________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬ કે અશુદ્ધભૂમિમાંથી શુદ્ધભૂમિમાં જાય ત્યારે પગોનું પ્રમાર્જન કરીને જનારને સંયમ થાય. આ પ્રમાર્જન ગૃહસ્થ આદિ ન હોય(=ગૃહસ્થ ન જોતા હોય) ત્યારે કરે. અન્યથા( ગૃહસ્થાદિ હોય તો) પ્રમાર્જન ન કરનારને જ સંયમ થાય.
સંયમ: તિ દોડવું-કૂદવું-ઠેકવું વગેરેથી નિવૃત્ત થવું અને શુભક્રિયાઓમાં પ્રવર્તવું એ કાયસંયમ છે.
“વાસંયમ: તિ ક્રૂર અને કઠોર વગેરે ભાષાથી નિવૃત્ત થવું અને શુભભાષામાં પ્રવર્તવું એ વાક્સંયમ છે.
“નિ:સંયમ: તિ દ્રોહ-અભિમાન-ઈર્ષા આદિથી નિવૃત્ત થવું અને ધર્મધ્યાનાદિમાં પ્રવર્તવું એ મનઃસંયમ છે.
ઉપર સંયમ: તિ ઉપકરણસંયમ એટલે અજીવકાયસંયમ. પુસ્તક વગેરે અજીવકાય છે. તેમાં જ્યારે ગ્રહણ-ધારણની શક્તિરૂપ સંપત્તિને ધારણ કરનારા અને દીર્ઘ આયુષ્યવાળા પુરુષો હતા ત્યારે પુસ્તકોનું પ્રયોજન ન હતું. પાંચમા આરાના પ્રભાવથી ગ્રહણ-ધારણ આદિથી રહિત સાધુઓને નિયુક્તિ આદિ પુસ્તકોના પ્રહણની અનુજ્ઞા છે. આ પ્રમાણે જેવો કાળ હોય તેવા કાળની અપેક્ષાએ અસંયમ કે સંયમ થાય છે. આ પ્રમાણે સંયમધર્મ છે. હવે અવસરથી આવેલા તપને કહેવામાં આવે છે–
“તો ફિવિધ” રૂત્યાદિ તપાવે છે એથી તપ કહેવાય છે. કર્તા અર્થમાં સુનું પ્રત્યય છે. સંયમી આત્માની બાકી રહેલી ચિત્તવિશુદ્ધિ કરવા માટે બાહ્યને અને અત્યંતરને તપાવે તે તપ. (બાહ્ય) શરીર અને ઇંદ્રિયોને તપાવવાથી, (અત્યંતર) કર્મોને બાળવાથી તપ કહેવાય છે.
બીજો કહે છે. વિશેષથી કાયા-મનના તાપવિશેષથી તપ કહેવાય છે. ૧. સિદ્ધહેમ વ્યાકરણની અપેક્ષાએ ન્ એ સૂત્રથી કર્તા અર્થમાં સર્વ પ્રત્યય થયો છે. ૨. સંયમી છે તેથી થોડી ચિત્તશુદ્ધિ થઈ છે તેથી અવશિષ્ટ ચિત્તશુદ્ધિ કરવા માટે.