યંતરમાં અવકાશના દાનથી એક પણ અવગાહ, અવગાહ્યઉપાધિના ભેદથી અનેક જ દેખાય છે. અર્થાત્ અંતઃપ્રવેશનો સંભવ હોઈ સંયોગવિભાગ દ્વારા આકાશ, પુદ્ગલજીવો ઉપર ઉપકાર કરે છે.
શંકા- અવગાહના ગુણવત્ત્વ, જો આકાશનું લક્ષણ કરવામાં આવે, તો અલોક આકાશમાં આ લક્ષણ અવ્યાપ્તિ નામક લક્ષણદોષથી દુષ્ટ બનશે; કેમ કે- લક્ષ્યભૂત-લક્ષ્યના એક દેશમાં લક્ષણનું ન ઘટવું એ અવ્યાપ્તિ કહેવાય છે. લક્ષ્યના અમુક દેશમાં-અલોક આકાશમાં લક્ષણ નહિ ઘટવાથી શું લક્ષણદોષ નહિ આવે ?
સમાધાન- ત્યાં પણ-અલોક આકાશ રૂપ લક્ષ્યના દેશમાં પણ અવગાહને અનુકૂળ અવકાશદાતૃત્વનો સ્વભાવ-શક્તિ વિદ્યમાન છે, પરંતુ જીવપુદ્ગલ આદિ રૂપ અવગાહ ગ્રાહક તત્ત્વના અભાવથી અવગાહ
નથી.
જો અવગ્રાહક ત્યાં હોય, તો અવગાહ પરિણતિથી આકાશ અવકાશદાન રૂપ વ્યાપાર લાગુ પડે! પરંતુ ત્રણેય કાળમાં અવગાહક તો નથી જ, તો પણ અલોક આકાશમાં અવગાહદાનશક્તિની સંપન્નતા તો છે જ. વળી અવગાહક રૂપ હંસના અભાવમાં જળનું અવગાહ્યપણું હીન થાય ખરું કે ? અર્થાત્ ન જ થાય. તેમ અહીં સમજવું.
अथाऽऽकाशे प्रमाणमादर्शयति
मानन्तु द्रव्याणां युगपदवगाहोऽसाधारणबाह्यनिमित्तापेक्षो युगपदवगाहत्वादेकसरोवर्तिमत्स्यादीनामवगाहवदित्यनुमानम् । लोकालोकभेदेन तद्विविधम् । ७ ।
मानन्त्विति । द्रव्याणामिति, अवगाहमानानामित्यादिः । अनेकद्रव्याणामेकदा योऽवगाहस्तस्यैव पक्षत्वसूचनाय युगपदवगाह इत्युक्तं, अन्यथा स्थूलानामेव द्रव्याणां प्रतिघातात् सूक्ष्माणां परस्परावगाहप्रदत्वेन तादृशावगाहेऽसाधारणबाह्यपरमाण्वन्तरसापेक्षत्वस्य सिद्धत्वेन सिद्धसाधनत्वापत्तेः । तथा च सर्वेषां युगपदवगाहं प्रत्यसाधारणं निमित्तं गगनातिरिक्तं न