________________
सूत्र - ११, द्वितीय किरणे
૭૭
શંકા-મૂલ ભાગમાં વ્યાપક થઈ ઉપલબ્ધ થતા કપિસંયોગવાળો વૃક્ષ મૂલ સમાન પરિમાણવાળો નથી! અર્થાત જેટલી જગ્યામાં વ્યાપીને જે ગુણ રહ્યો હોય, તેટલી જગ્યાના પરિમાણવાળો પદાર્થ હોવો જોઈએ ! તતુલ્ય પરિમાણ રૂપ સાધ્યના અભાવવાળા વૃક્ષમાં (મૂલ)માં કપિસંયોગ રૂપ ગુણની ઉપલબ્ધિ રૂપ હેતુ છે, માટે વ્યભિચાર છે.
સમાધાન- કપિસંયોગ રૂપ ગુણ મૂલમાં જ વર્તમાન હોઈ, તતુલ્ય પરિમાણ સાધ્યવાળા મૂલમાં જ કપિસંયોગ રૂપ ગુણની ઉપલબ્ધિ હોવાથી વ્યભિચાર નામનો હેતુદોષ નથી.
શંકા- “મૂલમાં વૃક્ષમાં કપિસંયોગ છે.”- આવી પ્રતીતિ હોવાથી વૃક્ષમાં પણ કપિસંયોગની સત્તા છે જ. કેમ નહિ?
સમાધાન-સ્વાશ્રય આશ્રિતત્વ (કપિસંયોગના આશ્રયભૂત મૂલને આશ્રિત વૃક્ષ અને આશ્રિતત્વ વૃક્ષમાં છે.) રૂપ સંબંધથી જ વૃક્ષમાં કપિસંયોગની સત્તા માનેલી છે.
(સંયોગનું અવ્યાપ્યવૃત્તિત્વ એટલે “મવ્યાપ્ય સર્વાવછેરમપ્રાણ વૃત્તિર્યચા વ્યાવૃત્તિ:' પોતાના જ અત્યંતાભાવનું સમાનાધિકરણપણું. જેમ કે - વૃક્ષમાં કપિસંયોગ અને કપિસંયોગાભાવનું અવ્યાખવૃત્તિ છે. અવ્યાખવૃત્તિ ગુણો બે પ્રકારના છે. (૧) દૈશિક અવ્યાવૃત્તિ. (૨) કાલિક અવ્યાખવૃત્તિ. તેમાં પણ પહેલાં દૈશિક અવ્યાખવૃત્તિ ગુણો બુદ્ધિ આદિ આઠ, શબ્દ-ભાવના-સંયોગ-વિભાગ છે. એને પ્રાદેશિક ગુણો પણ કહે છે અને કાલિક અવ્યાખવૃત્તિ ગુણો રૂપ વગેરે છે.) વળી સંયોગ ક્રમભાવી હોઈ સહભાવી પર્યાયત્વગુણપણું સંયોગમાં નથી. (ક્રમભાવી વિશેષોની પર્યાયસંજ્ઞા છે અને સહભાવી વિશેષોની ગુણસંજ્ઞા છે.)
શંકા- આત્મા વિભુ છે, કેમ કે-નિત્ય મહત્ત્વ છે. જેમ કે-આકાશ જે નિત્ય મહાન છે, તે અવશ્ય વિભુ છે. વિભુત્વ રૂપ સાધ્યસાધક નિત્ય મહત્ત્વ હેતુ છે.
સમાધાન- આ વાત બરોબર નથી, કેમ કે-અપ્રયોજક છે. જે વિભુ નથી, એવા પરમાણમાં પરમ મહત્ત્વ થાઓ! આવી “પાધ્યાપાવવવૃત્તિવારિ શંકાનો નિવારક ન હોવાથી વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધ થાય છે.
અથવા “વિપુત્વાશ્રય-નિત્યમહત્ત્વાકયો’ નિત્ય હોવાથી વ્યાપ્તિસ્રાહક કાર્ય-કારણભાવ રૂ૫ અનુકૂળ તર્કનો અભાવ છે.
શંકા- જે અપકૃષ્ટ પરિમાણવાળું છે, તે જન્ય છે. આવી વ્યાપ્તિના બળથી આત્માનું પરમ મહત્પરિણામ જો અપકૃષ્ટ થાય, તો જન્ય થાય જ ને ?
આવી રીતે “પટન્વેન બન્યત્વે મન્વય વ્યતિરેઝન્ય કાર્યકારભાવ ત્વચ્છિન્નતા પ્રત્યે અપકૃષ્ટવાવછિન્ન' કારણ છે. આવો કાર્ય-કારણભાવ રૂપ અનુકૂળ (પ્રયોજક) તર્ક જ “ત ઘવજીનિવર્સ.' જ્યાં વારંવાર દર્શનથી પણ શંકા દૂર થતી નથી, ત્યાં કવચિત્ પ્રયોજક રૂપે વિપક્ષમાં બાધક તર્ક અપેક્ષિત છે.
જેમ કે- વદ્ધિ અને ધૂમના કાર્ય-કારણભાવના જ્ઞાનથી અટકી જાય છે.
જો આ ધૂમવાન પર્વત ‘વદ્વિવાળો ન હોય તો ધૂમવાળો ન થાઓ ! કેમ કે-કારણ વગર કાર્યની ઉત્પત્તિ નથી. વ્યાપ્તિજ્ઞાન પ્રતિબંધક વ્યભિચાર શંકાનિવર્ણકપણાએ તર્ક અપેક્ષિત છે.