________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૬૭
ઉત્તરપક્ષ– પૃથ્વીકાય શબ્દ જાતિ શબ્દ હોવાથી મત્વર્થીય પ્રત્યય થાય જ છે. જેમ કે કૃષ્ણસર્પવાળો વલ્ભીક(=માટીનો રાફડો). અહીં તાત્પર્ય આ છે- જેમ કૃષ્ણ એવા વિશેષણવાળા સર્પ શબ્દથી મત્વર્થીય વત્ પ્રત્યય થયો તેમ પૃથ્વી એવા વિશેષણવાળા કાય શબ્દથી પૃથ્વીાયવાન્ એમ મત્વર્થીય પ્રત્યય પણ થઇ શકે અથવા થાર્યો: શત્રન્ટ્રિપ્તિ એવા જ્ઞાપકસૂત્રથી મત્વર્થીય પ્રત્યય થાય. પૃથ્વીકાયિક જાતિમાં પૃથ્વીકાયિકજાતિનો સંયમ. સંયમ એટલે સમ્યગ્ યમ=ઉપરમ, અર્થાત્ નિવૃત્તિ. જે જીવો પૃથ્વીશ૨ી૨વાળા છે તેમનો સંઘટ્ટ-પરિતાપ-નાશનો મન-વચનકાયાથી કૃત-કારિત-અનુમતિથી ત્યાગ કરે છે એવો અર્થ છે. આ પ્રમાણે પંચેંદ્રિય સંયમ સુધી બધામાં જાણવું.
સૂત્ર-૬
પ્રેક્ષ્યસંયમ: એ સ્થળે ક્રિયાપદ અધ્યાહાર છે. જોઇને ક્રિયાને કરતો સાધુ સંયમથી યુક્ત થાય છે. પ્રેક્ષ્ય એટલે બીજ, જંતુ, વનસ્પતિ વગેરેથી રહિત ભૂમિને જોઇને પછી (આસન વગેરેની) ઉપર બેસવું. પડખો બદલવો (ઇત્યાદિ) સ્થાનોને કરે. આ પ્રમાણે આચરતા સાધુને સંયમ થાય છે.
પેક્ષ્યસંયમ: કાર્યમાં જોડીને અને કાર્યમાં ન જોડીને સંયમ થાય છે. સાધુઓને શાસ્ત્રવિહિત ક્રિયાઓમાં જોડનારને સંયમ થાય છે. એથી સાધુઓને શાસ્ત્રવિહિત ક્રિયાઓમાં જોડવા જ જોઇએ. ન જોડવા તે ઉપેક્ષા છે. ગૃહસ્થોને પોતાની(=ગૃહસ્થની પોતાની) ક્રિયાઓમાં નહિ જોડતા= ઉપેક્ષા કરતા, અર્થાત્ ઉદાસીન રહેતા સાધુને સંયમ થાય છે.
‘અપહૃત્યસંયમ:’ કૃતિ છોડીને સંયમને પામે છે, અર્થાત્ ચારિત્રમાં જે ઉપકારક ન હોય તે વધારાના વસ્ત્ર-પાત્ર આદિનો ત્યાગ કરતા સાધુને સંયમનો લાભ થાય. અથવા જીવોથી સંસક્ત(=જેમાં ઝીણા જીવો હોય તેવા) ભક્ત-પાન આદિનો વિધિથી ત્યાગ કરતા સાધુને સંયમનો લાભ થાય.
‘પ્રમુખ્યસંયમ:’ કૃતિ જોયેલી શુદ્ધભૂમિમાં રજોહરણથી પ્રમાર્જન કરીને સ્થાન(=રહેવું) વગે૨ે કરવું જોઇએ અથવા સચિત્ત કે મિશ્ર પૃથ્વીકાયથી જેના પગો ખરડાયેલા છે તે સાધુ શુદ્ધભૂમિમાંથી શુદ્ધભૂમિમાં જાય ત્યારે