________________
सूत्र - ६, तृतीय किरणे
११५
આ અધર્મદ્રવ્યનો આધાર અને અધર્મની વૃત્તિપણાને કહે છે કે- “લોક આકાશવ્યાપી.” આ અધર્માસ્તિકાય નામક દ્રવ્ય સર્વાત્મના લોકાકાશમાં વ્યાપક છે. અહીં પૂર્વની માફક જ વિચાર કરવો.
(જે જે કાર્ય છે, તે તે અપેક્ષાકારણ કન્ય છે. જેમ કે-ઘટ આદિ કાર્ય. તેવી રીતે આ સ્થિતિ રૂપ કાર્ય પણ છે, જે તેનું અપેક્ષાકારણ છે. તે અધર્માસ્તિકાય છે. વળી એમ પણ નહિ કહેવું કે-અનુપલબ્ધિ હોવાથી સસલાના શિંગડાની માફક અધમસ્તિકાય નથી, કેમ કે દિશા આદિની અસિદ્ધિની આપત્તિ વાદીઓને છે.) अथ तृतीयमाकाशद्रव्यं लक्षयति
- अवगाहनागुणमाकाशम् । ६। अवगाहनेति । अवगाहनमनुप्रवेशस्स एव गुणो यस्य तदाकाशमिति विग्रहः, अवगाहनागुणत्वं आकाशस्य लक्षणम् । नन्विदमवगाहनं पुद्गलादिद्रव्यसम्बन्धि गगनसम्बन्धि च, संयोगवत्तथा च तत्कथमाकाशस्यैव गुणः, उभयगुणत्वे चातिव्याप्त्यापत्त्या तत्कथं लक्षणं भवितुमर्हतीति चेन्मैवम्, लक्ष्यं ह्याकाशं प्रधानमवगाह्यत्वात् अवकाशदानेनोपकारकत्वाच्च, पुद्गलादिद्रव्यन्त्ववगाहकं, तथा च स्वानुकूलावकाशदातृत्वसम्बन्धेनावगाहनावत्त्वमाकाशस्य लक्षणं बोध्यम् । तत्र धर्माधर्मप्रदेशा हि आलोकान्तल्लोकाकाशप्रदेशनिविभागवर्तित्वेनावस्थिताः, तस्मादन्तरवकाशदानेन धर्माधर्मयोरुपकरोति, धर्माधर्मप्रदेशानामाकाशप्रदेशाभ्यन्तरवर्तित्वात्, अलोके च तदसम्भवात् । पुद्गलजीवानान्तु संयोगविभागैश्चोपकरोति तेषां क्रियावत्त्वात् । न चालोकाकाशे लक्षणमिदमव्याप्तमिति वाच्यम्, तत्राप्यवगाहानुकूलावकाशदातृत्वस्वभावस्य सत्त्वात्, अवगाहकाभावादेव नावगाहः, नहि हंसस्यावगाहकस्याभावेऽवगाह्यत्वं जलस्य हीयत इति ॥
હવે ત્રીજા આકાશ નામક દ્રવ્યનું લક્ષણ કહે છે. ભાવાર્થ- “અગાહના-અવગાહદાન રૂપી ગુણવાળું આકાશ છે.” વિવેચન- અવગાહના એટલે અનુપ્રવેશ રૂપ ગુણ (ઉપકાર) જે દ્રવ્યનું છે તે “આકાશ’ આમ વિગ્રહ ४२वो.
અવગાહના રૂપી ગુણ (સ્વતત્ત્વ જ છે, કેમ કે ધર્મ આદિમાં અવકાશદાન દ્વારા આકાશ ઉપકાર કરે छ.) ५j माश- Gan छ.. - શંકા- આ અવગાહને પુદ્ગલ આદિ દ્રવ્યની સાથે સંબંધવાળું અને આકાશની સાથે સંબંધવાળું છે, - એટલે અવગાહન બંનેનો ધર્મ કહેવાય. તે ધર્મ આકાશનો જ છે-એમ કેમ કહેવાય? કેમ કે-બે આંગળનો સંયોગ જેમ બંનેથી જન્ય છે, તેમ આ બે દ્રવ્યોથી પેદા થયેલ સંયોગ એક જ દ્રવ્યથી કેમ વ્યવહારાય? અને જો બંનેનો ગુણ માનવામાં આવે, તો અતિવ્યાપ્તિની આપત્તિ થાય છે. માટે કેવી રીતે અવગાહના ગુણત્વ, આકાશનું લક્ષણ થઈ શકે ?