________________
uc
સૂત્ર-૬
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ શ્રુત– શ્રત એટલે આપ્તવિરચિત આગમ. તેના જ્ઞાનથી “હું જ જાણું છું, બીજા નહિ” એમ મદ કરે. શ્રુતના મદથી અંધ બનેલો જીવ બીજાને મૂર્ખ જ માને. શ્રતમદનો નિગ્રહ કરવાની ઇચ્છાવાળો જીવ આ પ્રમાણે વિચારે- લયોપશમ અધિક-ન્યૂન વૃત્તિવાળું હોવાથી મારાથી બીજા પણ બહુશ્રુત છે. આગમોના પદાર્થો અતિગહન હોવાથી કદાચ હું એ બહુશ્રુતોની અપેક્ષાએ અલ્પશ્રુત હોઈ શકું છું. મેં શ્રુતને જાણ્યું હોવા છતાં તેનો અર્થ ખોટો સમજ્યો હોઉં એ સંભવ છે. આથી શ્રતમદનો ત્યાગ કલ્યાણકારી છે. વળી-ચૌદપૂર્વધરોમાં પણ છસ્થાનની ઉદ્ઘોષણા કરાય છે, અર્થાત્ ચૌદપૂર્વધરોમાં પણ ન્યૂનાધિક બોધવાળા હોય છે, તો પછી શેષ શ્રતધરોમાં ન્યૂનાધિક બોધવાળા હોય એની શી વાત કરવી ? શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ વિવિધ પ્રકારનો હોવાથી સઘળા શ્રતના જાણકારે પણ શ્રતમદનો ત્યાગ કરવો જોઇએ.
લાભ– મળવું વિશિષ્ટ ફળની પ્રાપ્તિ તે લાભ. રાજા, સન્મિત્ર, નોકર અને સ્વજનોથી સત્કાર-સન્માન વગેરે હું મેળવું છું. વિજ્ઞાન, તપ, કીર્તિ અને શૌર્ય વગેરે હું અધિક મેળવું છું, બીજો પ્રયત્ન કરવા છતાં મેળવતો નથી એમ પોતાના લાભથી મદ કરે છે. તથા હું સકળ લોકના પ્રેમને પામેલો છું. આ બીજા કોઈને ગમતો નથી. લોકો એના વચનનો પણ આદર કરતા નથી. આ સઘળો ય લાભપ્રદ છે. લાભમદનો નિગ્રહ આ પ્રમાણે કરવો જોઈએ- લાભાંતરાય કર્મના ઉદયથી લાભ થતો નથી અને લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી સત્કારાદિનો લાભ થાય છે. સંસારમાં ભ્રમણ કરતા જીવને લાભ ક્યારેક થાય છે, સદા થતો નથી. કેમકે લાભ કર્મને આધીન છે. લાભમદ સંસારના અનુબંધવાળો જ છે માટે લાભમદનો ત્યાગ કલ્યાણકારી છે. કર્મોદયથી કરાયેલી પ્રેમની પ્રાપ્તિ પણ સંસારી જીવોને સુલભ છે. આથી પ્રેમના લાભનો મદ છોડવો જોઇએ.
વિર્ય– વિર્ય, પરાક્રમ, શક્તિ, ઉત્સાહ, સામર્થ્ય અને અતિશયવાળી ચેષ્ટા એ પ્રમાણે વીર્યના પર્યાયવાચી શબ્દો છે. બળવિશેષરૂપ વીર્ય