________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬
અવિરલ– વિરલ એટલે અટકીને બોલવું. તેવું વચન આંતરાવાળું હોવાથી શ્રોતાને આદર ન થાય. આદર ન થાય તેવું વાક્ય બોલવાને કારણે શ્રવણમાં ૨સાભાવને કરે છે, અર્થાત્ રસને ઉત્પન્ન કરતું નથી. વિરલ નહિ તે અવિરલ, અર્થાત્ અખંડધારાવાળું વચન.
૬૪
અસંભ્રાન્ત— સંભ્રાન્ત એટલે ત્રાસને કરનારું. સંભ્રાન્ત નહિ તે અસંભ્રાન્ત અથવા અતિશય ઉતાવળું વચન તે સંભ્રાન્ત. શ્વાસને લીધા વિના જીવ જે બોલે તે સંભ્રાન્ત. અથવા અવ્યક્ત વર્ણ-પદ-આલાપવાળું હોવાથી જ્ઞાન કરાવનારું ન થાય અથવા વિરસ અક્ષરોવાળું હોવાથી સાંભળવામાં અરુચિકર જ થાય તે સંભ્રાન્ત.
મધુર– પ્રસન્ન(=પ્રસન્નતાને ઉત્પન્ન કરે તેવા) પદોથી યુક્ત, શ્રવણમાં સુખકર અને સુખપૂર્વક અર્થનો બોધ થાય તેવું વચન મધુર છે.
અભિજાત–સ્નેહથી સહિત અને વિનયથી સહિત વચન અભિજાત છે. અસંદિગ્ધ— આકાંક્ષાને દૂર કરવામાં અસમર્થ વચન સંદિગ્ધ છે. તેનાથી વિપરીત વચન અસંદિગ્ધ છે, અર્થાત્ આકાંક્ષાનો વિચ્છેદ કરનારું=આકાંક્ષાથી રહિત વચન અસંદિગ્ધ છે.
સ્ફુટ—નિશ્ચિત અર્થવાળું ન હોવાથી છેઠેલા અને વીંખાઇ ગયેલા જેવું વચન અસ્ફુટ(=અસ્પષ્ટ) છે. નિશ્ચિત અર્થવાળું વચન સ્ફુટ(=સ્પષ્ટ) છે.
ઔદાર્યયુક્ત— અતિશય ઉદ્ધતાઇને પ્રગટ કરનારું વચન અનૌદાર્ય છે. તેનાથી વિપરીત ઔદાર્ય છે. (અથવા) ઉત્તમ અર્થથી રહિત વચન અનૌદાર્ય છે. વચન ગંભીર અર્થથી યુક્ત હોવાથી ઉદાર છે. તેનો ભાવ તે ઔદાર્ય. તેનાથી યુક્ત તે ઔદાર્યયુક્ત.
અગ્રામ્યપદાર્થાભિવ્યાહાર–વિદ્વાન લોકોના મનની પ્રીતિને કરવામાં અસમર્થ હોય તે ગ્રામ્ય. ગ્રામ્ય નહિ તે અગ્રામ્ય. વિવક્ષિત પદાર્થોને કહે તે પદાર્થાભિવ્યાહાર. અગ્રામ્ય હોવાથી વિદ્વાનલોકને અભિમત (ઇષ્ટ) પદાર્થોને કહે છે તેથી અગ્રામ્યપદાર્થાભિવ્યાહાર છે.