________________
૮૦
तत्त्वन्यायविभाकरे केन्द्रियेत्येवोक्तम् । सूक्ष्मबादरद्वित्रिचतुरिन्द्रियेत्यादिरूपेणोक्तौ तु सूक्ष्ममिन्द्रियं येषां बादरमिन्द्रियं येषामित्येवार्थो लभ्येत द्वे इन्द्रिये येषामित्यादिवत् समासानुरोधान्न चैतदिष्टं तथापि बादरैकेन्द्रियालाभादतस्तथानिर्देशः कृत इति ध्येयम् ।।
હવે સંસારીઓના ઘણા પ્રકારના પ્રભેદો કહ્યા છતાં વિશિષ્ટ બોધ કરનાર માધ્યમિક પ્રભેદને કહે છે કે
ભાવાર્થ- સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંક્ષિપંચેન્દ્રિય અને સંક્ષિપંચેન્દ્રિયના ભેદથી સાત પ્રકારનો જીવ, પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી ચૌદ પ્રકારનો છે.
વિવેચન- સૂક્ષ્મ અને ઇતર એટલે બાદર રૂપ એક ઇન્દ્રિયવાળા, બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા, મન વગરના (અસંશિ) પાંચ ઇન્દ્રિયવાળા અને દ્રવ્યમનવાળા (સંજ્ઞિ) પાંચ ઇન્દ્રિયવાળાના ભેદથી, પ્રકાર અને પ્રકારવાળાના કથંચિત ભેદ અને અભેદની અપેક્ષાએ-જીવત્વની અપેક્ષાએ એક પ્રકારવાળો જીવ સાત પ્રકારનો છે. એમ અહીં એકવચન જીવ શબ્દમાં મૂકેલ છે.
આવો સાત પ્રકારવાળો જીવ પણ, પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદનો સ્વીકાર કરી ચૌદ પ્રકારવાળો થાય છે-એમ સમજવું.
(૧) અપર્યાપ્ત સૂક્ષ્મકેન્દ્રિય. (૨) અપર્યાપ્ત બાદરેકેન્દ્રિય. (૩) પર્યાપ્ત સૂક્ષ્મકેન્દ્રિય. (૪) પર્યાપ્ત બાદરેકેન્દ્રિય. (૫) અપર્યાપ્ત બેઈન્દ્રિય. (૬) પર્યાપ્ત બેઈન્દ્રિય. (૭) અપર્યાપ્ત તે ઇન્દ્રિય. (૮) પર્યાપ્ત તેઈન્દ્રિય. (૯) અપર્યાપ્ત ચૌરિન્દ્રિય. (૧૦) પર્યાપ્ત ચૌરિન્દ્રિય. (૧૧) અપર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય. (૧૨) પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય. (૧૩) અપર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય. (૧૪) પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય.
આ પ્રમાણે જીવના ચૌદ ભેદો જાણવા.
જો કે સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારના એકેન્દ્રિયો છે, તો પણ અહીં સૂક્ષ્મ જીવોમાં એકેન્દ્રિયપણાનો અવ્યભિચાર-સહચાર હોઈ, સૂક્ષ્મ પદથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ હોઈ, નામના એકદેશના ગ્રહણમાં નામના ગ્રહણનો સંભવ હોઈ, સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું ગ્રહણ છે. બાદરોમાં તો એકેન્દ્રિયપણાનો વ્યભિચાર છે, કેમ કે-ધીન્દ્રિયો પણ બાદર છે. તેથી બાદર માત્રના પ્રહણમાં બાદર એકેન્દ્રિયનો લાભ થતો નથી. લઘુનિર્દેશના સંભવમાં લાઘવ અર્થિને માટે ગુરુનિર્દેશ કરવો અનુચિત છે. માટે “બાદર એકેન્દ્રિય' - એવા ગુરુનિર્દેશને છોડી “એકેન્દ્રિય'-આ પ્રમાણે લઘુનિર્દેશ કરેલ છે.
જો “સૂક્ષ્મ બાદર-દ્ધિ-ત્રિ-ચતુરિન્દ્રિય' ઇત્યાદિ રૂપથી કહેવામાં આવે, તો સૂક્ષ્મ ઇન્દ્રિયવાળા, બાદર ઇન્દ્રિયવાળા-આવો જ અર્થ બેઈન્દ્રિયવાળા આદિની માફક સમાસની અપેક્ષાએ મેળવાય છે. છતાં આ ઇષ્ટ નથી, તો પણ બાદર એકેન્દ્રિયનો અલાભ હોવાથી તથા પ્રકારનો નિર્દેશ કરેલ છે એમ ધારવું. ___ ननु सप्तविधानां पर्याप्तापर्याप्तभेदेन चतुर्दशविधत्वमुच्यते तत्र पर्याप्तशब्दार्थो वाच्योऽन्यथा तु न सुकरं भेदज्ञानमित्याशंकायां पर्याप्तशब्दप्रवृत्तिनिमित्तमादर्शयति
आत्मनः पौगलिकक्रियाविशेषपरिसमाप्तिः पर्याप्तिः । १३ ।