________________
तत्त्वन्यायविभाकरे
પર્યાપ્તિનો અર્થ માત્ર સમાપ્તિ જ છે એમ નહિ, પરંતુ જેના વડે સમાપ્તિ છે એવો અર્થ કરવો. અર્થાત્ સમાપ્તિનું સાધન એવો વિશિષ્ટ અર્થ સમજવો.
આ પ્રમાણે જે શક્તિની વિદ્યમાનતામાં જીવ આહાર આદિના ગ્રહણ માટે સમર્થ થાય છે, તે શક્તિ રૂપ પર્યાપ્તિ પુદ્ગલોના જથ્થાઓથી બનાવાય છે.
જીવ વડે ગ્રહણ કરાયેલા પુદ્ગલના તે જથ્થાઓ પણ શક્તિની ઉત્પત્તિમાં ગ્રહણ અને પરિણમનમાં સન્મુખ થયેલા હોવાથી, (કારણમાં કાર્યની વ્યવહારની અપેક્ષાએ) પર્યાપ્તિ તરીકે કહેવાય છે.
અર્થાત્ પર્યાપ્તિના (૧) શક્તિ અને (૨) શક્તિ પ્રત્યે હેતુભૂત પુદ્ગલનો સમુદાય - એમ બે અર્થો સમજવા.
આ પર્યાપ્તિથી વિપરીત અશક્તિ, તેમાં હેતુભૂત પુદ્ગલના સંબંધનો અભાવ “અપર્યાપ્તિ' તરીકે કહેવાય છે.
પર્યાપ્તિ શબ્દનો અર્થ સમાપ્તિ નથી, કેમ કે કોઈ પણ ગ્રંથમાં એવો અર્થ કહેલો નથી. શંકા- ક્રિયા પરિસમાપ્તિ એ પર્યાપ્તિ છે, આવું તત્ત્વાર્થભાષ્યમાં સંભળાય છે ને?
સમાધાન- ભાઈ, બરોબર અભિપ્રાય નથી જાણ્યો માટે આમ કહો છો કેમ કે- ક્રિયાની પરિસમાપ્તિ જેનાથી થાય છે, આવી વ્યુત્પત્તિ (વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ) છે. આ જ મુદ્દાસર ભાષ્યની ટીકામાં દેખાય છે કે- “આત્મા રૂપી કર્તાના વિશિષ્ટ કરણ તરીકે પુદ્ગલ રૂપી “પર્યાપ્તિ’ છે, કે જે વિશિષ્ટ કરણથી આહાર આદિના ગ્રહણની શક્તિ આત્મામાં નિષ્પન્ન થાય છે.
વળી તે કરણ જે પુગલોથી બનાવાય છે, તે પુદ્ગલો આત્માએ ગ્રહણ કરેલા તથા પ્રકારના પરિણામને ભજનારા ‘પર્યાપ્તિ' શબ્દથી કહેવાય છે.
શંકા- ભાષ્યકારનો આ અભિપ્રાય છે એમાં શો પૂરાવો?
સમાધાન- “આ એકીસાથે આરંભ કરાયેલી છે પર્યાપ્તિઓની પણ સમાપ્તિ ક્રમસર થાય છે, કેમ કેક્રમશઃ આહારાદિ પર્યાપ્તિઓના પુદ્ગલો સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ પરિણામવાળા છે.” આમ ભાષ્યકારે સ્વયમેવ કહેલ છે.
વળી “મારાં – આવા પદથી સમાપ્તિ રૂપી પર્યાપ્તિની વિરક્ષા કરેલ નથી, કેમ કે- સમાપ્તિમાં આરંભનો અસંભવ છે-ક્રમથી સમાપ્તિનો અસંભવ છે. એથી જ સામર્થ્યવાચક પર્યાપ્તિયુક્ત પર્યાપ્ત શબ્દનું નામકર્મપણું કેવી રીતે?
આવી આશંકામાં કહ્યું કે-પર્યાપ્તિજનક પર્યાપ્ત નામકર્મ અને અપર્યાપ્તિજનક અપર્યાપ્તિ નામકર્મઆ વાક્ય શક્તિજનક પુદ્ગલસમુદાયનું નામકર્મપણું છે-એમ જાહેર કરેલ છે.
તથાચ પર્યાપ્તિના માત્ર બે જ અર્થ શાસ્ત્રોક્ત ઘટિત થાય છે. જેમ કે-(૧) આત્મ સંબંધી જે પુદ્ગલસમુદાયથી પેદા થનાર વિશિષ્ટ ક્રિયાની પૂર્ણતાજનક વિશિષ્ટ શક્તિ છે, તે “પર્યાપ્તિ' કહેવાય છે. (૨) અથવા આત્મ સંબંધી તાદશ શક્તિની ઉત્પત્તિમાં નિમિત્તભૂત પુદ્ગલોનો સમુદાય પર્યાપ્તિ' કહેવાય છે.