________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૬૫
અશીભર– પોતાની પ્રશંસા કરનારું અને બીજાની નિંદા કરનારું વચન શીભર છે. શીભર નહિ તે અશીભર. જલદી જ પ્રસ્તુત અર્થની પરિપૂર્ણતાને કરનારું વચન અશીભર છે. (જે મુદ્દાની વાત હોય તે જ કહે, વચ્ચે નિરુપયોગી કશું ન બોલે, પોતાની પ્રશંસા કે પરનિંદા ન કરે.)
સૂત્ર-૬
અરાગ-દ્વેષયુક્ત— માયા-લોભથી અને ક્રોધ-માનથી યુક્ત ન હોય. સૂત્રમાર્ગાનુસા૨પ્રવૃત્તાર્થ– સૂચન કરવાના કારણે સૂત્ર કહેવાય છે. (જે સૂચન કરે=સંક્ષેપથી કહે તે સૂત્ર.) ગણધર, પ્રત્યેકબુદ્ધ અને સ્થવિરોએ ગુંથેલું(=રચેલું) હોય તે સૂત્ર છે. તેનો ઉત્સર્ગ-અપવાદરૂપ જે માર્ગ તે માર્ગના અનુસારે પ્રવર્તેલા અર્થવાળું હોય તે સૂત્રમાર્ગાનુસા૨-પ્રવૃત્તાર્થ છે.
અર્થા— અર્થથી સહિત તે અર્ધ્ય.
અર્થિજનભાવગ્રહણસમર્થ– સાંભળવાની ઇચ્છાવાળો લોક અર્થા છે. તેનો (અર્થિજનનો) ભાવ એટલે ચિત્ત. તેને ગ્રહણ કરવામાં સમર્થ, અર્થાત્ અર્થી લોકના ચિત્તનું આકર્ષણ કરવામાં સમર્થ.
આત્મપરાનુગ્રહસમર્થ— આવું(=અર્થિજનભાવગ્રહણસમર્થ) વચન સ્વ-પરનો અનુગ્રહ કરવામાં સમર્થ થાય.
નિરુપધ– માયાથી રહિત.
દેશકાલોપપન્ન— જે દેશમાં જે અર્થનું જે (વચન) પ્રસિદ્ધ હોય તે દેશોપપન્ન છે—તે દેશમાં તે અવિરુદ્ધ છે. જે કાળમાં કહેવાતું જ પરને ઉદ્વેગ કરનારું ન હોય તે કાલોપપન્ન છે=અવસરની અપેક્ષાવાળું છે. (અવસ૨ને અનુસરનારું છે.)
અનવદ્ય– જે નિંદિત ન હોય તે અનવદ્ય.
અર્હત્શાસનપ્રશસ્ત– અર્હત્શાસન એટલે દ્વાદશાંગી=પ્રવચન. તેમાં કે તેનાથી જે પ્રશસ્ત=અનુજ્ઞા અપાયેલું હોય તે અર્હત્શાસનપ્રશસ્ત. યત– સાવધાન થઇને મુખને મુખવર્સિકાથી ઢાંકીને કે હસ્તતલથી ઢાંકીને જે બોલવામાં આવે તે યત.