________________
११०
तत्त्वन्यायविभाकरे
દહન
ગતિપરિણત જીવપુદ્ગલોની ગતિ પ્રત્યે પરિણામી કારણ રૂપ અને નિર્વર્તક કારણ રૂપ જીવ આદિને લઈ, સિદ્ધસાધન રૂપ દોષના વારણ માટે કારણપદની ઉપેક્ષા કરી નિમિત્ત પદનું ગ્રહણ કરેલ છે.
તથાચ સ્વયમેવ જેને જવાની ઇચ્છા પેદા થયેલ, એવા મલ્ય પ્રતિ ગતિની બાબતમાં જેમ જલ ઉપઘાત-બાધા વગર નિમિત્ત બની ઉપકાર-સહાય કરે છે, તેમ સ્વભાવથી ગતિપરિણત જીવપુદ્ગલની ગતિ પણ કોઈ પણ અબાધક-ઉપકારક દ્રવ્યની નિમિત્ત રૂપે અવશ્ય અપેક્ષા રાખે જ છે, કેમ કે-બંને ઠેકાણે ગતિપણું એકસરખું છે.
ગતિ પ્રત્યે નિમિત્તરૂપે ઉપકારક દ્રવ્ય આકાશ બની શકે એમ નથી, કેમ કે-આકાશનો આસાધારણ ગુણ અવગાહ દાન જ છે.
નિયમ એવો હોય છે કે એક દ્રવ્યનો અસાધારણ ગુણ રૂપ ધર્મ બીજા દ્રવ્યનો ગણાતો નથી, કેમ કેઅશક્ય છે. જો એક દ્રવ્યનો વિશેષધર્મ બીજા દ્રવ્યમાં માનવામાં આવે, તો પાણીનો ગુણ દ્રવ અને અગ્નિનો ગુણ
માનવાનો પ્રસંગ આવી જાય ! જો આકાશને ગતિ પ્રત્યે નિમિત્તકારણ માનવામાં આવે, તો અલોક આકાશમાં પણ જીવપુદ્ગલને જવાનો પ્રસંગ આવી જાય !
શંકા- અન્વય (કારણની હાજરીમાં કાર્યની સત્તા રૂપ અન્વય) અને વ્યતિરેક-(કારણના અભાવથી કાર્યના અભાવ રૂપ વ્યતિરેક)થી ગમ્ય કારણપણું હોય છે.
જેમ કે-જળ આદિ રૂપ કારણની સત્તામાં મત્સ્ય આદિની ગતિ રૂપ કાર્યની સત્તા છે. જળ આદિના અભાવમાં મત્સ્ય આદિની ગતિનો અભાવ હોઈ અન્વય વ્યતિરેકથી મત્સ્ય આદિની ગતિ પ્રત્યે જળ આદિ કારણ રૂપે સિદ્ધ થાય છે.
તેવી રીતે ધર્મ રૂપી દ્રવ્યની હાજરી હોવા છતાં જળના અભાવમાં મત્સ્ય આદિની ગતિનો અભાવ છે. એટલે ધર્મ રૂપી દ્રવ્ય નિમિત્તકારણ છે. જળના અભાવથી જન્ય મત્સ્ય આદિની ગતિનો અભાવ હોઈ (કારણજન્ય કાર્યાભાવ રૂ૫), અન્વયે વ્યભિચાર હોઈ ગતિ પ્રત્યે ધર્મનામક દ્રવ્ય નિમિત્તકારણ નથી, પરંતુ મસ્યની ગતિ પ્રત્યે જળ જ નિમિત્તકારણ છે ને?
સમાધાન- જેમ પૃથ્વી વગેરે. આધાર હોવા છતાંય જેમ આકાશને સર્વના આધાર તરીકે માનવામાં આવે છે, તેમ મત્સ્ય આદિની ગતિ પ્રત્યે જળ આદિનું કારણ પણું હોવા છતાં સર્વ જીવપુદ્ગલોની ગતિસામાન્ય પ્રતિ જળ આદિ સિવાયનું બીજું વ્યાપક નિમિત્ત શોધવું જ પડશે. બસ, બીજું કોઈ નિમિત્તકારણ નહિ પણ ધર્માસ્તિકાય સર્વ ગતિમાનની ગતિ પ્રત્યે કારણ છે.
શંકા- એક દેશથી બીજા દેશની પ્રાપ્તિમાં હેતુભૂત અને વિશિષ્ટ દ્રવ્યપરિણામ રૂપ ગતિ છે. તથાચ જો આમ છે, તો દેશ જ ગતિ પ્રત્યે અપેક્ષાકારણ હો ! શા માટે પૃથ દ્રવ્ય રૂપ ધર્મને અપેક્ષાકારણ રૂપે માનો છો?