________________
૭૮
तत्त्वन्यायविभाकरे
સમાધાન-પરમાણુપરિમાણ અપકૃષ્ટ હોવા છતાં નિત્ય હોઈ, જે જે અપકૃષ્ટ પરિમાણવાળું હોય, તે તે અનિત્ય હોય જ. આવી વ્યાપ્તિ અસિદ્ધ છે, જેમ કે- અપકૃષ્ટ પરિમાણ રૂપ કારણ છે પણ પરમાણુમાં જન્યત્વ રૂપ કાર્ય નથી.
માટે અન્વયે વ્યભિચાર (કારણ પ્રયુક્ત કાર્યાભાવ રૂપ અન્વયે વ્યભિચાર) અથવા અન્યત્વ રૂપ સાધ્યના અભાવવાળા પરમાણુપરિમાણમાં અપકૃષ્ટ પરિમાણવત્ત્વ હોવાથી, સાધ્યાભાવવત્ વૃત્તિત્વ રૂપ વ્યભિચારનો સંભવ છે.
શંકા- શરીરે શરીરે પરિમાણના ભેદમાં પરિમાણના નાશથી આત્માનો નાશ થશે જ ને?
સમાધાન- ઇષ્ટાપત્તિ છે ભાઈ ! શ્રી જૈનશાસનમાં એકાન્ત કોઈ નિત્ય નથી તેમજ એકાન્ત કોઈ અનિત્ય નથી. અર્થાત્ પર્યાયની અપેક્ષા રૂપ વિશિષ્ટ રૂપથી આત્મામાં ઉત્પાદ અને વિનાશનો સ્વીકાર કરેલ છે. દ્રવ્ય રૂપ શુદ્ધ સ્વરૂપથી જ આત્માનું નિત્યપણું છે જ.
શંકા- અપકૃષ્ટ મહત્ત્વની અપેક્ષાએ આત્મા અવયવવાળો હોઈ આત્મામાં કાર્યપણાનો પ્રસંગ આવી જાય જ ને?
સમાધાન- જો કે અસંખ્યાત પ્રદેશાત્મક સાવયવત્વ છે. છતાં પૂર્વના આકાર (પર્યાય રૂપ)ને પરિત્યાગપૂર્વક ઉત્તર આકાર રૂપ પરિણામ એ જ કાર્યત્વ હોવા છતાં, ત્રણેય કાળમાં રહેનાર આત્મામાં જન્યત્વ રૂપ કાર્યવની અસિદ્ધિ છે.
(વિજાતીય-સજાતીય ઉત્પાદક કારણના અભાવથી આત્મા ઉત્પાઘ નથી.)
કારણ કે- પૂર્વમાં સર્વથા અવિદ્યમાન એવા સત્ત્વ રૂપ કાર્યત્વની કોઈ પણ જગ્યાએ પ્રસિદ્ધિ નથી. અર્થાત્ એકાન્તથી પહેલાં અસનું સત્વ રૂપી કાર્યત્વ ક્યાંથી સંભવી શકે ? “અર્થપ્રભાવ પ્રતિયોનિ ઉત્પત્તિ પહેલાં વિદ્યમાન, અભાવ, તે પ્રાભાવ કહેવાય છે- તત્વતિયોગી કાર્ય કહેવાય છે. જન્મનો પ્રભાવ હોય છે, નિત્યનો પ્રભાવ હોતો નથી.
(આ વસ્તુ અસત્કાર્યવાદી તૈયાયિકના મતમાં છે. ઘટ આદિ કાર્યની ઉત્પત્તિ પહેલાં કપાલ આદિને જોઈ, “અહી ઘડો થશે'- આવા જ્ઞાનના વિષયભૂત જે અભાવ, તે પ્રભાવ કહેવાય છે.) આથી અસત્ કાર્યવાદનું ખંડન થાય છે.
શંકા- અવગાહના નામક ગુણ અથવા સર્વની આધારતા રૂપી ગુણ લોકવ્યાપ્તપણે વિદ્યમાન છતાં, લોક-અલોક રૂપ આકાશમાં લોકતુલ્ય પરિમાણનો અભાવ હોઈ, લોકતુલ્ય પરિમાણ રૂપ સાધ્યના અભાવવાળા લોક-અલોક રૂપ આકાશમાં લોકવ્યાપી અવગાહના ગુણ કે સર્વાધારતા રૂપ ગુણ સત્તા રૂપ હેતુ રૂપ વ્યભિચાર કેમ નહિ ?
સમાધાન- જેમ લોકમાં, તેમ અલોકમાં આકાશ માત્રમાં અવગાહના નામક ગુણ છે જ, પરંતુ અવગાહનાયોગ્ય પદાર્થોના અભાવથી જ અવગાહનાની અનુપલબ્ધિ છે. અર્થાત્ અવગાહદાન રૂપ ઉપકારનો સ્વભાવ (સ્વરૂપયોગ્યતા) અલોક આકાશમાં છે, છતાં અવગાહદાન રૂપ ઉપકારનો ઉપયોગ (ફલઉપધાયકતા) નથી એમ કહેવાય છે.