________________
८४
तत्त्वन्यायविभाकरे परिस्पन्दरूपक्रियासहितं सलेश्यवीर्यमुपजायते, इदमेव करणशब्दवाच्यं पर्याप्तिशब्दवाच्यं योगसंज्ञकञ्च, तत्र च क्रियाप्राधान्ये योगशब्दः प्रयुज्यते, वीर्यस्य मुख्यत्वे करणशब्दः पर्याप्तिशब्दश्च प्रयुज्यते, क्रियायाः पौगलिकत्वेन पर्याप्तिसम्बन्धिपुद्गलानां नामकर्मत्वं, आहारपर्याप्तिं विहाय शरीरपर्याप्त्यादिक्रियाणां प्रत्येकमन्तर्मुहूर्तेन समापनात्क्रियासहितं पर्याप्तिशब्दवाच्यं सलेश्यवीर्यमप्यन्तर्मुहूर्तेन समाप्यत इत्युच्यते तथा चौदारिकवैक्रियाऽऽहारकतैजसभाषाप्राणापानमनःकर्मभेदेनाष्टविधेषु पुद्गलेषु शरीरस्येन्द्रियाणामुच्छासस्य भाषाया मनसश्च योग्यानि यानि दलिकद्रव्याणि तेषां या आदानक्रिया-ग्रहणं तच्च परिसमाप्यते यया साऽऽहारपर्याप्तिरित्यर्थः । अत्र पर्याप्तीनामासां स्वरूपाणि तत्त्वार्थभाष्यानुसारेण निरूपितानि । प्रवचनाद्यनुसारेण तु बाह्याहारग्रहणखलरसरूपपरिणमनप्रयोजकात्मशक्तिविशेष आहारपर्याप्तिः ॥
હવે આહારપર્યાપ્તિને કહે છેભાવાર્થ. “શરીર, ઇન્દ્રિય, ઉચ્છવાસ, ભાષા અને મન રૂપ પાંચને યોગ્ય દલિકોની જે ગ્રહણક્રિયાની પરિસમાપ્તિ જે શક્તિ વડે થાય છે, તે “આહારપર્યાપ્તિ' કહેવાય છે.”
| વિવેચન- ખરેખર આત્મા એ ક્રિયાવાન દ્રવ્ય છે. જો ક્રિયાવાન ન માનવામાં આવે, તો કાર્યની ઉત્પત્તિજનક પ્રયત્ન ન જ થાય. તે ક્રિયા આત્માના પરિસ્પદ (ચલન) રૂપે છે.
તથાચ પૂર્વના શરીરનો ત્યાગ કરવાપૂર્વક આત્મા ઉપપાત (જન્મ)ના ક્ષેત્રમાં આવેલો, પ્રથમ ક્ષણમાં જ કાર્મણકાયયોગ નામના આત્માના પરિસ્પન્દ દ્વારા, ઔદારિક આદિ શરીરયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. તૈજસ-કાશ્મણ શરીર વડે જ પહેલા સમયમાં જ ઔદારિક આદિ શરીરયોગ્ય પુદ્ગલોના ગ્રહણથી અને શક્તિની ઉત્પત્તિથી “આહાર-પર્યાપ્તિ એક સમયવાળી છે.
વીર્યાન્તરાય રૂપ કર્મના ક્ષયોપશમથી વીર્યલબ્ધિ થાય છે.
તે વીર્યલબ્ધિથી યોગ્ય પ્રમાણે સૂક્ષ્મ-બાદર રૂપ પરિસ્પદ ક્રિયા સાથેનું ‘સલેશ્યવીર્ય કરણ શબ્દથી વાચ્ય, પર્યાપ્તિ શબ્દથી વાચ્ય અને યોગ નામની સંજ્ઞાવાળું કહેવાય છે. ત્યાં ક્રિયાની પ્રધાનતામાં યોગ શબ્દનો વ્યવહાર થાય છે અને વીર્યની મુખ્યતામાં કરણ શબ્દનો અને પર્યાપ્તિ શબ્દનો વ્યવહાર થાય છે. ' ક્રિયાનું પૌદ્ગલિકપણું હોવાથી પર્યાપ્તિ સંબંધી પુદ્ગલો નામકર્મ તરીકે કહેવાય છે.
એક આહારપર્યાપ્તિને છોડી પ્રત્યેક શરીરપર્યાપ્તિ આદિ ક્રિયાઓની અંતર્મુહૂર્ત બાદ સમાપ્તિ હોવાથી, ક્રિયાની સાથે પર્યાપ્તિ શબ્દથી વાચ્ય એવું સલેશ્યવીર્ય પણ અંતર્મુહૂર્ત બાદ સમાપ્ત થાય છે-એમ કહેવાય છે.
તથાચ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કર્મના ભેદથી આઠ પ્રકારના પુદ્ગલોમાં રહેલ શરીરને યોગ્ય, ઇન્દ્રિયોને યોગ્ય, ઉચ્છવાસને યોગ્ય, ભાષાને યોગ્ય અને મનને યોગ્ય જે દલિક દ્રવ્યો છે. (દળિયાં છે.)
તે દલિક રૂપ દ્રવ્યોની ગ્રહણક્રિયા જે શક્તિ વડે પૂર્ણ કરાય છે, તે શક્તિવિશેષ “આહારપર્યાપ્તિ કહેવાય છે.