________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૫૭
કુળ— કુળ એટલે માતાનો વંશ અથવા ઉગ્રકુળ, ભોજકુળ વગેરે. તેનાથી પણ મદ કરવો એ યુક્ત નથી જ. જાતિ આદિમાં ભાવના કરી તે પ્રમાણે અહીં પણ ભાવના કરવી.
રૂપ– રૂપ શરીરના અવયવોની રચનાવિશેષ છે, અર્થાત્ શરીરમાં લાવણ્યનો યોગ. તેનાથી પણ કોઇક જીવ મદ કરે છે. રૂપમદનો નિષેધ શરીરના આદિકારણની અને ઉત્તરકારણની વિચારણાથી થાય છે. તેમાં આદિકારણ માતાનું ઓજલોહી અને પિતાનું વીર્ય છે. ઉત્તરકારણ માતાએ ખાધેલા અન્ન-પાનના રસનો રસહરણી નાડી દ્વારા મળતો આહાર છે. આ પ્રમાણે વિચારનારને રૂપમદ યોગ્ય જણાતો નથી. કેમકે શરીર ચામડી, માંસ, હાડકાં, વિષ્ઠા અને પરુ વગેરે અશુભ પદાર્થોવાળું હોય છે.
ઐશ્વર્ય– ધન-ધાન્યરૂપ સંપત્તિથી ઐશ્વર્યમદ ઉત્પન્ન થાય છે. ચાંદી, સુવર્ણ અને મરકતમણિ વગેરે અને ગાય, ભેંસ, બકરા-ઘેટા વગેરે ધન છે. ચોખા, તલ, મગ, અડદ, ઘઉં, જવ અને ડાંગ વગેરે ધાન્ય છે.
કર્મના પ્રભાવથી અપ્રાપ્ત કે પ્રાપ્ત ઐશ્વર્યથી મદ શો કરવો ? પ્રાપ્ત ઐશ્વર્ય સંરક્ષણ કરવામાં ક્લેશ કરાવે છે, ભવિષ્યમાં ઓચિંતું નાશ પામવાના સ્વભાવવાળું છે, ઘણી મહેનત કરવી પડે છે. આવા પ્રાપ્ત ઐશ્વર્યથી મદ શો કરવો ? એમ પચ્ચક્ખાણ કરે=મદ ન કરવાનો નિર્ણય કરે.
વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ તો પ્રશમરતિ ગ્રંથમાં ઐશ્વર્યને જ બળ સંજ્ઞાથી ગ્રહણ કર્યું છે. બળ, શરીરબળ, સ્વજનબળ અને દ્રવ્યબળ એમ ત્રણ પ્રકારનું છે. પ્રસ્તુતમાં ઐશ્વર્યના ગ્રહણથી સ્વજનબળ અને દ્રવ્યબળનું ગ્રહણ કર્યું છે. શરીરબળને તો વીર્યબળની પ્રધાનતા બતાવવા માટે વીર્યના ગ્રહણથી અલગ ગ્રહણ કર્યું છે.
વિજ્ઞાન– વિજ્ઞાન એટલે બુદ્ધિ. બુદ્ધિ ઔત્પાતિકી, વૈયિકી, કર્મજા (=કાર્મિકી) અને પારિણામિકી એમ ચાર પ્રકારની છે. તેમાં ઔત્પાતિકી બુદ્ધિ જે વસ્તુ પૂર્વે જોઇ ન હોય અને સાંભળી ન હોય તે વસ્તુ(=પ્રસંગ) પ્રાપ્ત