________________
सूत्र - ३, तृतीय किरणे
१०९
तत्तद्गतिं प्रति तत्तद्देशत्वेन कारणत्वे त्वनन्तकार्यकारणभावकल्पनाप्रसङ्गः स्यात्, न च धर्मस्यापि न धर्मत्वेन कारणत्वमतिप्रसङ्गात्, अपि तु तत्तत्प्रदेशत्वेनैवेति तवापि गौरवं दुर्वारमेवेति वाच्यम्, लोकालोकविभागान्यथानुपपत्त्यापि धर्मद्रव्यस्यावश्यकत्वे तस्यैव गतित्वावच्छिन्नकार्यतानिरूपितकारणत्वाभ्युपगमात् पुद्गलस्कन्धातिरिक्तस्याकाशातिरिक्तस्य वा देशस्याभावेन तयोर्गतिपरिणामिकारणत्वेनावगाहनागुणत्वेन च गत्यपेक्षाकारणत्वासम्भवाच्चेति ॥
શંકા- આ બધું ઉપરોક્ત ત્યારે જ સંગત થાય, કે જ્યારે ધર્મદ્રવ્ય પ્રમાણથી સિદ્ધ થાય, કેમ કે-પ્રમાણથી અસિદ્ધ પદાર્થનું લક્ષણ શક્ય નથી; કેમ કે-અતિપ્રસંગ નામક દોષ છે. તેથી આ બધું જલ્પન નિરર્થક જ થઈ જાય ને ?
સમાધાન- તે દ્રવ્યરૂપ ધર્મની સિદ્ધિમાં અનુમાનપ્રમાણનો પ્રયોગ આ પ્રમાણે છે કે
ભાવાર્થ- અહીં ‘તત્' એટલે લક્ષ્ય રૂપ ધર્મ રૂપી દ્રવ્ય-એવો અર્થ કરવો. સપ્તમી વિભક્તિનો અર્થ વિશેષ્યત્વ કરવો અને તેનો અન્વય પ્રમાણપદથી વાચ્યભૂત જે અર્થપ્રમિતિનું કરણ, તેના એક ભાગ રૂપ પ્રમિતિમાં જોડવો.
વિવેચન- અર્થાત્ લક્ષ્યભૂત ધર્મ રૂપ દ્રવ્ય જેમાં વિશેષ્ય છે, એવી પ્રમિતિ (અનુમિતિ) પ્રત્યે અસાધારણ કારણ એ અર્થ સમજવો. એનું અનુસંધાન ચરમપદ રૂપે રહેલ અનુમાનની સાથે કરવું.
ધર્મમાં દ્રવ્યપણાની સિદ્ધિમાં અનુમાનપ્રમાણ રજુ કરે છે કે
‘જીવપુદ્ગલોની ગતિ બાહ્ય નિમિત્તની અપેક્ષાવાળી છે, કેમ કે- ગતિ છે. જેમ કે- જલસ્ય મત્સ્ય આદિની ગતિ.'
અહીં ‘ગતિમાં પરિણત જીવપુદ્ગલોની ગતિ' એમ સમજવું, કેમ કે- ગતિપરિણત જીવપુદ્ગલોની ગતિ જો એમ ન કહેવામાં આવે, તો પ્રેરણા કરી જીવપુદ્ગલો પ્રતિ ગતિજનક ધર્મદ્રવ્ય બની જાય ! અર્થાત્ ધર્મદ્રવ્યમાં બલાત્કારથી ચલાવવાની આપત્તિ આવી જાય ! વળી ઇષ્ટ આપત્તિ પણ કરી શકાય એમ નથી. અર્થાત્ બલાત્કારથી ચલાવનાર ધર્મદ્રવ્ય માની શકાય નહિ.
કેમ કે- ગતિ રૂપ પરિણામથી પરિણત જીવપુદ્ગલોની ગતિ પ્રત્યે પોષકપણાએ ધર્મદ્રવ્યનો સ્વીકાર છે. બીજી વાત એવી છે કે- સતત ગતિનો પ્રસંગ આવી જાય !
‘ગતિપરિણત જીવપુદ્ગલોની ગતિ બાહ્ય નિમિત્ત રૂપ અપેક્ષાકારણથી જન્ય છે.’
જો અહીં નિમિત્ત રૂપ અપેક્ષાકારણથી જન્ય માનવામાં આવે અને બાહ્ય નિમિત્ત રૂપ અપેક્ષાકારણજન્ય ન કહેવામાં આવે, તો અત્યંતર નિમિત્ત રૂપ જીવ આદિ નિષ્ઠ ક્રિયા પરિણામ શક્તિને લઈ સિદ્ધસાધન (પ્રત્યક્ષ આદિ પ્રમાણથી પ્રસિદ્ધ નિર્ણીત એવા સાધ્ય ધર્મ રૂપ વિશેષણવાળો પક્ષ-પક્ષાભાસ. જેમ કે‘મહાનસં વનિમત્’ અહીં પક્ષ રૂપ રસોડામાં અગ્નિ પ્રસિદ્ધ છે. આ દોષ સિદ્ધસાધન પ્રસિદ્ધ સંબંધ તરીકે પણ કહેવાય છે.) દોષ આવે છે. માટે તેના વારણ માટે ‘બાહ્ય નિમિત્તની અપેક્ષાવાળી છે’-એમ કહેવું.